IND vs ENG: લોર્ડ્સ ટેસ્ટમાં અચાનક બદલાયો ટીમ ઈન્ડિયાનો કેપ્ટન, ગિલની જગ્યાએ રાહુલે કરી કપ્તાની, જાણો કેમ
લોર્ડ્સ ટેસ્ટ મેચના પહેલા દિવસે કેએલ રાહુલને થોડા સમય માટે ટીમ ઈન્ડિયાની કમાન પોતાના હાથમાં લેવી પડી. આ બધું દિવસના છેલ્લા સત્રમાં થયું, જ્યારે અચાનક કેપ્ટન શુભમન ગિલને મેદાન છોડીને જવું પડ્યું. પણ આવી પરિસ્થિતિ કેમ ઊભી થઈ?

ટીમ ઈન્ડિયાના નવા કેપ્ટન શુભમન ગિલે અત્યાર સુધી ઈંગ્લેન્ડ પ્રવાસ પર સતત પ્રભાવિત કર્યા છે. ભલે તેણે હારથી શરૂઆત કરી હોય, પણ ગિલે આગામી મેચમાં જીત સાથે શ્રેણીમાં પોતાના સ્કોરની બરાબરી કરી. તે બેટિંગમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે, સાથે જ ધીમે-ધીમે કેપ્ટનશીપમાં પણ સુધારો કરી રહ્યો છે. પરંતુ લોર્ડ્સ ટેસ્ટ મેચ દરમિયાન કંઈક એવું બન્યું કે કેએલ રાહુલને તેની જગ્યાએ ટીમ ઈન્ડિયાની કમાન સંભાળવી પડી. પણ આવું કેમ થયું?
લોર્ડ્સમાં કેએલ રાહુલ બન્યો કેપ્ટન
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ ગુરુવાર, 10 જુલાઈના રોજ લોર્ડ્સ ખાતે શરૂ થઈ. છેલ્લી બે મેચમાં પહેલા બેટિંગ કરનારી ટીમ ઈન્ડિયાને આ વખતે ફિલ્ડિંગથી શરૂઆત કરવી પડી. મેચની શરૂઆતથી જ કેપ્ટન ગિલ ટીમની કપ્તાની કરી રહ્યો હતો. પરંતુ ત્રીજા સત્રમાં કંઈક એવું બન્યું, જેના કારણે ઓપનર કેએલ રાહુલને ગિલની જગ્યાએ ટીમની કમાન સંભાળવી પડી.
શુભમન બહાર ગયો, રાહુલે કરી કપ્તાની
ખરેખર, ત્રીજા સત્રમાં થોડો સમય રમ્યા પછી, શુભમન ગિલને અચાનક મેદાન છોડવું પડ્યું. જોકે તે થોડીવાર પછી મેદાનમાં પાછો ફર્યો, પરંતુ આવા સમયે રાહુલ ટીમનો કેપ્ટન બની ગયો હતો અને આ સમય દરમિયાન જે પણ નિર્ણયો લેવામાં આવ્યા તે કેએલ રાહુલે લીધા હતા. પરંતુ આનું બીજું કારણ હતું.
કેપ્ટન-વાઈસ કેપ્ટન બંને બહાર
ખરેખર, ગિલના બહાર જવાની સ્થિતિમાં, આ જવાબદારી વાઈસ કેપ્ટન રિષભ પંતના હાથમાં આવવાની હતી, પરંતુ પંત પોતે બીજા સત્રમાં ઘાયલ થઈ ગયો અને મેદાનની બહાર ગયો અને તે પછી મેદાનમાં પાછો ફર્યો નહીં. આવી સ્થિતિમાં, ટીમના સિનિયર બેટ્સમેન રાહુલને કમાન સોંપવામાં આવી, જે પહેલા પણ કેપ્ટનશીપ કરી ચૂક્યો છે.
પંતની ઈજા અંગે શું અપડેટ છે?
પંતની ઈજા વિશે વાત કરીએ તો, બીજા સત્રમાં જસપ્રીત બુમરાહનો બોલ રોકતી વખતે તેની ડાબી આંગળીમાં ઈજા થઈ હતી. પંતે ડાઈવ કરીને બોલ રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે તેમ કરી શક્યો નહીં. આ પછી થોડી વારમાં જ તે મેદાન છોડીને ચાલ્યો ગયો. અપડેટ આપતાં, BCCIએ કહ્યું કે મેડિકલ ટીમ પંતની સ્થિતિ પર નજર રાખી રહી છે. તેના સ્થાને, ધ્રુવ જુરેલે બાકીના દિવસ માટે વિકેટકીપિંગની જવાબદારી સંભાળી રહ્યો છે. આ દરમિયાન, ધ્રુવ જુરેલે રવીન્દ્ર જાડેજાના બોલ પર એક શાનદાર કેચ પણ લીધો હતો.
આ પણ વાંચો: IND vs ENG : બાગુન્ડી રા માવા… શુભમન ગિલે નીતિશ રેડ્ડીને તેલુગુમાં જે કહ્યું તેનો અર્થ શું છે?
