ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતે શાનદાર રમત દર્શાવી હતી. પાંચ મેચોની શ્રેણીમાંથી માત્ર ચાર મેચ રમી શક્યા હતા પરંતુ ભારતે આ ચારમાંથી બે ટેસ્ટ જીતી હતી. આ શ્રેણીમાં રોહિત શર્માનું બેટ ભારત માટે ખૂબ ખૂલ્યુ હતું. તેના સિવાય અન્ય ઘણા બેટ્સમેનોએ પણ ઘણા રન બનાવ્યા હતા.
1 / 6
રોહિત શર્માએ આ શ્રેણીમાં શાનદાર રમત બતાવી હતી. તેણે ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 8 ઇનિંગ્સમાં 52.57 ની સરેરાશથી 368 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી બે અડધી સદી પણ નીકળી હતી. જોકે, શ્રેણીમાં સૌથી વધુ રન ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટના બેટમાંથી આવ્યા હતા, જેમણે 564 રન બનાવ્યા હતા.
2 / 6
ભારત માટે સૌથી વધુ વ્યક્તિગત સ્કોર ઓપનર કેએલ રાહુલનો હતો. રાહુલે ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સમાં 129 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં 12 ચોગ્ગા અને એક છગ્ગો સામેલ હતો. તે જ સમયે, શ્રેણીમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર પણ જો રૂટનો રહ્યો છે. તેણે પ્રથમ ટેસ્ટમાં 180 રનની અણનમ ઇનિંગ રમી હતી.
3 / 6
ભારત તરફથી માત્ર બે ખેલાડીઓ જ સદી ફટકારી શક્યા હતા. કેએલ રાહુલ અને રોહિત શર્મા. ઓપનર રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામે ઓવલ ટેસ્ટમાં 127 રન બનાવ્યા હતા. આ શ્રેણીમાં રોહિતની સરેરાશ 52.57 પણ ભારતમાં સૌથી વધુ હતી.
4 / 6
અડધી સદીની વાત કરીએ તો ત્રણ સ્ટાર બેટ્સમેનો આ બાબતમાં બરાબરી પર રહ્યા હતા. રોહિત શર્મા ઉપરાંત ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શાર્દુલ ઠાકુરે બે-બે અડધી સદી ફટકારી હતી. જ્યારે ઇંગ્લેન્ડ તરફથી હસીબ હમીદ અને રોરી બર્ન્સે પણ બે-બે અડધી સદી ફટકારી હતી.
5 / 6
ભારતીય ટીમે ચાર ટેસ્ટ મેચો પૈકી 2 ટેસ્ટ મેચમાં જીત મેળવી હતી. જેમાં લોર્ડઝ અને ઓવલની ટેસ્ટ મેચ ભારતીય ટીમે શાનદાર રીતે જીતી લીધી હતી. સિરીઝની પ્રથમ મેચ વરસાદને લઇને પરિણામ વિના પૂર્ણ થઇ હતી.