IND vs NZ: ઝારખંડમાં રમાનારી ભારત અને ન્યુઝીલેન્ડ T20 મેચને લઇને સંકટ, 19 નવેમ્બર સુધી વરસાદની આગાહી

હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ રાજ્યમાં 20 નવેમ્બર સુધી વચ્ચે-વચ્ચે વરસાદની આગાહી કરી છે. આ કારણે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રાંચીમાં રમાનારી T20 મેચ પર અસર પડી શકે છે. ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચે 19 નવેમ્બરે રાંચીના JSCA સ્ટેડિયમમાં મેચ રમાવાની છે.

IND vs NZ: ઝારખંડમાં રમાનારી ભારત અને ન્યુઝીલેન્ડ T20 મેચને લઇને સંકટ, 19 નવેમ્બર સુધી વરસાદની આગાહી
Cricket Stadium
TV9 GUJARATI

| Edited By: Avnish Goswami

Nov 14, 2021 | 9:44 AM

ઝારખંડના ઘણા જિલ્લાઓમાં શનિવારથી જ વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અહીંનું જનજીવન પણ પ્રભાવિત થયું છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ રાજ્યમાં 20 નવેમ્બર સુધી વચ્ચે-વચ્ચે વરસાદની આગાહી કરી છે. આ કારણે ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચે રાંચીમાં રમાનારી T20 મેચ પર અસર પડી શકે છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 19 નવેમ્બરે રાંચીના JSCA સ્ટેડિયમમાં મેચ રમાવાની છે. મેચની ટિકિટોનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે. પરંતુ 19 નવેમ્બરે વરસાદની સંભાવનાને જોતા મેચ જોવાની તૈયારી કરી રહેલા ક્રિકેટ ચાહકો પરેશાન છે.

રાંચીમાં લાંબા સમય બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમાવા જઇ રહી છે. ત્યારે સ્થાનિક ક્રિકેટ ચાહકોને પણ નિરાશા મળી શકવાનુ સંકટ જોઇ રહ્યા છે. જે રીતે શનિવારે વરસાદ વરસ્યો હતો, તેને જોતા આવો જ માહોલ આગાહી મુજબ જળવાઇ રહેશે તો મેચમાં વિક્ષેપ સર્જાઇ શકે છે.

14-15ના રોજ રાજ્યભરમાં વરસાદની શક્યતા

ઝારખંડના હવામાનમાં આ ફેરફાર તમિલનાડુથી આવેલા વિક્ષોભને કારણે આવ્યો છે. શનિવારે દિવસભર વરસાદ પડ્યા બાદ રાત્રે પણ ધીમીધારે વરસાદ વરસ્યો હતો. રવિવાર સવારથી જ વાદળછાયું વાતાવરણ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 14 અને 15 નવેમ્બરે રાજ્યભરમાં વરસાદની સંભાવના છે. 16 થી 19 નવેમ્બર સુધી આકાશ વાદળછાયું રહેશે. જ્યારે રાજધાની રાંચીમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. વરસાદને કારણે હવામાનનું તાપમાન વધી શકે છે, જો કે તે પછી ઠંડી વધશે.

16 નવેમ્બરથી તાપમાનમાં ઘટાડો થશે

હવામાન વિભાગની આગાહી અનુસાર, રાંચી, ખુંટી, રામગઢ, હજારીબાગ, બોકારો, ગુમલા, સેરાકેલા-ખારસાવાન, પૂર્વ સિંઘભૂમ, પશ્ચિમ સિંહભૂમ અને સિમડેગામાં હળવા અને મધ્યમ વરસાદની સંભાવના છે. 16 નવેમ્બર બાદ વરસાદ બાદ રાજ્યમાં તાપમાનમાં ઘટાડો જોવા મળશે. જેના કારણે ઠંડીમાં વધારો થશે. 13 થી 15 નવેમ્બર સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ જોવા મળશે. 14 નવેમ્બરે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે. બીજી તરફ, 15 નવેમ્બરે રાજ્યના દક્ષિણ ભાગમાં હળવા અને મધ્યમ વરસાદની શક્યતા છે. 16 નવેમ્બરે હવામાન શુષ્ક રહેશે.

આ પણ વાંચોઃ WWE સ્ટાર જોન સિનાએ એમએસ ધોનીની તસ્વીર શેર કરીને ફેંન્સને પરેશાન કરી દીધા, ચાહકોએ લાઇક્સની લાઇન લગાવી દીધી

આ પણ વાંચોઃ T20 World Cup: બાળપણ ના બે મિત્રો એક સમયે સાથે ક્રિકેટ રમતા હતા, આજે વિશ્વકપ ટ્રોફી મેળવવા ‘દોસ્તી’ આમને-સામને ટકરાશે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati