IND vs NZ: ન્યુઝીલેન્ડ સામે પહેલા બોલરોએ કરી ભૂલ, પછી બેટિંગમાં સ્ટાર ફ્લોપ, જાણો હારનુ કારણ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રાંચીમાં ટી20 સિરીઝની પ્રથમ મેચ રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ 21 રનથી મેચ ગુમાવી હતી અને કિવી ટીમે સિરીઝમાં 1-0ની લીડ મેળવી.

IND vs NZ: ન્યુઝીલેન્ડ સામે પહેલા બોલરોએ કરી ભૂલ, પછી બેટિંગમાં સ્ટાર ફ્લોપ, જાણો હારનુ કારણ
New Zealand beat India in 1st t20 match
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2023 | 9:37 AM

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચોની ટી20 સિરીઝની શરુઆત થઈ છે. જેની પ્રથમ મેચ રાંચીમાં રમાઈ હતી. સિરીઝની પ્રથમ મેચ ભારતે 21 રનથી ગુમાવી દીધી હતી. ટીમ ઈન્ડિયાનુ ટી20 સિરીઝમાં સુકાન સંભાળી રહેલા હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. ટોસ હારીને બેટિંગ કરતા કિવી ટીમે 20 ઓવરમાં 6 વિકેટના નુક્શાને 177 રનનુ લક્ષ્ય ભારત સામે રાખ્યુ હતુ. જે ટાર્ગેટ ચેઝ કરવા થી ભારતીય ટીમ 21 રન દૂર રહી ગઈ હતી. 9 વિકેટ ગુમાવીને 20 ઓવરમાં ભારતે 155 રન બનાવ્યા હતા.

ભારત સામે સિરીઝની પ્રથમ મેચ જીતી લઈને ન્યુઝીલેન્ડ હવે 1-0ની લીડ મેળવી ચુક્યુ છે. લખનૌમાં રમાનારી બીજી ટી20 મેચ જીતવી ભારત માટે જરુરી બની ગઈ છે. શ્રેણી બચાવવાના પ્રેશર હેઠળ લખનૌમાં ભારતે દમ દેખાડી સિરીઝ બરાબર કરવી પડશે. લખનૌમાં ભારતની જીત થાય તો અમદાવાદમાં રમાનારી અંતિમ ટી20 મેચ નિર્ણાયક બનશે.

આવી રહી મેચ

ટોસ હારીને મેદાને ઉતરતા ન્યુઝીલેન્ડના ઓપનર ડેવોન કોન્વે આક્રમક તેવર શરુઆતથી જ બતાવ્યા હતા. કોન્વેએ અડધી સદી ફટકારતા 52 રન નોંધાવ્યા હતા. ત્યારબાદ ડેરેલ મિશેલે ધમાલ મચાવતી ઈનીંગ રમી હતી. તેણે તોફાની 59 રન અંતમાં નોંધાવ્યા હતા. તેણે ભારત સામે ટાર્ગેટ વધારવાનુ કામ કર્યુ હતુ. 5 છગ્ગા સાથેની તેની ઈનીંગમાં 3 સળંગ સિક્સર અર્શદીપ સિંહની ઓવરમાં લગાવ્યા હતા.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે તોફાની અડધી સદી નોંધાવી હતી. સુંદરે 25 બોલમાં 50 રન પુરા કર્યા હતા. સૂર્યકુમાર યાદવ અડધી સદી ચૂક્યો હતો. તે 47 રન નોંધાવીને પરત ફર્યો હતો. ભારતીય ઓપનીંગ જોડી ફરી એકવાર ફ્લોપ રહી હતી. ઈશાન કિશન અને શુભમન ગિલ સસ્તામાં પરત ફર્યા હતા ભારતે 15 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી.

આ રહ્યા હારના મુખ્ય કારણો

  • બોલિંગમાં નિષ્ફળ રહ્યા. સુકાન સંભાળી રહેલા હાર્દિક પંડ્યાએ પ્રથમ ઓવર કરી અને તેણે રન લુટાવવાની શરુઆત કરી દીધી હતી. હાર્દિકે 3 ઓવરમાં 33 રન ગુમાવ્યા. ઉમરાન મલિકે એક જ ઓવર કરીને 16 રન લુટાવી દીધા હતા. તેને આ કારણથી ફરી મેચમાં ઓવર કરવા મોકો ના અપાયો. અર્શદીપે સૌથી વધારે નિરાશ કર્યા. તેણે 4 ઓવરના સ્પેલમાં 51 રન ગુમાવ્યા. અંતિમ ઓવરમાં નો બોલ કર્યો હતો અને ફ્રિ હિટ સહિત સળંગ ત્રણ છગ્ગા અને એક ચોગ્ગો સહ્યો
  • ડેથ ઓવર્સમાં મિશેલને રોકવામાં ભારતીય બોલરો નિષ્ફળ રહ્યા. તેણે તોફાની અડધી સદી પુરી કરવા સાથે ટાર્ગેટ વધારવાનુ કામ કર્યુ જે ભારતને માટે મુશ્કેલ રહ્યુ. અંતિમ 5 ઓવરમાં ભારતીય બોલરોએ 59 રન ગુમાવ્યા હતા.
  • ભારત માટે 177 રનનુ લક્ષ્ય આસાન હતુ, પરંતુ ટીમ ઈન્ડિયાની શરુઆત ફરી એકવાર ટી20 ક્રિકેટમાં ખરાબ રહી હતી. ઓપનરોએ ઝડપથી વિકેટ ગુમાવી દીધી. ઈશાન કિશન 4 રન અને ગિલ 7 રન બનાવીને પરત ફર્યા હતા.
  • મહત્વની પાર્ટનરશિપ ના થઈ શકી. સૂર્યકુમાર યાદવે આ પ્રયાસ કર્યો હતો. તેમાં હાર્દિક પંડ્યાએ 21 રનનુ યોગદાન આપ્યુ અને બંને વચ્ચે 68 રનની ભાગીદારી રમત નોંધાઈ હતી. જોકે સૂર્યાની વિકેટ ગુમાવતા જ ટીમ મુશ્કેલ સ્થિતીમાંથી પસાર થવા લાગી રહી હતી.
  • ન્યુઝીલેન્ડની ટીમનુ સુકાન વર્તમાન સિરીઝમાં સંભાળી રહેલા મિશેલ સેન્ટરને ભારતીય બેટરોને બાંધી રાખવા માટેનો પ્રયાસ કર્યો હતો. સૂર્યકુમાર યાદવ સામે તેણે મેડન ઓવર નિકાળી હતી. સેન્ટનરે તેના 4 ઓવરના સ્પેલમાં માત્ર 11 રન જ ગુમાવ્યા હતા.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">