IND vs NZ: ભારતે મુંબઇ ટેસ્ટમાં વિશાળ જીત મેળવવા સાથે ન્યુઝીલેન્ડ પાસે થી નંબર 1 નો તાજ પણ છીનવી લીધો

મુંબઈ ટેસ્ટ (Mumbai Test) માં ભારતીય ટીમ (Team India) તરફથી મળેલા 540 રનના મુશ્કેલ લક્ષ્યનો પીછો કરતી વખતે ન્યૂઝીલેન્ડની ટીમ તેની બીજી ઇનિંગમાં 167 રનમાં આઉટ થઈ ગઈ હતી.

IND vs NZ: ભારતે મુંબઇ ટેસ્ટમાં વિશાળ જીત મેળવવા સાથે ન્યુઝીલેન્ડ પાસે થી નંબર 1 નો તાજ પણ છીનવી લીધો
Indian Cricket Team
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2021 | 11:18 AM

મુંબઈ (Mumbai Test)માં રમાયેલી બીજી અને અંતિમ ટેસ્ટ ક્રિકેટ મેચના ચોથા દિવસે ભારતે (Team India) ન્યૂઝીલેન્ડ (Team India) ને 372 રનથી હરાવીને બે મેચની શ્રેણી 1-0થી જીતી લીધી છે. 540 રનના મુશ્કેલ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમ તેના બીજા દાવમાં 167 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે પ્રથમ દાવમાં 325 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 62 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતે તેનો બીજો દાવ સાત વિકેટે 276 રન પર ડિકલેર કર્યો હતો.

કાનપુરમાં બંને ટીમો વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. આ મેચ છેલ્લા દિવસના છેલ્લા સત્ર સુધી ચાલી હતી અને ભારત એક વિકેટથી જીતથી દૂર હતું.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

મુંબઈ ટેસ્ટમાં જીત સાથે જ ટીમ ઈન્ડિયા ટેસ્ટ ક્રિકેટમાં નંબર વન ટીમ બની ગઈ છે. તેણે ન્યુઝીલેન્ડ પાસેથી ટોચનું સ્થાન છીનવી લીધું હતું. કિવી ટીમે જૂન 2021માં ભારત પાસેથી આ દરજ્જો છીનવી લીધો હતો અને ત્યારબાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતીને પોતાનું સ્થાન મજબૂત કર્યું હતું. જોકે, ICC દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત હજુ કરવાની બાકી છે. ICC દર બુધવારે તેની રેન્કિંગ અપડેટ કરે છે. આ પછી જ રેન્કિંગમાં ફેરફાર જોવા મળશે. ભારત કાનપુર ટેસ્ટ જીત્યું હોત તો પણ નંબર વન બની ગયું હોત.

સિરીઝ પહેલા આ સ્થિતિ હતી

જ્યારે ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs NewZealand) વચ્ચે શ્રેણી શરૂ થઈ ત્યારે ન્યુઝીલેન્ડ 126 રેટિંગ સાથે પ્રથમ સ્થાને હતું. દરમિયાન ભારતના 119 રેટિંગ પોઈન્ટ હતા. કાનપુર ટેસ્ટ ડ્રો થવાને કારણે કિવી ટીમને સિરીઝમાં ફાયદો થયો, પરંતુ રેટિંગમાં નુકસાન થયું. મુંબઈ ટેસ્ટમાં હાર બાદ તેની નંબર વન રહેવાની આશાઓ સમાપ્ત થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા અત્યારે 108 રેટિંગ સાથે ત્રીજા નંબરે છે અને ઈંગ્લેન્ડ 107 રેટિંગ સાથે ચોથા ક્રમે છે. આ બેમાંથી જે પણ એશિઝ સિરીઝમાં જીત મેળવશે તે રેન્કિંગમાં ઉપર આવશે.

વર્ષ 2009માં ભારત પ્રથમ વખત ટેસ્ટમાં નંબર વન બન્યું હતું. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ભારતે આ સફળતા મેળવી હતી. આ પછી વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ ટેસ્ટમાં અલગ જ સ્થાન હાંસલ કર્યું છે. કોહલીના નેતૃત્વમાં ભારત સતત ટોચ પર છે અને પોતાનું શાસન મજબૂત કરી રહ્યું છે.

આ પણ વાંચોઃ Ravindra Jadeja Birthday: સિક્યુરિટી ગાર્ડ પિતા ‘જડ્ડુ’ ને આર્મી ઓફિસરના યૂનિફોર્મમાં જોવા ઇચ્છતા હતા ને નસીબ થઇ ટીમ ઇન્ડિયાની જર્સી ! આજે દુનિયામાં ડંકો વગાડે છે

આ પણ વાંચોઃ Cricket: હાથ નહી પગ ઉંચા કરીને આપે છે વાઇડ ! ગોવિંદા સ્ટાઇલમાં ચોગ્ગો, જુઓ એવુ અંપાયરીંગ કે દિલ ખુશ થઇ જાય, માઇકલ વોન પણ ફીદા, Video

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">