IND vs ENG: ટીમ ઈન્ડીયાની કંગાળ રમત, ટોસ જીતી પ્રથમ બેટીંગ કરતા 78 રનમાં જ ટીમ સમેટાઈ ગઈ

ભારતીય ટીમ આમ તો 1-0ની લીડને વધુ મજબૂત કરવા સાથે મેદાને ઉતરી હતી. પરંતુ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરનાર વિરાટ સેના પુરા બે આંકડાના સ્કોર પર જ સમેટાઈ ગઈ હતી.

IND vs ENG: ટીમ ઈન્ડીયાની કંગાળ રમત, ટોસ જીતી પ્રથમ બેટીંગ કરતા 78 રનમાં જ ટીમ સમેટાઈ ગઈ
Rohit Sharma

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે આજે લીડઝના હેડિંગ્લેમાં ત્રીજી ટેસ્ટ મેચની શરૂઆત થઈ હતી. વિરાટ કોહલી (Virat Kohli)એ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. તેણે ઓછા ઘાસ વાળી પીચને જોઈને પ્રથમ બેટીંગ પસંદ કરવાની રણનીતિ અપનાવી હતી. પરંતુ ભારતીય ટોપ ઓર્ડરની નિષ્ફળતાને લઈને ભારતીય ટીમ (Team India) શરમજનક સ્કોર પર જ સમેટાઈ ગઈ હતી. ઈંગ્લેન્ડના જેમ્સ એન્ડરસને ટોપ ઓર્ડરને ઝડપથી પેવેલિયન પરત મોકલ્યો હતો.

 

 

ભારતીય ટીમ માત્ર 78 રન પર જ સમેટાઈ ગઈ હતી. કંગાળ રમતના પરિણામે 100ના આંકડે પણ ટીમ પહોંચી શકી નહોતી. માત્ર 40.4 ઓવરમાં જ ભારતીય ટીમ સમેટાઈ ગઈ હતી. 78 પૈકી 16 રન તો ભારતીય ટીમના ખાતામાં એકસ્ટ્રાના રુપમાં આવ્યા હતા. જ્યારે રોહિત અને રહાણે એમ બે જ બેટ્સમેન બેકી આંકડાનો સ્કોર કરી શક્યા હતા. દિવસના બીજા સેશનમાં જ ટીમની રમત પુરી થઈ ગઈ હતી.

 

 

ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. કે એલ રાહુલ અને રોહિત શર્મા બેટીંગ કરવા માટે ઓપનીંગ જોડીના રુપમાં ક્રિઝ પર ઉતરી હતી. ભારતીય ટીમની શરુઆત ખરાબ રહી હતી. પહેલા કેએલ રાહુલના રુપમાં ઝડપથી પ્રથમ વિકેટ ગુમાવી હતી. બાદમાં ચેતેશ્વર પુજારાના રુપમાં ભારતે વિકેટ ગુમાવી હતી. આમ એક બાદ એક બંને વિકેટ ભારતે 4 રનના સ્કોર પર જ ગુમાવી દેતા મુશ્કેલ સ્થિતી સર્જાઈ હતી. પુજારા માત્ર 1 રન કરી ને જ આઉટ થયો હતો. જ્યારે રાહુલ ખાતુ ખોલાવ્યા વિના જ આઉટ થયો હતો.

 

માત્ર રોહિત-રહાણે બેકી આંકે પહોંચ્યા

ત્રીજી વિકેટના રુપમાં વિરાટ કોહલી આઉટ થયો હતો. તે માત્ર 7 રન કરીને જ વિકેટ ગુમાવી બેઠો હતો. અજીંક્ય રહાણે 18 રન કરીને આઉટ થયો હતો. તે 54 બોલનો સામનો કરી ક્રિઝ પર ટકવા પ્રયાસ કરી રહ્યો હતો. ઋષભ પંત 9 બોલમાં 2 રન કરી આઉટ થયો હતો. રોહિત શર્મા 105 બોલનો સામનો કરી 19 રન રમત રમી હતી. શર્માએ ટીમ વતી સૌથી વધુ રન બનાવ્યા હતા અને લાંબો સમય ક્રિઝ પર ટકી રહ્યો હતો. આમ રોહિત અને રહાણે જ બેકી આંકની રમત રમી શક્યા હતા.

4 વિકેટ 67 રનના સ્કોર પર ગુમાવી

67 સ્કોર પર રોહિત શર્માના આઉટ થવા બાદ મોહમંદ શામી, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ આઉટ થયા હતા. આમ ચાર વિકેટ સ્કોર બોર્ડને એક પણ રનથી આગળ વધાર્યા વિના જ ગુમાવી દીધી હતી. શામી અને બુમરાહ શૂન્ય પર આઉટ થયા હતા. જાડેજાએ 4 અને સિરાજે 3 રન કર્યા હતા. ઈશાંત શર્મા એક બાઉન્ટ્રી સાથે 8 રન કરીને અણનમ રહ્યો હતો.

 

એન્ડરસન ઓવર્ટ ભારે પડ્યા

ઈંગ્લેન્ડ તરફથી એન્ડરસને ભારતીય ટીમની મુશ્કેલીઓને શરુ કરી હતી. એન્ડરસને શરુઆતમાં જ એક બાદ એક ત્રણ ટોપ ઓર્ડરની વિકેટ ઝડપી હતી. એન઼્ડરસને 3 વિકેટ 6 રન આપીને ઝડપી હતી. જ્યારે ક્રેગ ઓવર્ટને 14 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. રોબિન્સન અને સેમ કરને 2-2 વિકેટ ઝડપી હતી.

 

આ પણ વાંચોઃ IND vs ENG: ઈંગ્લેન્ડના ઝડપી બોલર જેમ્સ એન્ડરસન સામે ટીમ ઈન્ડીયાના દિગ્ગજોનો દમ નિકળી ગયો

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati