IND vs ENG: કંગાળ રમતને લઈને ભારતનો પ્રથમ દાવ 191 રનમાં સમેટાયો, શાર્દૂલ ઠાકુરની તોફાની ફીફટી

ભારતીય ટીમ (Team India)ના બેટ્સમેનો લીડ્ઝ ટેસ્ટની માફક ઓવલમાં પણ ફ્લોપ રહ્યા હતા. કોહલી અને શાર્દૂલ ઠાકુર (Shardul Thakur) સિવાયના બેટ્સમેનોની રમત કંગાળ રહી હતી. ઠાકુરે ચોગ્ગા અને છગ્ગાવાળી તોફાની રમત રમી હતી.

IND vs ENG: કંગાળ રમતને લઈને ભારતનો પ્રથમ દાવ 191 રનમાં સમેટાયો, શાર્દૂલ ઠાકુરની તોફાની ફીફટી
Shardul Thakur-Umesh Yadav
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2021 | 10:20 PM

ભારત અને ઈંગ્લેન્ડ (India vs Engand) વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની ચોથી ટેસ્ટ મેચ ઓવલ (Oval Test) માં રમાઈ રહી છે. ઈંગ્લેન્ડના કેપ્ટન જો રુટે (Joe Root) ટોસ જીતીને ભારતીય ટીમને બેટીંગ માટે મેદાને ઉતરવા માટે નિમંત્રણ આપ્યુ હતુ. રુટની રણનિતી મુજબ જ પ્રથમ દિવસની રમતમાં ભારતીય ટીમ (Team India) ઝડપ થી વિકેટ ગુમાવીને મુશ્કેલ સ્થિતીમાંથી પસાર થવા લાગી હતી. ભારતીય ટીમ 191 રન પર જ સમેટાઈ ગઈ હતી. જોકે શાર્દૂલ ઠાકુરે (Shardul Thakur) ઝડપી અર્ધશતક લગાવીને દિવસની નિરાશાને હળવી કરી દીધી હતી.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

ભારતીય ટીમે ટોસ હારીને પ્રથમ બેટીંગ ઈનીંગની શરુઆત કરી હતી. ભારતીય ટીમ વતી કેપ્ટન વિરાટ કોહલી (Virat KOhli) અને શાર્દૂલ ઠાકુરે અર્ધશતક લગાવ્યા હતા. ઠાકુરે જબરદસ્ત રમત રમી હતી. ઠાકુરે 36 બોલમાં 57 રન કર્યા હતા. જેમાં તેણે 3 છગ્ગા અને 7 ચોગ્ગા લગાવીને 31 બોલમાં જ તેનું અર્ધશતક લગાવ્યુ હતુ. જે ભારત તરફથી ત્રીજુ સૌથી ઝડપી અર્ધશતક હતુ. કોહલીએ 96 બોલ રમીને 50 રન કર્યા હતા.

ઓપનર જોડી 28 રન પર જ આઉટ થઈ ગઈ હતી. કેએલ રાહુલ અને રોહિત શર્મા બંને 28 રનના ટીમ સ્કોર પર પેવેલિયન પરત ફરી ગયા હતા. રોહિતે 11 અને રાહુલે 44 બોલમાં 17 રન કર્યા હતા. પુજારા માત્ર 4 રન કરી શક્યો હતો, જે માટે તેણે 31 બોલનો સામનો કર્યો હતો. રવિન્દ્ર જાડેજાએ 10 રન, અજીંક્ય રહાણેએ 47 બોલમાં 14 રન કર્યા હતા. પંતે 33 બોલમાં 9 રન કર્યા હતા.

ઠાકુર-યાદવની મહત્વની ભાગીદારી રમત

ઉમેશ યાદવે 20 બોલ રમીને 10 રન કર્યા હતા. યાદવ અને ઠાકુર વચ્ચે 63 રનની ભાગીદારી રમત રમાઈ હતી. ઠાકુરની શાનદાર રમતને લઈને બંને વચ્ચે મોટી ભાગીદારી રમત રમાઈ હતી. જે ભારતીય ટીમના પ્રથમ દાવની મોટી ભાગીદારી રહી હતી. બૂમરાહ શૂન્ય બોલ રમીને શૂન્ય પર જ રન આઉટ સાથે પરત ફર્યો હતો. જ્યારે સિરાજ 1 રન કરીને અણનમ રહ્યો હતો.

ભારતીય ટીમે 127 રન પર જ 7 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ઠાકુરના અર્ધશતકે ભારતની સ્થિતીને સુધારી હતી અને ભારતીય ટીમ 191 રનના સ્કોર પર પહોંચી હતી. ક્રિસ વોક્સે 4 વિકેટ હાંસલ કરી હતી. જ્યારે રોબિન્સને 3 વિકેટ મેળવી હતી. ઓવર્ટન અને એન્ડરસને 1 જ વિકેટ મેળવી હતી.

આ પણ વાંચોઃ IND vs ENG: એક વર્ષ બાદ ટેસ્ટ રમવા મેદાને પરત આવેલા ખેલાડીએ રોહિત શર્માને પ્રથમ ઓવરમાં જ બનાવ્યો પોતાનો શિકાર

આ પણ વાંચોઃ Sidharth Shukla dies: સિદ્ધાર્થ શુક્લા એક સારા ફુટબોલર પણ હતા, આ પ્રખ્યાત ફૂટબોલ ક્લબ સામે રમ્યા પણ હતા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">