IND vs ENG: માન્ચેસ્ટરમાં રમાનારી 5મી ટેસ્ટ રદ થતાં બે દિગ્ગજ અંગ્રેજ પૂર્વ ક્રિકેટરોએ ઈંગ્લેન્ડ પર જ તીર તાક્યા, જાણો શું કહ્યું

ભારતીય ટીમ (Team India)માં કોરોના સંક્રમણ ફેલાવવાને લઈને પાંચમી ટેસ્ટ મેચને રદ કરી દેવામાં આવી હતી. જેના બાદ BCCIએ કહ્યું હતુ કે તે ECB સાથે બાદમાં મેચને આયોજન કરવાને લઈ ચર્ચા કરી રહ્યા છે.

IND vs ENG: માન્ચેસ્ટરમાં રમાનારી 5મી ટેસ્ટ રદ થતાં બે દિગ્ગજ અંગ્રેજ પૂર્વ ક્રિકેટરોએ ઈંગ્લેન્ડ પર જ તીર તાક્યા, જાણો શું કહ્યું
Manchester, old trafford Ground
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2021 | 11:21 AM

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચેની ટેસ્ટ શ્રેણીની છેલ્લી અને પાંચમી ટેસ્ટ મેચ આજથી માન્ચેસ્ટરમાં રમાવાની હતી. પરંતુ ટીમ ઈન્ડીયામાં કોરોના સંક્રમણને કારણે આ મેચ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. BCCIએ કહ્યું છે કે તે ECB સાથે આ મેચ બાદમાં કરવા અંગે ચર્ચા કરશે. મેચ શરૂ થવાના થોડા સમય પહેલા સમાચાર આવ્યા કે આ મેચ નહીં થઈ શકે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

ભારત આ શ્રેણીમાં 2-1થી આગળ છે. આ મેચ દ્વારા શ્રેણીનો નિર્ણય લેવામાં આવ્યો હોત, પરંતુ હવે આ માટે રાહ જોવી વધી ગઈ છે. મેચ રદ થયાના સમાચાર બાદ અનેક દિગ્ગજોની પ્રતિક્રિયાઓ સામે આવી છે. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોને (Michael Vaughan) પોતાની જ ટીમ પર કટાક્ષ કર્યો છે.

વોને ઈંગ્લેન્ડના દક્ષિણ આફ્રિકા પ્રવાસને યાદ કર્યો અને એક ટ્વીટ દ્વારા ઈંગ્લિશ ટીમની મજા લઈ લીધી. વોને ટ્વીટ કર્યું, ભારતે ઈંગ્લીશ ક્રિકેટને નિરાશ કર્યું ! પરંતુ ઈંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકા ક્રિકેટને નિરાશ કર્યું હતુ ! ઈઁગ્લેન્ડે ગયા વર્ષે દક્ષિણ આફ્રિકાના પ્રવાસની મધ્યમાં વનડે શ્રેણી છોડી દીધી હતી. કારણ કે તેમના કેમ્પમાં કોવિડ 19ના કેસ નોંધાયા હતા. વોને આ તરફ ઈશારો કરતા ટ્વીટ કર્યું હતુ.

કેવિન પીટરસને પણ લીધી મજા

વોન સિવાય ઈંગ્લેન્ડના અન્ય એક ભૂતપૂર્વ કેપ્ટને તેમની ટીમને સલાહ આપી છે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને પણ ટ્વીટ કરીને ઈંગ્લેન્ડના દક્ષિણ આફ્રિકા પ્રવાસને યાદ કર્યો છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું, ઈંગ્લેન્ડે કોવિડના ડરથી દક્ષિણ આફ્રિકા છોડી દીધું અને આનાથી CSAને ઘણી મુશ્કેલી પડી, તેથી કોઈની સામે આંગળી ચીંધશો નહીં.

બાદમાં રમાઈ શકે છે મેચ

મેચની શરૂઆત પહેલા સમાચાર હતા કે આ મેચ આજથી એટલે કે શુક્રવારથી શરૂ થઈ શકતી નથી. પરંતુ બાદમાં BCCI અને ECBએ પરસ્પર સંમતિથી આ મેચ રદ કરવાનો નિર્ણય કર્યો હતો. ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા કેમ્પમાં કોરોનાના વધતા કેસોને જોતા ટીમ ઈન્ડીયાએ મેદાન પર ઉતરવાનો ઈનકાર કર્યો હતો. ત્યારબાદ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટ મેચ સ્થગિત કરવી પડી હતી.

ટીમ ઈન્ડીયાએ છેલ્લે વર્ષ 2007માં ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી જીતી હતી. BCCIએ હવે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે તે પછીના તબક્કે આ મેચનું આયોજન કરવા માટે ઈંગ્લીશ બોર્ડ સાથે કામ કરશે. BCCIએ કહ્યું કે બંને બોર્ડ ખેલાડીઓની સુરક્ષા સાથે સમાધાન કર્યા વગર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રદ થયેલી પાંચમી ટેસ્ટનું ફરીથી આયોજન કરવા માટે કામ કરશે.

ટીમ ઈન્ડીયામાં કોરોનાનો પ્રવેશ

ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી સૌ પ્રથમ કોવિડ -19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. ચોથી ટેસ્ટ મેચના છેલ્લા દિવસે તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમની સાથે બોલિંગ કોચ ભરત અરુણ, ફિલ્ડિંગ કોચ આર. શ્રીધર અને ફિઝિયો નીતિન પટેલને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા. આ પછી ભરત અને શ્રીધરના ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યા. ત્યારબાદ ટીમના બીજા ફિઝિયો યોગેશ પરમાર પણ કોવિડની ઝપેટમાં આવ્યા હતા.

આ પણ વાંચો: T20 World Cup: ધોનીને ટીમ ઇન્ડીયાના મેન્ટર બનાવવા પર ગૌતમ ગંભીરે બતાવ્યુ કારણ, કહ્યુ-કેમ મળી છે ધોનીને આ જવાબદારી

આ પણ વાંચો: Afghanistan: રાશિદ ખાને કેપ્ટનશીપ છોડી દેતા હાંફળા ફાંફળા બનેલા અફઘાનિસ્તાન બોર્ડે આ ક્રિકેટરને કેપ્ટન બનાવી દીધો!

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">