AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત-પાકિસ્તાન વચ્ચે વર્ષ 2024માં પણ થશે ટક્કર, વર્લ્ડ કપમાં યોજાશે મહા-મુકાબલો!

વર્ષ 2024માં ભારત અને પાકિસ્તાનની ટીમો કેટલી વાર ટકરાશે એ તો નક્કી નથી, પંરતુ એક વાત નક્કી છે કે આ બંને પાડોશી દેશની મેન્સ ક્રિકેટ ટીમો વચ્ચે અમેરિકામાં યોજાનાર T20 વર્લ્ડ કપમાં જરૂર ટકરાશે. સવાલ એ છે કે આ મુકાબલો ક્યારે યોજાશે? આ સવાલનો જવાબ તમને આ આર્ટીકલમાં મળશે.

ભારત-પાકિસ્તાન વચ્ચે વર્ષ 2024માં પણ થશે ટક્કર, વર્લ્ડ કપમાં યોજાશે મહા-મુકાબલો!
India vs Pakistan
| Updated on: Jan 02, 2024 | 11:43 AM
Share

14 ઓકટોબર 2023ના દિવસે અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મહા મુકાબલો દરેક ભારતીય ફેન્સ માટે યાદગાર રહ્યો હતો. આ મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવી વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે જીતને રેકોર્ડને કાયમ રાખ્યો હતો. આ જીત બાદ ફરી એકવાર બંને દેશના ફેન્સ ચોક્કસથી બંને ટીમો વચ્ચે ક્યારે ટક્કર થશે તેની રાહ જોઈ રહ્યા છે.

ભારત-પાકિસ્તાન વચ્ચે બે મેચો રમાઈ

ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 2023માં કુલ બે મુકાબલાઓનું આયોજન થયું હતું, જેમાં એક મેચ એશિયા કપમાં જ્યારે એક મેચ વર્લ્ડ કપમાં યોજાઈ હતી. એશિયા કપમાં બંને દેશો વચ્ચેની મેચ વરસાદના કારણે રદ્દ થઈ હતી, જોકે ત્યારે બાદ બંને ટીમો આ એશિયા કપમાં ટોપ-4માં પહોંચી હતી અને સેમી ફાઈનલમાં બંને વચ્ચે મુકાબલો થયો હતો, જેમાં ભારતે પાકિસ્તાને હરાવ્યું હતું અને બાદમાં એશિયા કપમાં ચેમ્પિયન પણ બન્યું હતું.

એશિયા કપ-વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું

એશિયા કપ બાદ ફરી એકવાર બંને ટીમો વચ્ચે વનડે વર્લ્ડ કપમાં મુકાબલો યોજાયો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલ મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું. જે બાદ ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ ફાઈનલમાં પણ પહોંચી હતી જોકે ઓસ્ટ્રેલિયા સામે ટીમને હારનો સામનો કરવા પડ્યો હતો.

ODI વર્લ્ડ કપ બાદ ક્યારે થશે ફરી ટક્કર?

ભારત અને પાકિસ્તાન બંને ટીમના ફેન્સના મનમાં વનડે વર્લ્ડ કપ બાદ એક જ સવાલ છે, કે ફરી આ બંને ટીમો ક્યારે ટકરાશે? શું આ મોકો 2024માં આવશે? તો તેનો જવાબ છે હા. આ વર્ષે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનાર T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની ટીમો ઓછામાં ઓછી એક મેચ તો જરૂર રમાશે.

જૂનમાં બંને ટીમો મેચ યોજાશે

ICC T20 વર્લ્ડ કપ જૂનમાં રમાવાનો છે, જેની યજમાની વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા કરશે. આવી સ્થિતિમાં, આ એકમાત્ર ટૂર્નામેન્ટ છે જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર જોવા મળી શકે છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે બંને ટીમો ટૂર્નામેન્ટમાં એક જ ગ્રુપમાં હશે કે નહીં. એવામાં બને ટીમો સૂયાપર 8 રાઉન્ડમાં અને સેમી ફાઈનલ મુકાબલામાં પણ ટકરાઈ શકે છે.

આ પણ વાંચો : વર્ષ 2023માં રોહિતને પછાડી આ ખેલાડી બન્યો ‘સિક્સર કિંગ’, જાણો કોણ છે ટોપ-5

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">