IND vs SA, BCCI એ કરી પુષ્ટિ, દક્ષિણ આફ્રિકા શ્રેણીમાં કોઈ બાયો બબલ નહીં હોય

Ind vs SA: IPL બાદ દક્ષિણ આફ્રિકાની ટીમ 5 T20 મેચોની શ્રેણી માટે ભારતનો પ્રવાસ કરશે. આ સિરીઝમાં બંને ટીમના ખેલાડીઓએ બાયો બબલમાં રહેવું પડશે નહીં. બીસીસીઆઈ એ આ વાતની પુષ્ટિ કરી છે.

IND vs SA, BCCI એ કરી પુષ્ટિ, દક્ષિણ આફ્રિકા શ્રેણીમાં કોઈ બાયો બબલ નહીં હોય
BCCI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2022 | 4:44 PM

IPL 2022 બાદ દક્ષિણ આફ્રિકા (Cricket South Africa) ની ટીમ ભારત (Team India) ના પ્રવાસે આવશે. આ પ્રવાસમાં ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચે 5 T20 મેચ રમાશે. શ્રેણીની પ્રથમ મેચ 9 જૂને દિલ્હીના ફિરોઝ શાહ કોટલા મેદાન (Feroz Shah Kotla Stadium) પર રમાશે. શ્રેણી પહેલા BCCI એ પુષ્ટિ કરી છે કે દક્ષિણ આફ્રિકા સામેની આગામી શ્રેણીમાં કોઈ ‘બાયો-બબલ’ નહીં હોય. એટલે કે આ શ્રેણીમાં ખેલાડીઓ સામાન્ય રીતે જીવી શકશે. લાંબા સમય પછી ક્રિકેટમાં બાયો-બબલ પ્રતિબંધ નહીં હોય.

ખેલાડીઓનો કોરોના ટેસ્ટ થશે

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે આઈપીએલ 2022 માટે બાયો-બબલ છેલ્લું હશે. ભારત અને દક્ષિણ આફ્રિકા T20 શ્રેણી માટે ખેલાડીઓની કોવિડ ટેસ્ટ થશે. પરંતુ તેમાં કોઈ બાયો-બબલ નહીં હોય. આઈપીએલના બાયો બબલ વિશે પૂછવામાં આવતા કહ્યું કે, ખેલાડીઓ માટે તે મુશ્કેલ છે. જો કે તેઓ હોટલમાં બાયો બબલની અંદર પારિવારિક વાતાવરણ ધરાવે છે. અમારી પાસે આઈપીએલની તમામ ટીમો માટે હોટલ હતી. જ્યારે ટુર્નામેન્ટ એક જ જગ્યાએ યોજાઈ હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ટી20 સીરિઝનો કાર્યક્રમ

– પહેલી ટી20: 9 જુન, દિલ્હી – બીજી ટી20: 12 જુન, કટક – ત્રીજી ટી20: 14 જુન, વિશાખાપટ્ટનમ – ચોથી ટી20: 17 જુન, રાજકોટ – પાંચમી ટી20: 19 જુન, બેંગ્લોર

ટી20 સીરિઝ માટે ભારતી ટીમ

કેએલ રાહુલ (સુકાની), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, દીપક હુડ્ડા, શ્રેયસ ઐયર, ઋષભ પંત (વાઈસ-કેપ્ટન અને વિકેટ-કીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, વેંકટેશ ઐયર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ પટેલ, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અવેશ ખાન, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક.

ટી20 સીરિઝ માટે સાઉથ આફ્રિકાની ટીમ

ટેમ્બા બાવુમા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, રીઝા હેન્ડ્રીક્સ, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, એઈડન માર્કરામ, ડેવિડ મિલર, લુંગી એનગીડી, એનરિક નોર્ટજે, વેઈન પાર્નેલ, ડ્વેન પ્રિટોરિયસ, કાગીસો રબાડા, તબારીઝ શમ્સી, ટ્રીસ્ટાન ડુબ્સ, રોબ્સ અને માર્કો જેન્સન.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">