IND vs ENG: જસપ્રીત બુમરાહ શ્રેષ્ઠ છે? એવો સવાલ પૂછાતા જ ઈંગ્લેન્ડનો કેપ્ટન માથુ ખંજવાળતો થઈ ગયો! આખરે આમ જવાબ વાળ્યો-Video

ભારત સામે રમાયેલી પ્રથમ વનડે મેચમાં ઈંગ્લેન્ડને ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો હતો અને તેનું મુખ્ય કારણ ભારતનો ઝડપી બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) હતો.

IND vs ENG: જસપ્રીત બુમરાહ શ્રેષ્ઠ છે? એવો સવાલ પૂછાતા જ ઈંગ્લેન્ડનો કેપ્ટન માથુ ખંજવાળતો થઈ ગયો! આખરે આમ જવાબ વાળ્યો-Video
Jos Buttler ને જસપ્રીત બુમરાહની બોલીંગને લઈ સવાલ કરાયો હતો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2022 | 9:13 PM

ઈયોન મોર્ગન ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્ત થયા બાદ જોસ બટલર (Jos Buttler) ને ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ મળી. બટલરનો સુકાનીપદ તરીકેનો કાર્યકાળ સારી રીતે શરૂ થયો ન હતો. પહેલા તેણે ઈંગ્લેન્ડને ટી-20 માં ભારતના (Indian Cricket Team) હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. બાદમાં હવે વનડે શ્રેણીની શરૂઆતમાં પણ તેનો ભારતીય ટીમ સામે પરાજય થયો હતો. બટલરને પ્રથમ ODI પછી પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોનો સામનો કરવો પડ્યો હતો. અહીં તેણે તમામ પ્રશ્નોના જવાબ નમ્રતાથી આપ્યા હતા, પરંતુ ઈંગ્લેન્ડનો નવો કેપ્ટન ભારતના પત્રકાર દ્વારા પૂછવામાં આવેલા સવાલ પર અટકી ગયો હતો. જોકે બટલર તેના શાંત સ્વભાવ માટે જાણીતો છે. મેદાન પર હોય કે બહાર, તે શાંત રહે છે અને તે જ રીતે, બટલરે શાંત રહીને આ પ્રશ્નનો જવાબ આપ્યો અને પ્રશ્નનો અંત કર્યો. આ સવાલ ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) વિશે હતો.

બુમરાહે પ્રથમ વનડેમાં ઈંગ્લેન્ડના છ બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા અને તેના કારણે ઈંગ્લેન્ડની ટીમ માત્ર 110 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે આ મેચ 10 વિકેટે સરળતાથી જીતી લીધી હતી.

બુમરાહ સર્વશ્રેષ્ઠ છે?

પત્રકારે બટલરને એક પ્રશ્ન પૂછ્યો અને કહ્યું, “કોમેન્ટ્રી કરતી વખતે નાસિર હુસૈને કહ્યું હતું કે શું ત્રણેય ફોર્મેટમાં જસપ્રીત બુમરાહથી સારો કોઈ બોલર છે? આ અંગે તમારું શું વલણ છે?”

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

આ પ્રશ્નના જવાબમાં બટલરે કહ્યું, “તેમાં કોઈ શંકા નથી કે તે એક મહાન બોલર છે. તે ઘણા વર્ષોથી વિશ્વના ટોચના બોલરોમાંથી એક છે. એવું લાગે છે કે તે આગળ વધી રહ્યો છે. ભારત સામે રમતા આ એક મોટો પડકાર છે. તમારે ઘણા મહાન બોલરો અને બેટ્સમેનોનો સામનો કરવો પડશે. તમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માંગો છો કારણ કે તમે શ્રેષ્ઠ ખેલાડીઓ સાથે રમી શકો છો. તેમાં કોઈ શંકા નથી કે તે સર્વશ્રેષ્ઠ બોલરોમાંથી એક છે અને ગુરુવારે અમે ફરી એકવાર તેનો સામનો કરવા માટે તૈયાર છીએ અને તેને પાર કરવાનો પ્રયાસ કરીશું.

રિપોર્ટરે ફરી પ્રશ્ન પૂછ્યો

જો કે બટલરના જવાબથી રિપોર્ટર સંતુષ્ટ થયો ન હતો અને તેણે ફરીથી પ્રશ્ન પૂછ્યો, કે તમે મારા પ્રશ્નનો જવાબ આપ્યો નથી. બુમરાહ સર્વશ્રેષ્ઠ છે કે શ્રેષ્ઠ બોલરોમાંથી એક? આના પર બટલરે કહ્યું, તમે નક્કી કરો. ઓવલમાં રમાયેલી પ્રથમ વનડેમાં બુમરાહે 7.2 ઓવર નાંખી અને 19 રન આપીને છ વિકેટ લીધી. આ મેચમાં તેણે જેસન રોય, જોની બેયરિસ્ટો, જો રૂટ, લિયામ લિવિંગ્સ્ટન, ડેવિડ વિલી, બાયર્ડન કાર્સને પેવેલિયનમાં કર્યા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">