IND vs ENG: ઋષભ પંતને લઇ સૌરવ ગાંગુલીએ સ્પષ્ટ કર્યો પોતાનો મત, પંતના સ્વાસ્થ્યને લઇ આપી અપડેટ

ઋષભ પંતે (Rishabh Pant) ત્રણ સપ્તાહની મળેલી રજાઓ દરમ્યાન મન મુકીને મજા માણી હતી. બીસીસીઆઇ તરફથી ના કહેવા છતાં પણ ભીડ ધરાવતા ફુટબોલ સ્ટેડિયમમાં માસ્ક વિના જ મેચનો આનંદ માણ્યો હતો.

IND vs ENG: ઋષભ પંતને લઇ સૌરવ ગાંગુલીએ સ્પષ્ટ કર્યો પોતાનો મત, પંતના સ્વાસ્થ્યને લઇ આપી અપડેટ
Sourav Ganguly-Rishabh Pant
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2021 | 1:01 PM

ભારતીય ટીમ (Team India) થી લઇને BCCI માટે આવનારા ત્રણથી ચાર મહિના ખૂબ જ વ્યસ્ત રહેનારા છે. ઇંગ્લેંન્ડ પ્રવાસ બાદ IPL 2021 અને T20 વિશ્વકપ રમનારા છે. આ ઉપરાંત શ્રીલંકા પ્રવાસ દરમ્યાન 2 શ્રેણી રમાનારી છે. T20 વિશ્વકપ અને IPL 2021 ના બીજા તબક્કાનુ આયોજન BCCI એ કરવાનુ છે. આમ અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) માટે ખૂબ વ્યસ્ત શિડ્યૂલ છે. તો ઇંગ્લેન્ડ પ્રવાસે રહેલ ટીમ ઇન્ડીયામાં કોરોના (COVID-19) પ્રવેશ કરી ચુક્યો છે. ઋષભ પંત (Rishabh Pant) કોરોના પોઝિટિવ જણાયો હતો.

ઋષભ પંતને કોરોના સંક્રમણ થવાને લઇને, તેના દ્વારા રાખવામાં આવેલી ભૂલોને જવાબદાર ઠેરવવામા આવી રહી છે. ઋષભ પંત વેમ્બલીમાં મિત્રો સાથે ફુટબોલ મેચ જોવા માટે ગયો હતો. ત્રણ સપ્તાહ માટે ટીમ ઇન્ડીયાને ઇંગ્લેન્ડ પ્રવાસ દરમ્યાન રજાઓ આપવામાં આવી હતી. આ દરમ્યાન પંત યૂરો 2020 મેચ જોવા માટે પહોંચ્યો હતો. જે ખૂબ જ ભીડ ભાડ ધરાવતુ સ્થળ હતુ. બીસીસીઆઇ દ્વારા ભીડથી દૂર રહેવા માટે સલાહ આપવામાં આવી હતી. આ દરમ્યાન ક્ષતીઓ જોવા મળી હતી.

વળી પંતે, ભીડ વાળા સ્થળનો માહોલ તો માણ્યો હતો, પરંતુ માસ્ક વિના જ મેચ જોતો હતો. જેને લઇ તેની તસ્વીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી હતી. જોકે એ વાત પણ ચોક્કસ નથી કે પંતને કોરોના સંક્રમણ સ્ટેડિયમમાં મેચ જોવાને લઇ જ થયુ છે. જોકે બીસીસીઆઇ અધ્યક્ષે આ મામલે પોતાનો મત સ્પષ્ટ કર્યો હતો.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

ઋષભ પંતનો કર્યો બચાવ

મીડિયા રિપોર્ટનુસાર ગાંગુલીને સવાલ કરવામાં આવ્યો હતો કે, અનેક ખેલાડીઓ માસ્ક વિના જ ઇંગ્લેન્ડમાં ફરતો જોવા મળી રહ્યા હતા. તેઓએ સાવધાની રાખવી જરુરી નહોતી, એવા સવાલને લઇને ગાંગુલીએ પંતનો બચાવ કરતો જવાબ આપ્યો હતો. ગાંગુલીએ કહ્યુ, ઇંગ્લેન્ડમાં વિમ્બલ્ડન અને યૂરો ચેમ્પિયનશીપ થઇ હતી. નિયમ બદલાઇ ચુક્યા હતા. જેમાં ફેન્સને સ્ટેડિયમમાં જવાની પરવાનગી હતી. ભારતીય ખેલાડીઓ રજાઓ પર હતા. ફિઝીકલી દરેક પળે માસ્ક પહેરવુ થોડુ અસંભવ છે.

પંતને લઇ અપડેટ

સૌરવ ગાંગુલીએ વિના માસ્ક પહેરીને મેચનો આનંદ ઉઠાવારા ઋષભ પંતનો બચાવ કર્યો હતો. સાથે જ તેના સ્વાસ્થ્યને લઇને પણ અપડેટ આપ્યુ હતુ. ગાંગુલી એ પંતના સંક્રમણને લઈ ચિંતીત હોવા અંગેના સવાલનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, બીલકુલ નહી. કારણ કે હવે તે વધારે સારો છે.

આ પણ વાંચોઃ WI vs AUS: વિરાટ કોહલીના રેકોર્ડને આરોન ફિંચે તોડ્યો, T20 ક્રિકેટમાં સૌથી વધુ રનમાં ફિંચ આગળ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">