IND vs ENG: કોરોના સંક્રમિત રવિ શાસ્ત્રી ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાંથી બહાર, ટીમ ઈન્ડીયાથી રહેવુ પડશે દુર

પાંચમી ટેસ્ટ મેચથી પણ હવે ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri)એ દુર રહેવુ પડશે. કોરોના પોઝિટિવ હોવાને લઈને હવે તેઓે 2 સપ્તાહ સુધી ક્વોરન્ટાઈન પિરિયડ પસાર કરવો પડશે.

IND vs ENG: કોરોના સંક્રમિત રવિ શાસ્ત્રી ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાંથી બહાર, ટીમ ઈન્ડીયાથી રહેવુ પડશે દુર
Ravi Shastri

ઓવલ ટેસ્ટ (Oval Test) દરમ્યાન રવિ શાસ્ત્રી (Ravi Shastri) કોરોના પોઝિટીવ હોવાનું જણાઈ આવ્ચુ હતુ. આ દરમ્યાન તેઓની સાથેના સભ્યોને પણ આઈસોલેશનમાં મોકલી દેવામાં આવ્યા હતા. પરંતુ રવિ શાસ્ત્રી હવે પાંચમી અને સિરીઝની અંતિમ ટેસ્ટમાં ટીમ ઈન્ડીયા (Team India)ની સાથે નહીં હોય. ફ્લો ટેસ્ટ પોઝિટીવ આવ્યા બાદ રવિ શાસ્ત્રીનો RTPCR ટેસ્ટ પણ પોઝિટીવ આવ્યો છે. જેને લઈને હવે તેમને 14 દિવસ સુધી ક્વોરન્ટાઈનમાં રહેવુ પડશે. આ જ કારણ છે કે તે 10 સપ્ટેમ્બરથી શરુ થઈ રહેલી 5મી ટેસ્ટમાં ટીમ ઈન્ડીયાના ડ્રેસિંગ રૂમથી દુર રહેશે.

 

 

મીડિયા રિપોર્ટનુસાર રવિ શાસ્ત્રીએ હાલમાં 14 દિવસ સુધી ક્વોરન્ટાઈનમાં રહેવુ પડશે. આ 14 દિવસ દરમ્યાન તેમના બે વાર કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જે બંને ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ જ તે ક્વોરન્ટાઈનમાંથી બહાર આવી શકે છે. આ પહેલા BCCIએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતુ કે ભારતીય ટીમના સપોર્ટ સ્ટાફના ચાર સદસ્યોને આઈસોલેટ કરવામાં આવ્યા છે. જેમાં મુખ્ય કોચ રવિ શાસ્ત્રી, બોલીંગ કોચ ભરત અરુણ, ફિલ્ડીંગ કોચ, આર શ્રીધર અને ફિઝીયોથેરાપિસ્ટ નિતીન પટેલનું નામ છે. શાસ્ત્રીનો ફ્લો ટેસ્ટ પોઝિટીવ આવવા બાદ આ તમામને આઈસોલેશનમાં મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

 

ટીમ ઈન્ડીયા શાસ્ત્રીને કરી રહી છે ‘મિસ’

આ બાજુ રવિ શાસ્ત્રીના પોઝિટીવ આવવા બાદ ટીમ ઈન્ડીયાના ખેલાડીઓ પર પણ તેની અસર જોવા મળી રહી છે. બેટીંગ કોચ વિક્રમ રાઠોડે ચોથા દિવસની રમત ઓવલમાં ખતમ થવા બાદ કહ્યું કે અમે બધા તેમને મિસ કરી રહ્યા છીએ.

 

રવિ ભાઇ, ભરત અરુણ, આર શ્રીધર, આ તમામ ટીમના મહત્વના અંગ છે. પાછળના 5-6 વર્ષમાં આ તમામ લોકોએ ટીમમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. ચોથા દિવસની રમત શરુ થવા પહેલા તેમના પોઝિટીવ આવવાને લઈને અમે બધા ચિંતામાં હતા. ત્યારબાદ અમે મેચ પર જ ફોકસ કરવાનું નક્કી કર્યુ હતુ.

 

રવિ શાસ્ત્રીનો ફ્લો ટેસ્ટ પોઝિટીવ આવ્યા બાદ તેમનો RTPCR ટેસ્ટ પણ પોઝિટીવ આવ્યો છે. જેના બાદ તે 2 સપ્તાહ માટે ક્વોરન્ટાઈનમાં ચાલ્યા ગયા છે. આશા છે કે તેઓે કોરોનાને પરાસ્ત કરીને ક્વોરન્ટાઈનમાંથી ઝડપથી બહાર આવશે, ત્યાં સુધીમાં ટીમ ઈન્ડીયા માન્ચેસ્ટર પણ જીતી ચુકી હશે. એટલે કે ટીમ ઈન્ડીયા સિરીઝ પોતાના નામે કરી ચુકી હોવાની આશા છે.

 

આ પણ વાંચોઃ Kabul International Stadium : તાલિબાન શાસન બાદ પ્રથમ વખત ક્રિકેટ મેચનું આયોજન, મેચ જોવા તાલિબાનો રાઈફલ લઈને પહોંચ્યા

આ પણ વાંચોઃ Jos buttlerના ઘરે પુત્રીનો જન્મ, રાજસ્થાન રોયલ્સે શુભકામના પાઠવી

Click on your DTH Provider to Add TV9 Gujarati