Mohammed Shami કરોડોની કમાણી કરીને પણ કેમ પહેરે છે ફાટેલા શૂઝ? આ કારણ છે તેની મજબૂરી

મોહમ્મદ શમી (Mohammed Shami) એ ઈંગ્લેન્ડ સામેની એજબેસ્ટન ટેસ્ટ (Edgbaston Test) માં તેના ઘાતક બોલથી બેટ્સમેનોને દંગ કરી દીધા હતા, પરંતુ તેના બોલ સિવાય તેના જૂતાએ પણ બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

Mohammed Shami કરોડોની કમાણી કરીને પણ કેમ પહેરે છે ફાટેલા શૂઝ? આ કારણ છે તેની મજબૂરી
Mohammed Shami નો શૂઝ ફાટી જતા બદલવો પડ્યો હતો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2022 | 10:54 AM

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી (Mohammed Shami)એજબેસ્ટન ટેસ્ટ (Edgbaston Test) ના બીજા અને ત્રીજા દિવસે પોતાની ધારદાર બોલીંગ વડે ઈંગ્લેન્ડના બેટ્સમેની હાલત મુશ્કેલ કરી દીધી હતી. શમીને ઇનિંગ્સમાં માત્ર બે વિકેટ મળી હતી, પરંતુ તેના બોલનો સામનો કરવો એ ઇંગ્લેન્ડના બેટ્સમેનો માટે સૌથી મોટો પડકાર હતો. શમીના બોલે ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ના ચાહકોને જેટલા પ્રભાવિત કર્યા તેટલા જ તેના શૂઝની હાલત જોઈને ચોંકી ગયા. બોલિંગ કરતી વખતે શમીના એક પગના શૂઝમાં આગળના ભાગમાં મોટું કાણું પડી ગયું હતું, જેનાથી ઘણા લોકોના મનમાં પ્રશ્ન ઊભો થયો હતો કે ખૂબ કમાણી કરનાર ભારતીય ફાસ્ટ બોલરને આવા જૂતા કેમ પહેરવા પડે છે? આ માટેનુ કારણ કંઈક અલગ છે. જે ઝડપી બોલરો માટે આમ તો સામાન્ય છે.

એજબેસ્ટનમાં શૂઝની થઈ ખરાબ હાલત

એજબેસ્ટન ટેસ્ટના ત્રીજા દિવસે શમી જબરદસ્ત બોલિંગ કરી રહ્યો હતો, પરંતુ આ દરમિયાન તેને પોતાના જૂતા બદલવા પડ્યા હતા. શમીનો એક પગનો શૂઝ આગળથી સંપૂર્ણપણે ફાટી ગયો હતો, જેના કારણે તેને તેના નવા શૂઝ લેવા પડ્યા હતા. આનાથી બધાને આશ્ચર્ય થયું. શમીનો એક શૂઝ ફાટી જવાનુ કારણ એ કે તેના શૂઝના આગળના ભાગમાં પહેલેથી જ એક છિદ્ર હતું, જે કાંણું તે સમયે મેચમાં સંપૂર્ણ રીતે ખુલી ગયું. હવે ફરી એ જ પ્રશ્ન કે આ કાણું કેમ હતું? તો જવાબ આગળની કેટલીક પંક્તિઓમાં છે.

આ કારણથી પહેરે છે ફાટેલા શૂઝ

વાસ્તવમાં, શમીના બંને પગના શૂઝમાં નહીં, પરંતુ માત્ર ડાબા પગમાં જ કાણું રાખેલુ છે, જેનું કારણ તેની બોલિંગને લઈને છે. અનુભવી જમણા હાથના પેસરો મોટેભાગે દરેક મેચમાં આ પ્રકારના શૂઝ પહેરતા હોય છે, જેમાં ડાબા પગના જૂતાને આગળના ભાગમાં છિદ્ર હોય છે. વાસ્તવમાં તેનું મોટું કારણ શમીની બોલિંગ એક્શન છે. જ્યારે શમી તેના રન-અપમાં બોલ ફેંકતા પહેલા હળવો ઉછળે છે અને પછી ક્રિઝ પર આવે છે, ત્યારે લેન્ડિંગ સમયે તેનો ડાબો પગ આગળ રહે છે.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

શમીની બોલિંગ એક્શન એવી છે કે જ્યારે તેનો ડાબો પગ ઉતરે છે ત્યારે તેનો અંગૂઠો પણ ઝડપથી આગળ આવે છે. હવે બંધ જૂતામાં તેને નિશ્ચિત જગ્યાથી આગળ આવવાની જગ્યા મળતી નથી, તેથી અંગૂઠાની જગ્યાએ જૂતામાં એક મોટું કાણું કરવામાં આવે છે, જેથી લેન્ડિંગ વખતે અંગૂઠાને ખુલ્લી જગ્યા મળી શકે.

બોલરોમાં આ જુગાડનો ટ્રેન્ડ છે

જૂતામાં આવું કાણું કરવાથી અંગૂઠાને મોકળાશ મળે છે, જેના કારણે પગ પર કોઈ વધારાનું દબાણ નથી પડતું અને ઈજા થવાનું જોખમ ઘટી જાય છે. શમી આવું કરનાર પ્રથમ અથવા એકમાત્ર બોલર નથી, પરંતુ વિશ્વ ક્રિકેટમાં ઝડપી બોલરોમાં તે ખૂબ જ સામાન્ય વલણ છે. ઘણા વર્ષોથી, જે ખેલાડીઓ વધુ ઝડપે બોલિંગ કરે છે તેઓ આ જુગાડનો ઉપયોગ કરતા રહે છે.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">