IND vs ENG: ઇંગ્લેન્ડને ટોસ જીતી ભારતને બેટીંગમાં ઉતારવાનો દાવ રાહુલ-રોહિતે ઉંધો કરી દીધો, રાહુલનુ શતક, ભારત 276-3

ભારતીય ટીમે (Team India) ટોસ હારીને બેટીંગ કરતા શાનદાર રમત રમી દર્શાવી હતી. ઇંગ્લેન્ડની ટીમની યોજનાઓ પર પાણી ફેરવતી રમત રમીને દિવસનો અંત કર્યો હતો. કેએલ રાહુલે (KL Rahul) શાનદાર શતક લગાવ્યુ હતુ.

IND vs ENG: ઇંગ્લેન્ડને ટોસ જીતી ભારતને બેટીંગમાં ઉતારવાનો દાવ રાહુલ-રોહિતે ઉંધો કરી દીધો, રાહુલનુ શતક, ભારત 276-3
KL Rahul-Rohit Sharma
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2021 | 12:00 AM

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે ,આજે ઐતિહાસીક લોર્ડઝ (Lords Test) ના મેદાન પર ટેસ્ટ મેચ શરુ છે. પાંચ ટેસ્ટ મેચોની સિરીઝની બીજી મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ ભારતને બેટીંગ માટે નિમંત્રણ આપ્યુ હતુ. ભારતીય ટીમે ટોસ ગુમાવીને બેટીંગ માટે ઉતરતા શાનદાર શરુઆત કરી હતી. કેએલ રાહુલે (KL Rahul) શાનદાર શતક લગાવ્યુ હતુ, જ્યારે રોહિત શર્મા (Rohit Sharma) એ અર્ધશતક લગાવ્યુ હતુ. ભારતે પ્રથમ દિવસના અંતે 3 વિકેટે 276 રનનો સ્કોર કર્યો હતો.

લોર્ડઝમાં પણ વરસાદે શરુઆતમાં જ પધરામણી કરી હતી. ટોસ ઉછળવા ટાણે જ વરસાદને લઇને ટોસ મોડો ઉછાળવામાં આવ્યો હતો. જ્યારે મેચ 3.45 કલાકે ભારતીય સમયાનુસાર શરુ થઇ શકી હતી. જોકે પ્રથમ બોલ નાંખવાની શરુઆતે જ વરસાદ શરુ થતા મેચ શરુ થતા પહેલા જ રોકી દેવાઇ હતી. રમત શરુ થયા બાદ ફરી એકવાર વરસાદ વરસતા લંચ બ્રેક સમય થી વહેલા લેવામાં આવ્યો હતો.

ભારત બેટીંગ

ટોસ હારીને પ્રથમ બેટીંગની શરુઆત કરતા ભારતીય ઓપનરોએ મક્કમતાપૂર્ણ રમતની શરુઆત કરી હતી. કેએલ રાહુલે જબરદસ્ત ઇનીંગ રમી હતી. લોર્ડઝમાં ત્રીજો ભારતીય ઓપનર નોંધાયો હતો, કે જેણે શતક લગાવ્યુ હતુ. રાહુલ એ રોહિત અને વિરાટ કોહલી બંને સાથે શતકીય ભાગીદારી રમત નોંધાવી હતી.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

રોહિત શર્માએ ચોગ્ગા પર ચોગ્ગા લગાવતી બેટીંગ કરી હતી. તેણે 83 રનની રમત દરમ્યાન 11 ચોગ્ગા લગાવ્યા હતા. જ્યારે 1 સિક્સર લગાવી હતી. રોહિત શર્માએ શાનદાર રમત રમીને શતક નજીક પહોંચીને પેવેલિયન પરત ફર્યો હતો. કેએલ રાહુલ એ રોહિત શર્માના પેવેલિયન પરત ફરવા બાદ પોતાનુ બેટ ખોલ્યુ હતુ. તેણે સ્ટંપ્સ સુધીમાં 127 રન કર્યા હતા.

ચેતેશ્વર પુજારા ફરી એકવાર નિષ્ફળ નિવડ્યો હતો. તેણે 9 રનની ઇનીંગ રમી હતી. પુજારા એ 1 ચોગ્ગો લગાવ્યો હતો. જેમ્સ એન્ડરસના બોલ પર તે સ્લીપમાં કેચ આપી બેઠો હતો. વિરાટ કોહલી (Virat Kohli) એ 103 બોલમાં 43 રનની રમત રમી હતી. કોહલી સેટ થયા બાદ આઉટ થતા તે પોતાની થી નિરાશ થયો હતો. અજીંક્ય રહાણે 22 બોલ ની રમત રમી 1 રન સાથે રમતમાં હતો.

ઇંગ્લેન્ડ બોલીંગ

ભારતીય બેટ્સમેનોને ઝડપ થી પેવેલિયન મોકલવાની યોજનાનુસાર ટોસ જીતીને, પ્રથમ બોલીંગ ઇંગ્લેન્ડે પસંદ કરી હતી. પરંતુ પ્રથમ દિવસની રમતમાં તેમની યોજના સફળ નિવડી શકી નહોતી. ઇંગ્લીશ બોલરો એક બાદ એક બદલાતા ગયા હતા, પરંતુ આમ છતાં પ્રથમ સેશનમાં સફળતા મળી નહોતી. બીજા સેશનમાં એન્ડરસને રોહિત શર્મા અને બાદમાં ચેતેશ્વર પુજારાની વિકેટ ઝડપવામાં સફળતા મળી હતી.

 આ પણ વાંચોઃ IND vs ENG: અશ્વિનને બહાર રાખવાના અણિયાળા સવાલો પહેલા જ કોહલીએ કરી દીધો ખુલાસો, લોર્ડઝ ટેસ્ટમાં પણ દિગ્ગજ બહાર રહ્યો

આ પણ વાંચોઃ IPL 2021: ટીમ ધોની શુક્રવારે પહોંચશે UAE, ટૂર્નામેન્ટ માટે ધોની સહિતના ખેલાડીઓ શરુ કરશે તૈયારીઓ

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">