IND vs IRE: હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા આયર્લેન્ડ જીતવા રવાના થઇ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

India vs Ireland: હાર્દિક પંડ્યા (Hardik Pandya) 26 જૂને ટીમ ઈન્ડિયા (Team India) ની કેપ્ટનશિપ કરતો જોવા મળશે. આયર્લેન્ડ સામે બે મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ રવિવારે રમાશે. ટીમમાં સૂર્યકુમાર યાદવની વાપસી થઈ છે.

IND vs IRE: હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા આયર્લેન્ડ જીતવા રવાના થઇ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Hardik Pandya (PC: Instagram)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2022 | 1:49 PM

રોહિત શર્મા (Rohit Sharma) ના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમ (Team India) ઈંગ્લેન્ડ સામે એજબેસ્ટન ખાતે રમાનારી ટેસ્ટની તૈયારી કરી રહી છે. તો બીજી તરફ હાર્દિક પંડ્યા (Hardik Pandya) ના નેતૃત્વમાં ટીમ આયર્લેન્ડ (Ireland Cricket) જવા રવાના થઈ ગઈ છે. ભારતે 26 જૂનથી આયર્લેન્ડ સામે બે મેચની T20 સીરીઝ રમવાની છે. જેમાં હાર્દિક પંડ્યા સુકાની બનવા જઈ રહ્યો છે.

સાઉથ આફ્રિકા સામેની ટી-20 સિરીઝ બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને 3 દિવસની રજા મળી હતી અને ત્યાર બાદ તમામ ખેલાડીઓ હવે મુંબઈથી આયર્લેન્ડ જવા રવાના થઈ ગયા છે. યુઝવેન્દ્ર ચહલે આયર્લેન્ડ જતા પહેલા ટ્વિટર પર એક ફોટો પોસ્ટ કર્યો છે. ઋતુરાજ ગાયકવાડ પણ ચહલ સાથે ફોટામાં છે. તમને જણાવી દઈએ કે આ સીરીઝમાં ટીમ ઈન્ડિયાના કોચ વીવીએસ લક્ષ્મણ હશે જે નેશનલ ક્રિકેટ એકેડમીના હેડ પણ છે.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

હાર્દિક પંડ્યા માટે આ ખાસ તક

હાર્દિક પંડ્યા ટી20 સીરીઝમાં ટીમ ઈન્ડિયાનો સુકાની હશે અને તેના માટે આ ખૂબ જ ખાસ પ્રસંગ હશે. હકીકતમાં 6 મહિના પહેલા સુધી હાર્દિક પંડ્યાનું ભવિષ્ય અંધકારમાં દેખાતું હતું. કારણ કે તે સતત ઇજાઓ સામે ઝઝૂમી રહ્યો હતો. પરંતુ IPL 2022 માં ગુજરાત ટાઇટન્સનો સુકાની બનતાની સાથે જ બધું બદલાઈ ગયું. પંડ્યાની કપ્તાનીમાં ગુજરાતે IPL જીતી હતી. આ પછી પંડ્યા ટીમ ઈન્ડિયામાં પાછો ફર્યો અને તેણે શાનદાર પ્રદર્શન કર્યું અને હવે તેને ટીમ ઈન્ડિયાની કમાન સોંપવામાં આવી છે.

આયરલેન્ડ ટી20 સીરિઝ માટે ભારતની ટીમઃ હાર્દિક પંડ્યા (સુકાની), દિનેશ કાર્તિક (વિકેટકીપર), ભુવનેશ્વર કુમાર, ઈશાન કિશન (વિકેટકીપર), હર્ષલ પટેલ, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), રાહુલ ત્રિપાઠી, દીપક હુડા, વેંકટેશ અય્યર, અક્ષર પટેલ, અવેશ ખાન, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ, ઋતુરાજ ગાયકવાડ, યુઝવેન્દ્ર ચહલ અને રવિન્દ્ર ચહલ.

આયરલેન્ડની ટીમઃ એન્ડ્રુ બાલ્બિર્ને, હેરી ટેક્ટર, જ્યોર્જ ડોકરેલ, ગેરેથ ડેલાની, પોલ સ્ટર્લિંગ, કર્ટિસ કેમ્ફર, સ્ટીફન ડાઉની, લોર્કન ટકર, માર્ક એડેર, કોનોર ઓલ્ફર્ટ, જોશુઆ લિટલ, એન્ડી મેકબ્રેઇલ, બેકી મેકકાર્થી અને ક્રેગ યંગ.

IRE vs IND કાર્યક્રમઃ

ભારત અને આયર્લેન્ડ વચ્ચે 26 જૂને બેલફાસ્ટમાં પ્રથમ T20 રમાશે. આ મેચ રાત્રે 9 વાગ્યાથી રમાશે.

બીજી T20 28 જૂને બેલફાસ્ટમાં જ રમાશે. આ મેચ રાત્રે 9 વાગ્યાથી રમાશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">