IND vs NZ: ન્યુઝીલેન્ડ સામે ભારતે 7 વિકેટે 184 રનનો સ્કોર ખડક્યો, રોહિત શર્માનુ અર્ધશતક, સેન્ટનરની ત્રણ વિકેટ

ભારતીય ટીમ (Team India) ન્યુઝીલેન્ડ સામેની T20 સિરીઝમાં અજેય છે, ટોસ જીતીને ભારતે પહેલા બેટીંગ પસંદ કરી હતી.

IND vs NZ: ન્યુઝીલેન્ડ સામે ભારતે 7 વિકેટે 184 રનનો સ્કોર ખડક્યો, રોહિત શર્માનુ અર્ધશતક, સેન્ટનરની ત્રણ વિકેટ
Rohit Sharma
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2021 | 9:03 PM

ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચેની ત્રણ T20 મેચોની સિરીઝની આજે અંતિમ મેચ રમાઇ રહી છે. કોલકાતાના ઇડન ગાર્ડન ક્રિકેટ સ્ટેડિયમ (Eden Garden Stadium, Kolkata) માં રમાઇ રહેલી મેચમાં રોહિત શર્મા (Rohit Sharma) એ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. રોહિત શર્મા અને ઇશાન કિશને (Ishan Kishan) જબરદસ્ત શરુઆત કરી હતી. બંનેએ આક્રમક રમત અપનાવી હતી. રોહિતે આક્રમક અર્ધશતક જમાવ્યુ હતુ. ભારતે 20 ઓવરના અંતે  7 વિકેટે 184 રન કર્યા હતા.

ભારતે સિરીઝમાં સળંગ ત્રીજી વાર ટોસ જીત્યો હતો. જોકે અગાઉ બંને વાર ટોસ જીતીને રોહિત શર્માએ ન્યુઝીલેન્ડને પહેલા બેટીંગ માટે આમંત્રિત કરી હતી. જોકે કોલકાતામાં રન ચેઝ કરવાને બદલે ભારતે પડકારને બચાવવાની યોજના અપનાવી હતી. સૂર્યકુમાર યાદવ ફરી એકવાર નિષ્ફળ નિવડ્યો હતો, ઋષભ પંત પણ બેટ વડે ખાસ કંઇ કરી શક્યો નહોતો.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

રોહિત શર્માનુ શાનદાર અર્ધશતક

ટીમ ઇન્ડિયાએ ઇડન ગાર્ડન પર પહેલા બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિત શર્માએ ટીમને જબરદસ્ત શરુઆત અપાવી હતી. ઇશાન કિશન અને રોહિત શર્માએ 69 રનની ભાગીદારી રમત રમી હતી. રોહિત શર્માએ 31 બોલમાં 56 રનની ઇનીંગ રમી હતી. તેણે 3 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. ઇશાને 6 ચોગ્ગા લગાવીને 29 રનની ઇનીંગ 21 બોલમાં રમી હતી.

સૂર્યકુમાર યાદવ ફરી એકવાર નિષ્ફળ રહ્યો હતો. તે શૂન્ય રન પર જ પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો. ઋષભ પંત પણ 4 રન કરીને પરત ફર્યો હતો. શ્રેયસ ઐય્યર (25) અને વેંકટેશ ઐય્યરે (20) લથડવા લાગેલી ભારતીય ઇનીંગને સંભાળી હતી. હર્ષલ પટેલ હિટ વિકેટ આઉટ થયો હતો. તેમે 11 બોલમાં 18 રન 1 છગ્ગાની મદદ થી કર્યા હતા. અક્ષર પટેલ (02) અને દિપક ચાહર (21 રન 8 બોલ) અણનમ રહ્યા હતા. ચાહરે અંતિમ ઓવરમાં 19 રન નિકાળ્ચા હતા. તેણે 2 ચોગ્ગા અને એક છગ્ગા વડે જબરદસ્ત રમત અંતિમ ઓવરમાં દર્શાવી ને 180નો આંકડો પાર કરાવ્યો હતો.

કિવી કેપ્ટનના ત્રણ શિકાર

ન્યુઝીલેન્ડની ટીમના બોલરોને ઝાકળની સ્થિતી પરેશાન કરી રહી હતી. આમ છતા સારી બોલીંગ કરી હતી. કેપ્ટન મિશેલ સેન્ટનરે 4 ઓવરમાં 27 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. ઇશ સોઢીએ 4 ઓવરમાં 31 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. ટ્રેન્ટ બોલ્ટે 4 ઓવરમાં 31 રન ગુમાવ્યા હતા અને એક વિકેટ મેળવી હતી. એડમ મિલ્નેએ 4 ઓવરમાં 47 રન લુટાવ્યા હતા, એવી જ રીતે લોકી ફરગ્યુશને 45 રન 4 ઓવરમાં ગુમાવ્યા હતા. બંને એ એક-એક વિકેટ મેળવી હતી.

આ પણ વાંચોઃ BAN Vs PAK: પાકિસ્તાનના બોલર શાહિન આફ્રિદીને ચઢેલા ઘમંડને ICC એ ઉતાર્યો, મેદાન પર તેના આ કૃત્યને લઇ સજા ફટકારાઇ

આ પણ વાંચોઃ  Team India: હાર્દિક પંડ્યાને લઇને રાહુલ દ્રવિડે કહી આ વાત, દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ટીમ ઇન્ડીયામાં જોડાવવા માટે રાખી આ શરત

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">