IND vs NZ 2nd Test, Day 4 Score Highlights: મુંબઇ ટેસ્ટમાં ભારતે 372 રને વિજય મેળવ્યો, 167 માં ન્યુઝીલેન્ડનો બીજો દાવ સમેટાયો

IND vs NZ 2nd Test, Day 4 LScore Highlights : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુંબઈ ટેસ્ટનો આજે ચોથો દિવસ છે.

IND vs NZ 2nd Test, Day 4 Score Highlights: મુંબઇ ટેસ્ટમાં ભારતે 372 રને વિજય મેળવ્યો, 167 માં ન્યુઝીલેન્ડનો બીજો દાવ સમેટાયો
India vs New Zealand

મુંબઈ ટેસ્ટ (Mumbai Test) ભારતની પકડમાં છે. ભારતીય ટીમ (Team India) જીતથી માત્ર 5 ડગલાં દૂર છે. અને આ અંતર આજે ઓસરતું જણાઈ શકે છે. જો આમ થાય છે તો ન્યૂઝીલેન્ડ સામે ભારતમાં શ્રેણી જીતવાની રાહ ફરી વધી શકે છે. ભારતે ન્યૂઝીલેન્ડને જીતવા માટે 540 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં ન્યુઝીલેન્ડે બીજા દાવમાં 5 વિકેટે 140 રન બનાવ્યા હતા. એટલે કે તે હજુ પણ જીતના લક્ષ્યથી 400 રન દૂર છે. આ સાથે જ ભારતને જીતવા માટે કિવી ટીમની 5 વિકેટ લેવાની છે.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 06 Dec 2021 10:16 AM (IST)

    ભારતે મેળવી વિશાળ જીત

    img

    અશ્વિને કિવી ટીમની અંતિમ વિકેટ ઝડપતા જ ભારતે 372 રન થી વિશાળ જીત હાંસલ કરી લીધી છે.

  • 06 Dec 2021 10:11 AM (IST)

    જયંતનો સપાટો, કિવીની 9મી વિકેટ આઉટ

    img

    જયંત યાદવે એક બાદ એક ચોથો કિવી ખેલાડી સવારની સેશનમાં જ પેવેલિયન પરત મોકલી દીધો છે. આ  સાથે જ ભારત હવે જીતની નજીક પહોંચી ચુક્યુ છે.

  • 06 Dec 2021 10:03 AM (IST)

    જયંતે જીત નજીક લાવી દીધી, કિવીની 8 મી વિકેટ

    img

    જેમિસન બાદ તુરત જ એક જ ઓવરમાં જયંતે બીજી વિકેટ ટિમ સાઉથીના રુપમાં મેળવી હતી. આમ ભારત હવે જીતથી માત્ર 2 વિકેટ દૂર રહ્યુ છે.

  • 06 Dec 2021 10:02 AM (IST)

    કાયલ જેમીસન આઉટ

    img

    જયંત યાદવે વધુ એક સફળતા આજે મેળવી હતી. પહેલા રચિન અને બાદમાં કાયલ જેમિસનને શિકાર બનાવ્યો હતો. એલબીડબલ્યુ આઉટ થઇને શૂન્ય રન પરજ જેમિસન પરત ફર્યો હતો.

  • 06 Dec 2021 09:53 AM (IST)

    રચિન OUT

    img

    જયંત યાદવના બોલને ડિફેન્સીવ રમવા જવાના પ્રયાસમાં રચિને કેચ આપ્યો હતો. તેનો બોલ સીધો જ સેકન્ડ સ્લિપ માં ઉભેલા ચેતેશ્વર પુજારા પાસે પહોંચ્યો હતો. જ્યાં તેને પુજારાએ ઝડપી લીધો હતો. આમ ભારતને હવે જીત માટે 4 વિકેટની જરુર રહી છે.

  • 06 Dec 2021 09:52 AM (IST)

    નિકોલ્સ સહેજ માટે બચી ગયો

    50મી ઓવરના પાંચમા બોલને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ તે બેકફૂટ પર ગયો હતો. જોકે, ભારતે રિવ્યુ લેવાનો નિર્ણય લીધો ન હતો. આગામી ઓવરના ત્રીજા બોલ પર નિકોલ્સે ચોગ્ગો ફટકાર્યો

  • 06 Dec 2021 09:51 AM (IST)

    જયંત યાદવ તરફથી ખર્ચાળ ઓવર

    img

    જયંત યાદવ 49મી ઓવરમાં આવ્યો, આ ઓવર ઘણી મોંઘી હતી. ઓવરના બીજા બોલ પર જયંતે ચોગ્ગો ફટકારીને કવર સ્વીપ કર્યા. તે જ સમયે, છેલ્લી ઓવરમાં પણ, તે જ ઓવરની બીજી બાઉન્ડ્રી જડવામાં આવી હતી.

  • 06 Dec 2021 09:34 AM (IST)

    મેઇડન ઓવર સાથે ચોથા દિવસની રમતની શરુઆત

    હેન્રી નિકોલ્સ અને રચિન રવિન્દ્ર ક્રિઝ પર છે. પ્રથમ ઓવર જયંત યાદવે રચિન સામે કરી હતી. આ સાથે જ ભારતે દિવસની શરુઆત મેઇડન ઓવર સાથે કરી હતી.

  • 06 Dec 2021 09:21 AM (IST)

    ભારતે 276 રન પર બીજી ઇનિંગ ડિકલેર કરી હતી

    ભારત, જેણે તેની પ્રથમ ઇનિંગમાં 325 રન બનાવ્યા હતા, તેણે તેનો બીજો દાવ સાત વિકેટે 276 રન પર સમાપ્ત કરીને ડિકલેર કર્યો હતો. ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ દાવમાં માત્ર 62 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

  • 06 Dec 2021 09:20 AM (IST)

    મુંબઈ ટેસ્ટનો ચોથો દિવસ

    ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી મુંબઈ ટેસ્ટનો આજે ચોથો દિવસ છે. ન્યુઝીલેન્ડ સામે 540 રનનો વિશાળ લક્ષ્યાંક રાખ્યા બાદ, ભારતે ત્રીજા દિવસે પાંચ વિકેટ ઝડપી અને મોટી જીત તરફ આગળ વધ્યું.

  • Follow us on Facebook

Published On - 9:19 am, Mon, 6 December 21

Click on your DTH Provider to Add TV9 Gujarati