IND vs NZ: ટીમ ઇન્ડિયાના આ 6 ખેલાડી ટેસ્ટ સિરીઝ થી છે બહાર, ન્યુઝીલેન્ડ પણ મોકાનો ચોગ્ગા માટે જોવા લાગ્યુ સપનાં!

ન્યુઝીલેન્ડ સામેની બે ટેસ્ટ મેચની શ્રેણી માટે ટીમ ઈન્ડિયા (Team India) ના પાંચ મોટા ખેલાડીઓ બહાર થશે. વિરાટ કોહલી (Virat Kohli) પણ પ્રથમ ટેસ્ટમાં નથી રમી રહ્યો.

IND vs NZ: ટીમ ઇન્ડિયાના આ 6 ખેલાડી ટેસ્ટ સિરીઝ થી છે બહાર, ન્યુઝીલેન્ડ પણ મોકાનો ચોગ્ગા માટે જોવા લાગ્યુ સપનાં!
Team India Players
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 10:52 PM

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ન્યૂઝીલેન્ડ (New Zealand) સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીમાં અડધી તાકાત સાથે રમશે. કેટલાંક મોટા દિગ્ગજો આ શ્રેણી માટે ટીમનો ભાગ નથી. જેના કારણે કિવી ટીમ અપસેટ સર્જવાનું સપનું જોઈ શકે છે. કાનપુર (Kanpur Test) અને મુંબઈમાં રમાનારી ટેસ્ટ મેચો માટે ટીમ ઈન્ડિયા (Team India) એ સાવચેત રહેવાની જરૂર પડશે. કાનપુરમાં રમાનારી પ્રથમ ટેસ્ટ માટે અજિંક્ય રહાણે (Ajinkya Rahane) ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હશે કારણ કે વિરાટ કોહલી (Virat Kohli) આરામ પર હશે.

જોકે, કોહલી મુંબઈ ટેસ્ટ માટે વાપસી કરશે. પરંતુ તેના આવ્યા બાદ પણ રોહિત શર્મા, ઋષભ પંત, કેએલ રાહુલ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શામી જેવા ખેલાડીઓ ટેસ્ટ શ્રેણીમાં નહીં રમે. આ તમામ ખેલાડીઓ તાજેતરના સમયમાં ભારતની સફળતાના શિલ્પી રહ્યા છે.

ભારત માટે સારી વાત એ છે કે તેમની પાસે ખેલાડીઓની ઊંડાઈ સારી છે. ફાસ્ટ બોલિંગમાં બુમરાહ-શામી ન હોય તો પણ ઇશાંત શર્મા, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા જેવા ખેલાડીઓ છે. તે જ સમયે, તેની સંપૂર્ણ તાકાત સ્પિન વિભાગમાં હાજર છે. અહીં આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને જયંત યાદવ ટીમ ઈન્ડિયાનો ભાગ છે. ચારેયમાં વિરોધી ટીમને પોતાના દમ પર ખતમ કરવાની ક્ષમતા છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

બેટિંગની વાત કરીએ તો પ્રથમ ટેસ્ટમાં શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, સૂર્યકુમાર યાદવ અને શ્રેયસ અય્યર જેવા બેટ્સમેન છે. આમાંથી, સૂર્ય અને શ્રેયસ સિવાય, બાકીના બધા ભારત માટે ટેસ્ટ રમ્યા છે અને ટીમના મુખ્ય સભ્યો છે.

આ ખેલાડીઓની ખોટ વર્તાશે

રોહિત શર્મા- છેલ્લા ચાર વર્ષમાં રોહિત શર્મા ટેસ્ટ ટીમના મુખ્ય ખેલાડી તરીકે ઉભરી આવ્યો છે. વર્ષ 2019માં તેણે પાંચ ટેસ્ટમાં 92.66ની એવરેજથી 556 રન બનાવ્યા હતા અને આ વર્ષે એટલે કે 2021માં તેણે 47.68ની એવરેજથી 906 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતવામાં તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ તેણે ઈંગ્લેન્ડ સામે ઘરેલુ અને વિદેશ પ્રવાસમાં પણ રન બનાવ્યા.

જસપ્રીત બુમરાહ – ભારતીય ફાસ્ટ બોલિંગ આક્રમણના વડા. ટીમ ઈન્ડિયામાં બુમરાહનું સ્થાન 2018માં ટેસ્ટ ડેબ્યૂ બાદથી જ નિશ્ચિત છે. તેણે પોતાની રમતથી પોતાનું સ્ટેટસ બનાવ્યું છે. વર્ષ 2021માં તેણે પાંચ ટેસ્ટમાં 18 વિકેટ ઝડપી છે.

મોહમ્મદ શામી – ભારતની ફાસ્ટ બોલિંગનો બીજો દિગ્ગજ. ટેસ્ટમાં ભારતની સફળતા માટે મોહમ્મદ શામી એક મોટું કારણ છે. તેણે આ વર્ષે ચાર ટેસ્ટ રમી છે અને 15 વિકેટ લીધી છે.

ઋષભ પંત – આ યુવા ખેલાડીએ વિદેશમાં ભારતની ટેસ્ટ સફળતામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેણે આ વર્ષે 11 ટેસ્ટમાં 41.52ની એવરેજથી 706 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનું બેટ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામેની હોમ સીરિઝમાં ફરીથી સિરીઝમાં દમદાર જોવા મળ્યું હતું.

આ પણ વાંચોઃ IND VS NZ: કેએલ રાહુલની ઇજાએ ટીમ ઇન્ડિયાની ખોલી દીધી પોલ, આ ખેલાડીને નહી લેવાનુ ભારે પડ્યુ, બેટ્સમેનોની સર્જાઇ ગઇ અછત

આ પણ વાંચોઃ  IND VS NZ: ટીમ ઇન્ડિયાના આ ખેલાડીમાં ટેકનિક નહી ‘જીગર’ થી રમતમાં થયો સુધારો, કહ્યુ ક્રિઝ પરના ડરથી થવાતુ હતુ આઉટ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">