IND vs ENG: ઇંગ્લેન્ડનો પ્રથમ દાવ 432 રને સમેટાયો, ભારત પર 353 રનની લીડ, ભારતીય બેટ્સટમેનોની કપરી કસોટીનો સમય

ભારતીય બેટ્સમેનો માટે બીજા દાવની રમત કપરી કસોટીથી કમ નહી હોય. પ્રથમ દાવમાં કરેલી ભુલો સુધારવી જ પુરતુ નહી રહે, પરંતુ વિકેટ ટકાવી રમત રમવી પડશે.

IND vs ENG: ઇંગ્લેન્ડનો પ્રથમ દાવ 432 રને સમેટાયો, ભારત પર 353 રનની લીડ, ભારતીય બેટ્સટમેનોની કપરી કસોટીનો સમય
Team India
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2021 | 4:11 PM

ભારત અને ઈંગ્લેન્ડ (India vs Engand) વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડના પ્રથમ દાવ સમાપ્ત થયો હતો. ત્રીજા દિવસની શરુઆતે જ ઇંગ્લેન્ડની ટીમ 432 રને ઓલઆઉટ થઇ હતી. ઇંગ્લેન્ડે ભારત પર 353 રનની લીડ ખડકી છે. લીડ્ઝ ટેસ્ટ (Leeds Test)માં ભારતીય બેટ્સમેનો માટે હવે કસોટી રુપ સ્થિતી સર્જાવાની છે.

પ્રથમ દિવસે વિરાટ કોહલી (Virat Kohli)એ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. પરંતુ પ્રથમ દિવસની રમતમાં ભારતીય ઈનીંગ પુરા 2 સેશન પણ ચાલી શકી નહોતી. એન્ડરસન અને ઓવર્ટનની બોલીંગ સામે ભારતીય બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા. ભારતીય ટીમ (Team India)ની પ્રથમ બેટીંગ ઈનીંગ 78 રન પર સમેટાઈ હતી.

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

ઈંગ્લીશ ટોપ ઓર્ડર સફળ ટોપ ઓર્ડરના પ્રથમ ચારેય બેટ્સમેનોએ 50 પ્લસ રન કરવામાં સફળતા મેળવી હતી. રોરી બર્ન્સ અને હસીબ હમિદ બંને ઓપનરો પોતાના અર્ધશતક પ્રથમ દિવસની રમતના અંતે નોંધાવ્યા હતા. રોરી બર્ન્સે 153 બોલમાં 61 રન કર્યા હતા. જ્યારે હસિબે 195 બોલનો સામનો કરીને 68 રન કર્યા હતા. ડેવિડ મલાને 128 બોલની રમત રમીને 70 રન કર્યા હતા. કેપ્ટન જો રુટે 121 રનની શાનદાર રમત રમી હતી.

કેપ્ટન રુટે સિરીઝમાં ત્રીજુ શતક જમાવ્યુ હતુ. તેણે ઝડપથી રમત રમી હતી અને આક્રમકતા અપનાવી હતી. રુટના શતકને લઈને ભારત સામે ઈંગ્લેન્ડ વિશાળ લીડનો ભાર સર્જવામાં સફળ રહ્યું હતુ. જોની બેયરિસ્ટોએ 29 રન કર્યા હતા. જોસ બટલરે 7 રન કર્યા હતા. મોઈન અલી 8 રન કરીને આઉટ થયો હતો. કરને 15 રન કર્યા હતા.

ભારતની બોલીંગ ઈનીંગ

મંહમદ શામી ભારત તરફથી સફળ બોલર રહ્યો હતો. તેણે ઈંગ્લીશ ઓપનરોની મજબૂત ભાગીદારી રમતને તોડવાની સફળતા મેળવી હતી. શામીએ 4 વિકેટ મેળવી હતી. રવિન્દ્ર જાડેજાએ પણ આજે બોલીંગમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. તેણે 2 મહત્વની વિકેટ ઝડપી હતી. જો રુટની મોટી ઈનીંગને આગળ વધતી અટકાવતી વિકેટ જસપ્રિત બુમરાહે ઝડપી હતી. બુમરાહે 2 વિકેટ મેળવી હતી. સિરાજ પણ ડેવિડ મલાનની મહત્વની વિકેટ મેળવવામાં સફળ રહ્યો હતો. તેણે 2 વિકેટ મેળવી હતી.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">