IND vs ENG: ભારતનો ટોપ ઓર્ડર નિષ્ફળ રહેતા ચોથા દિવસે 181 રન જ કરી શકાયા, રહાણેનું અર્ધર્શતક

ભારતીય ટીમના બોલરો ત્રીજા દિવસે ઇંગ્લેન્ડને આગળ વધતુ રોકવામાં નિષ્ફળ રહ્યા તો, ચોથા દિવસે બેટ્સમેનો રમતને આગળ વધારવામાં નબળા રહ્યા. મહત્વના ખેલાડીઓ ઝડપ થી પેવિલિયન પરત ફરતા મુશ્કેલ સ્થિતી સર્જી.

IND vs ENG: ભારતનો ટોપ ઓર્ડર નિષ્ફળ રહેતા ચોથા દિવસે 181 રન જ કરી શકાયા, રહાણેનું અર્ધર્શતક
Ajinkya Rahane
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2021 | 11:15 PM

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચેની લોર્ડ ટેસ્ટ (Lords Test) મેચની ચોથા દિવસની રમત રવિવારે રમાઇ હતી. ભારતીય ટીમ (Team India) ની બીજી બેટીંગ ઇનીંગ દરમ્યાન ઇંગ્લેન્ડ સામે પડકાર રાખવાની રમત રમાઇ રહી છે. ભારતીય ટીમ પ્રથમ બેટીંગ ઇનીંગના અંતે ઇંગ્લેન્ડ કરતા 27 રન થી પાછળ હતી. ચોથા દિવસની રમતના અંતે ભારતીય ટીમે બીજી ઇનીંગમાં 181 રન 6 વિકેટ ગુમાવી ને કર્યા હતા. દીવસભરની રમત બાદ પણ 200 ના આંકને પાર કરી શકાયો નહોતો.

ચોથા દિવસની રમતની શરુઆત કેએલ રાહુલ (KL Rahul) અને રોહિત શર્મા ( Rohit Sharma) એ કરી હતી. ભારતીય ટીમે 27 રનની ઇંગ્લેન્ડની સરસાઇને પાર કરવાની હતી. જે દરમ્યાન રાહુલની વિકેટ ગુમાવી હતી. ભારતે પ્રથમ વિકેટ 18 રને જ ગુમાવી હતી. રાહુલે 30 બોલમાં 5 રન કર્યા હતા. ત્યાર બાદ રોહિત શર્માની વિકેટ 27 રનના સ્કોર પર બીજી વિકેટના રુપમાં ગુમાવી હતી. રોહિતે 36 બોલમાં 21 રન કર્યા હતા. વિરાટ કોહલી (Virat Kohli) પણ 20 રન કરી ને પેવેલિયન પરત ફર્યો હતો.

ટોપ ઓર્ડર આઉટ થતા ભારત ની સ્થિતી દબાણ ભરી બની ચુકી હતી. ભારતે 55 ના સ્કોર પર જ 3 વિકેટ ગુમાવી હતી. આમ હાથમાંથી સરકતી મેચને આખરે પુજારા અને રહાણેએ મેચની સ્થીતી સંભાળી લીધી હતી. ચેતેશ્વર પુજારાએ ધીરજ પુર્વકની રમત રમી હતી. ક્રિઝ પર દિવાલની માફક અડગ ઉભો રહી રહાણેને સાથ પૂરાવ્યો હતો. પુજારાએ 45 રન 206 બોલમાં કર્યા હતા. અજીંક્ય રહાણે (Ajinkya Rahane) એ 146 બોલમાં 61 રન બનાવ્યા હતા. બંને ની જોડીએ ભારતના સ્કોર બોર્ડમાં 100 રન ઉમેરતી ભાગીદારી રમત રમી હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

રવિન્દ્ર જાડેજા પાસે થી અપેક્ષાઓ હતી, પરંતુ તે સેટ થાય એ પહેલા જ મોઇન અલીનો શિકાર થયો હતો. તે બોલને સમજવામાં થાપ ખાઇ જતા ક્લીન બોલ્ડ થયો હતો. ઋષભ પંત 14 રન અને ઇશાંત શર્મા 4 રન સાથે રમતમાં રહ્યો હતો.

માર્ક વુડ ઇંગ્લેન્ડ માટે બીજી ઇનીંગનો સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે ભારતની મહત્વની વિકેટો ઝડપી હતી. વુડે ઓપનીંગ જોડી તોડવા સાથે 3 વિકેટ ઝડપી હતી. મોઇન અલીએ પણ જબરદસ્ત બોલીંગ કરી હતી. તેણે જાડેજા અને રહાણેની વિકેટ ઝડપી હતી. સેમ કરને એક વિકેટ મેળવી હતી.

ઇગ્લેન્ડે પ્રથમ ઇનીંગમાં 391 રન કર્યા હતા

ત્રીજા દિવસની વાત કરવામાં આવે તો, ઇંગ્લેન્ડનો પ્રથમ દાવ 391 રનના સ્કોર પર સમાપ્ત થયો હતો. ઇંગ્લેન્ડના કેપ્ટન જો રુટે (Joe Root) 180 રનની અણનમ ઇનીંગ રમી હતી. તેની આ ઇનીંગને લઇને જ ઇંગ્લેન્ડ પર મુશ્કેલીઓને દુર કરી શકાઇ હતી. ભારતીય ટીમે કેએલ રાહુલ ના શતક વડે મજબૂત સ્કોર ખડક્યો હતો. જેને લઇ શરુઆતમાં ઇંગ્લેન્ડ દબાણની સ્થિતીમાં હતુ. પરંતુ રુટની રમતે ઇંગ્લેન્ડ પર ના દબાણને હળવુ કર્યુ હતુ.

ત્રીજા દિવસની રમતના અંતિમે બોલે ઇંગ્લેન્ડની ઇનીંગ સમેટી શકાઇ હતી. ભારત તરફ થી સિરાજ સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 4 વિકેટ ઝડપી હતી. જ્યારે ઇશાંત શર્મા એ 3 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચોઃ IND vs ENG: ઇંગ્લેન્ડના ખેલાડીઓની બેઇમાન કરતૂત, સ્પાઇક્સથી બોલને ખરાબ કરતા કેમરામાં ઝડપાયા!

આ પણ વાંચોઃ IPL 2021: દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ માટે આવ્યા રાહતના સમાચાર, આ બંને ધુરંધર થઇ શકશે સામેલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">