IND vs ENG: ઓવલમાં ઈંગ્લેન્ડને 157 રને હાર આપવાની સાથે આ મામલે પાકિસ્તાનને પછાડી ભારત નંબર 1 બન્યુ, જાણો

ભારતીય ટીમ (Team India) ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં હવે અજય બની ચુક્યુ છે. ઓવલ ટેસ્ટમાં જીત સાથે જ અનેક રેકોર્ડ નોંધાવવાની સાથે ભારત તેના પ્રદર્શનને લઈને ઉંચાઈઓ તરફ આગળ વધી રહ્યુ છે.

IND vs ENG: ઓવલમાં ઈંગ્લેન્ડને 157 રને હાર આપવાની સાથે આ મામલે પાકિસ્તાનને પછાડી ભારત નંબર 1 બન્યુ, જાણો

ઓવલ ટેસ્ટ (Oval Test) જીતી લેવાને લઈને ભારતીય ટીમ (Team India)ની ચોતરફ વાહ વાહી થઈ રહી છે. પરંતુ ભારતીય ટીમ ના માત્ર વાહ વાહી જ લુંટી રહી છે. પરંતુ આઈસીસીના રેકોર્ડમાં પણ પોઈન્ટ આગળ વધવા લાગ્યા છે. ભારતીય ટીમ હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)ના પોઈન્ટ ટેબલ પર ભારતીય ટીમ સૌથી આગળ થઈ ચુકી છે. ભારતે પાકિસ્તાનને બીજા સ્થાન પર હડસેલી દઈ પ્રથમ સ્થાન હાંસલ કર્યુ છે.

 

ભારતીય ટીમ પહેલા પાકિસ્તાન પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પર પહોંચ્યુ હતુ. પરંતુ પાકિસ્તાન માટે વધારે સમય નંબર વન રહેવાનું નસીબ ભારતીય ટીમે રહેવા દીધુ નહોતુ. ઓવલ ટેસ્ટ જીત્યા બાદ જ ભારત દમદાર રીતે નંબર વન પર બિરાજમાન થયુ હતુ. પ્રથમ ઈનીંગમાં 200થી પણ ઓછા સ્કોરે ઓલઆઉટ થયેલ ભારતીય ટીમ માટે શરુઆતમાં ઓવલ ટેસ્ટ મુશ્કેલ લાગી રહી હતી. પરંતુ રોહિત શર્મા અને શાર્દૂલ ઠાકુરના પ્રદર્શને જીતનો માર્ગ ખોલી દીધો હતો.

 

ભારતીય ટીમ 54.17 પોઈન્ટ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટેના પોઈન્ટ ટેબલ પર ઓવલ ટેસ્ટમાં જીત બાદ ધરાવે છે. જ્યારે પાકિસ્તાન 50 પોઈન્ટ ધરાવે છે. ત્રીજા સ્થાને રહેલી વેસ્ટ ઈન્ડીઝની ટીમ પણ 50 પોઈન્ટ ધરાવે છે. જ્યારે ભારત સામે સિરીઝમાં બે ટેસ્ટ મેચમાં 150 રનથી વધારે અંતરે પરાસ્ત થનાર ઈંગ્લેન્ડની ટીમ ચોથા સ્થાને છે. તે માત્ર 29.17 પોઈન્ટ ધરાવે છે.

 

ભારત સિરીઝમાં અજેય

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સિરીઝની એક ટેસ્ટ મેચની રમત બાકી છે. જે સિરીઝની અંતિમ અને નિર્ણાયક ટેસ્ટ મેચ છે. આગામી 10 સપ્ટેમ્બરથી માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં રમાનારી છે. ભારતીય ટીમ હાલમાં સિરીઝમાં 2-1થી આગળ ચાલી રહી છે. આમ ભારતીય ટીમ સિરીઝમાં અજેય બની ચુકી છે. હવે તેનું ધ્યાન સિરીઝ કબ્જે કરવા પર છે. ભારતીય ટીમનો ઉત્સાહ પણ ઓવલ બાદ સાતમા આસમાને છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ સિરીઝની હારથી બચવા માટે મરણીયો પ્રયાસ કરતુ માન્ચેસ્ટરમાં જોવા મળશે.

 

આ પણ વાંચોઃ IND vs ENG: ઓવલમાં અજીત વાડેકર બાદ 50 વર્ષે વિરાટ કોહલી ટીમ ઈન્ડીયાને જીત અપાવવામાં રહ્યો સફળ, જાણો 5 દાયકાની કહાની

આ પણ વાંચોઃ IPLમાં પસંદગી ન થવાથી નિરાશ, વિન્ડીઝના આ ખેલાડીએ હિન્દીમાં ટ્વિટ કરીને કાઢ્યો બળાપો

Click on your DTH Provider to Add TV9 Gujarati