IND vs SA: દક્ષિણ આફ્રિકાના આ 4 બોલર લઈને આવ્યુ છે, તેની ઝડપ અને ખતરનાક બોલ સામે રહેવુ પડશે સાવધાન!

ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચે 5 મેચની T20 શ્રેણી રમાવાની છે. આ શ્રેણી માટે ભારતે ઘણા મહત્વના ખેલાડીઓને આરામ આપ્યો છે, પરંતુ દક્ષિણ આફ્રિકાએ મજબૂત ટીમને મેદાનમાં ઉતારી છે.

IND vs SA: દક્ષિણ આફ્રિકાના આ 4 બોલર લઈને આવ્યુ છે, તેની ઝડપ અને ખતરનાક બોલ સામે રહેવુ પડશે સાવધાન!
IND vs SA
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2022 | 8:39 PM

આગામી 9મી જૂનથી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ઘરેલૂ T20 સિરીઝ શુ થઈ રહી છે. ભારતીય ક્રિકેટના ચાહકોને હવે ભારતીય ક્રિકેટરોને બ્લૂ જર્સીમાં મેદાનમાં તેમની રમત જોવાની ફરી શરુઆત આ સાથે જ થઈ જશે. કારણ કે બે મહિના સુધી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ના રોમાંચ બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે તૈયાર છે. ટીમ ઈન્ડિયા (Team India) સામે પહેલો પડકાર દક્ષિણ આફ્રિકાનો છે, જે ખૂબ જ મજબૂત ટીમ સાથે ભારત પહોંચી છે. દક્ષિણ આફ્રિકાની બેટિંગ મજબૂત છે, પરંતુ ટીમ ઈન્ડિયા માટે અસલી પડકાર તેની શાર્પ બોલિંગ છે, જેમાં શાનદાર વિવિધતા છે અને આ ચાર બોલર ટીમ ઈન્ડિયા માટે મોટી આફત સાબિત થઈ શકે છે. જો ટીમ ઈન્ડિયાએ પાંચ મેચોની આ શ્રેણી જીતવી હોય તો તેણે વિવિધતાઓથી ભરેલા આ બોલિંગ આક્રમણનો સામનો કરવો પડશે.

દક્ષિણ આફ્રિકાની ટીમના કાગિસો રબાડા અને એનિરક નોરખિયા બંને આઇપીએલમાં ભારતીય પિચ પર રમી ચુક્યા છે. બંનેને હાલમાંજ આઇપીએલમાં ભારતીય માહોલનો અનુભવ છે અને સાથે જ ભારતીય ટીમના કેટલાક ખેલાડીઓ સાથે એક જ ટીમમાં આઇપીએલમાં રમી ચુક્યા છે. આ દરમિયાન હવે કેએલ રાહુલ માટે આફ્રિકાના ઝડપી બોલરોના પડકારનો સામનો કરવાની રણનિતી અપનાવવી પડશે. જુઓ કયા ચાર બોલરો છે જેની સામે ભારતીય ટીમે સાવધાની રાખવી પડશે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
  • કાગિસો રબાડાઃ રબાડા આ પેઢીના શ્રેષ્ઠ ઝડપી બોલરોમાંથી એક છે. તે ત્રણેય ફોર્મેટમાં સમાન રીતે અસરકારક રહ્યો છે. ખાસ કરીને આઈપીએલ 2022 માં તે રનની સાથે સાથે વિકેટને પણ નિયંત્રિત કરવામાં સફળ રહ્યો હતો. તેણે IPLમાં 23 વિકેટ લીધી હતી. તેણે અત્યાર સુધી 40 મેચ રમી છે, જેમાં તેણે 49 વિકેટ ઝડપી છે. તેણે ભારત સામે માત્ર 4 T20I રમી છે જેમાં તેણે 4 વિકેટ લીધી છે.
  • તબરેઝ શમ્સી: તે જ સમયે, દરેક બેટ્સમેને વિશ્વના નંબર વન T20 બોલર તબરેઝ શમ્સીથી બચવું પડશે. આ ડાબોડી સ્પિનર ​​છેલ્લા કેટલાક મહિનામાં દુનિયાભરના બેટ્સમેનો માટે આફત સાબિત થયો છે. ભલે તે IPLમાં ન રમી શક્યો, પરંતુ તેનો આંતરરાષ્ટ્રીય દમ અકબંધ છે. તેની પાસે 47 ટી20માં 57 વિકેટ છે, પરંતુ ખાસ વાત એ છે કે રન પર લગામ લગાવવાની ક્ષમતા છે. તે માત્ર 6.74ની એવરેજથી રન આપે છે. આ વર્ષની શરૂઆતમાં ભારતીય બેટ્સમેનોએ તેની સામે વનડે શ્રેણીમાં પણ મુશ્કેલી અનુભવી હતી.
  • કેશવ મહારાજ: શમ્સી જેવો બીજો સ્પિનર ​​છે, જે આ ફોર્મેટમાં પોતાના પગ જમાવી રહ્યો છે. લેફ્ટ આર્મ સ્પિનર ​​કેશવ મહારાજ. આફ્રિકન ટીમના ખૂબ જ અનુભવી સ્પિનરે ગયા વર્ષે જ ટી-20માં ડેબ્યૂ કર્યું હતું અને તેણે અત્યાર સુધી 8 મેચમાં માત્ર 6 વિકેટ લીધી છે, પરંતુ તે રનના મામલે ખૂબ જ કંજૂસ છે. તેની સામે પણ 6ના દરે રન બનાવ્યા નથી. માત્ર 5.82ની એવરેજથી તેણે બેટ્સમેનોને રન બનાવવાની તક આપી છે અને તેણે પણ ODI શ્રેણીમાં ભારત માટે મુશ્કેલી ઊભી કરી છે.
  • એનરિક નોરખિયાઃ આ યાદીમાં ચોથું નામ એનરિક નોરખિયાનું છે. આફ્રિકન ટીમનો સૌથી ઝડપી બોલર પોતાની ઝડપથી બોલને સ્વિંગ કરી શકે છે અને બાઉન્સરનો પણ સારો ઉપયોગ કરી શકે છે. તાજેતરના સમયમાં ફિટનેસના કારણે સંઘર્ષ કરી રહેલા નોરખિયાને ઓછો અંદાજ કરવો ખોટો સાબિત થઈ શકે છે. IPL 2022 માં તે ઘણો મોંઘો સાબિત થયો હતો, પરંતુ આફ્રિકન જર્સીમાં તેનું પ્રદર્શન અલગ સ્તર પર છે. તેણે 16 મેચમાં 18 વિકેટ મેળવી છે અને તેનો ઈકોનોમી રેટ માત્ર 6.75 છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">