IND vs ENG: ભારત સામેની સિરીઝ પહેલા જ ઈંગ્લેંડને લાગ્યો મોટો ઝટકો, જોફ્રા આર્ચર સર્જરીને લઈને બહાર

ભારત અને ઈંગ્લેંડ (India vs England) વચ્ચેની શ્રેણી પહેલા ઈંગ્લેંડની ક્રિકેટની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઈંગ્લેંડનો સ્ટાર ઝડપી બોલર જોફ્રા આર્ચર (Joffra Archer) હવે કોણીની સર્જરીને લઈને ટીમની બહાર થઈ ગયો છે.

IND vs ENG: ભારત સામેની સિરીઝ પહેલા જ ઈંગ્લેંડને લાગ્યો મોટો ઝટકો, જોફ્રા આર્ચર સર્જરીને લઈને બહાર
Joffra Archer
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 21, 2021 | 6:09 PM

ભારત અને ઈંગ્લેંડ (India vs England) વચ્ચેની શ્રેણી પહેલા ઈંગ્લેંડની ક્રિકેટની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઈંગ્લેંડનો સ્ટાર ઝડપી બોલર જોફ્રા આર્ચર (Joffra Archer) હવે કોણીની સર્જરીને લઈને ટીમની બહાર થઈ ગયો છે. આ પહેલા તે ઈંગ્લેંડ અને ન્યુઝીલેન્ડ (New Zealand) વચ્ચેની બે ટેસ્ટ મેચની શ્રેણીમાંથી કોણીની ઈજાને લઈને બહાર હતો. ભારત અને ઇંગ્લેંડ વચ્ચે ઓગષ્ટ સપ્ટેમ્બર વચ્ચે રમાનારી સિરીઝમાં હવે જોફ્રા આર્ચર વિના ટીમ ઈંગ્લેંડ મેદાને ઉતરશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

વર્ષ 2021ની શરુઆતથી જ જોફ્રા આર્ચર ઈજાને લઈને પરેશાની ભોગવી રહ્યો છે. ઈંગ્લેંડની ટીમ ભારત પ્રવાસે આવી હતી ત્યારે પણ જોફ્રા આર્ચર ઈજાને લઈને બે ટેસ્ટ મેચ રમી શક્યો નહોતો. જોફ્રા ત્યારબાદ આઈપીએલ 2021થી પણ બહાર રહ્યો હતો. જોકે હવે કાઉન્ટી ક્રિકેટમાં રમવા મેદાને ઉતરતા એ દરમ્યાન જોફ્રાને કોણીમાં પીડા થઈ હતી.

જોફ્રા આર્ચરને કોણીમાં સોજો આવવાને લઈને મેદાનની બહાર થવુ પડ્યુ હતુ. ત્યારબાદ જોફ્રા આર્ચરની પરેશાની જોઈને ડોક્ટરની ટીમે તેને સર્જરી કરવા માટે સલાહ આપી હતી. ઈસીબીએ કહ્યું હતુ કે, આર્ચરને મેડિકલ ટીમે સર્જરી કરવાની સલાહ આપી છે. આર્ચરની સર્જરી શુક્રવારે જ કરી દેવાશે. અમને તે જલ્દી સ્વસ્થ થઈને ટીમમાં પરત ફરે તેવી આશા છે.

ઈંગ્લેંડ હવે જોફ્રા આર્ચર ટી20 વિશ્વકપ પહેલા સ્વસ્થ થઈ જાય તેવી આશા રાખી બેઠુ છે. ભારત સામેની સિરીઝ બાદ વિશ્વ કપ બાદ સમયગાળો ટુંકો રહેશે. જોકે આ બાબતે આર્ચરે કહ્યુ હતુ કે, મને આશા છે કે કોણીની સર્જરી બાદ જલદી સ્વસ્થ થઈશ. આ વર્ષે રમાનારા વિશ્વકપ અને એશિઝ સિરીઝનો હિસ્સો જરુર બની શકીશ.

જોકે આ દરમ્યાન આઈપીએલની સ્થગીત કરાયેલી મેચોને રમાડવા માટેનું આયોજન કરવામાં આવે તો જોફ્રાને રમવાને લઈ અનિશ્વિતતા રહી શકે છે. આઈપીએલ વિન્ડો આ બંને વચ્ચે સમય ને સંભવિતતાને લઈ રાજસ્થાન રોયલ્સની સમસ્યા વધી શકે છે. કારણ કે જોફ્રાનું સર્જરી બાદ આરામ પરથી મેદાનમાં જલદી પરત ફરવુ મુશ્કેલ છે.

આ પણ વાંચો: Cricket: વધારે અભ્યાસ કરવાના મામલામાં આ ભારતીય ક્રિકેટર છે સૌથી આગળ, જાણો કોણ છે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">