IND vs SA: હવે સાઉથ આફ્રિકાના આ ખેલાડીએ પણ દિનેશ કાર્તિકના કર્યા ભરપેટ વખાણ

Cricket : દિનેશ કાર્તિક (Dinesh Kartik) T20I ક્રિકેટ (T20 Cricket) માં અડધી સદી ફટકારનાર સૌથી મોટી ઉંમરનો ભારતીય બેટ્સમેન બની ગયો છે. ચોથી ટી20 મેચમાં કાર્તિકે અડદી સદી ફટકારી ટીમને જીત અપાવી હતી.

IND vs SA: હવે સાઉથ આફ્રિકાના આ ખેલાડીએ પણ દિનેશ કાર્તિકના કર્યા ભરપેટ વખાણ
Dinesh Karthik (PC: BCCI)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2022 | 7:57 AM

સાઉથ આફ્રિકા (Cricket South Africa) ના સ્પિનર ​​કેશવ મહારાજ (Keshav Maharaj)દિનેશ કાર્તિક (Dinesh Kartik) ના વખાણ કર્યા છે અને સ્વીકાર્યું છે કે અનુભવી ભારતીય વિકેટકીપર-બેટ્સમેનને તેની સામે બોલિંગ કરવી ખૂબ જ મુશ્કેલ લાગે છે. ખાસ કરીને જ્યારે તે સંપૂર્ણ ફોર્મમાં હોય. તેણે અનુભવી બેટ્સમેનને સૌથી શ્રેષ્ઠ ફિનિશરોમાંના એક તરીકે ગણાવ્યો.

37 વર્ષીય બેટ્સમેન દિનેશ કાર્તિકે 17 જૂને રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે ચોથી T20I માં શાનદાર અડધી સદી ફટકારી હતી અને સાઉથ આફ્રિકા સામેની ચોથી મેચમાં જીત માટે મહત્વની ભુમિકા ભજવી હતી. આ જીત સાથે ભારત ઘરઆંગેની શ્રેણી 2-2 થી સરભર કરવામાં સફળ રહી હતી.

તમને જણાવી દઈએ કે કેશવ મહારાજની 17મી ઓવરમાં દિનેશ કાર્તિકે ચાર બોલમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા અને ત્યાર બાદ તે આફ્રિકાના બોલરો પર સતત હાવી રહ્યો હતો અને ભારતને મોટા સ્કોર સુધી લઇ જવામાં મહત્વની ઇનિંગ રમી હતી. T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં તેની આ પ્રથમ અડધી સદી હતી અને તે હવે આ ફોર્મેટમાં અડધી સદી ફટકારનાર સૌથી વૃદ્ધ ભારતીય બેટ્સમેન બની ગયો છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

દિનેશ કાર્તિક સામે બોલિંગ કરવી મુશ્કેલ કામ છેઃ કેશવ મહારાજ

પત્રકારો સાથે વાત કરતા કેશવ મહારાજે કહ્યું કે, “દિનેશ કાર્તિક ખૂબ ગંભીર અને શાનદાર ફિનિશરની ભૂમિકા નિભાવી રહ્યો છે. મને લાગે છે કે તે આ ક્ષણે રમતના શ્રેષ્ઠ ફિનિશર્સમાંથી એક છે. તે અસામાન્ય વિસ્તારોમાં બેટિંગ કરવા સક્ષમ છે જ્યાં બોલરો માટે બોલિંગ કરવી મુશ્કેલ બની જાય છે. અમે IPL 2022 માં પણ જોયું કે તે કેટલી સારી બેટિંગ કરી રહ્યો હતો અને તે આ સિઝનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારાઓમાંનો એક હતો. કાર્તિકે ચોથી T20I મેચમાં પોતાનો ક્લાસ બતાવ્યો હતો અને અસાધારણ રીતે સારી બેટિંગ કરી.”

આ ક્ષણે અંતિમ મેચ બંને ટીમ માટે રોમાંચક રહેશેઃ કેશવ મહારાજ

તેણે વધુમાં કહ્યું કે, “આ શ્રેણી હવે વધુ રોમાંચક બની ગઈ છે કારણ કે બંને ટીમો છેલ્લી મેચ જીતીને શ્રેણી કબજે કરવા માટે પ્રયત્ન કરશે. રાજકોટમાં ચાહકોની ભીડ જોવા જેવી હતી અને હવે અમે બેંગ્લોરમાં એ જ અદ્ભુત ભીડના સાક્ષી બનવા માટે આતુર છીએ જે અમારા ઉત્સાહમાં વધારો કરશે. અમારી જાતને ચકાસવા માટે ભારતનો પ્રવાસ અમારા માટે શાનદાર હતો અને હવે અમે મજબૂત ભારતીય ટીમ સામે શ્રેણી જીતવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું.”

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">