IND vs ENG: બુમરાહની એક ઓવર ચાલી આટલી બધી લાંબી, આ મામલે ઝાહિરખાન સાથે પોતાનું નામ જોડી દીધું

જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) પ્રથમ ટેસ્ટમાં હિરો હતો, પરંતુ બીજી ટેસ્ટમાં તેનો જાદૂ ચાલ્યો નહોતો. બુમરાહ હવે નો બોલના મામલામાં ઝાહિર ખાન સાથે જોડાઇ ચુક્યો છે.

IND vs ENG: બુમરાહની એક ઓવર ચાલી આટલી બધી લાંબી, આ મામલે ઝાહિરખાન સાથે પોતાનું નામ જોડી દીધું
Jasprit Bumrah
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2021 | 1:12 PM

નોટિંગહામ ટેસ્ટમાં હિરો રહેલા જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) ની બોલીંગ, લોર્ડઝ (Lord’s Test) માં વિકેટ શોધતી રહી હતી. પરંતુ તેની બોલીંગના આંકડા જોવામાં આવે તો, બુમરાહને ખુદને જોવા નહીં પસંદ આવ્યા હોય એવા છે. બુમરાહે પ્રથમ ઇનીંગમાં 26 ઓવર કરી હતી. જેમાં તેણે 79 રન ગુમાવ્યા હતા અને વિકેટનુ ખાનુ શૂન્ય પર જ રહી ગયુ હતું. બુમરાહે પ્રથમ ટેસ્ટ મેચમાં 9 વિકેટ ઝડપી હતી. જેમાં એક ઇનીંગમાં 5 વિકેટ તેને ઝડપી હતી. જોકે તેની બોલીંગની ચર્ચા તેના નો બોલ (No Ball) ને લઇને છે.

જસપ્રિત બુમરાહ તેની જૂની બિમારી મુજબનો બોલ ફેંકવાને લઇને ચર્ચામાં રહ્યો છે. તેણે લોર્ડઝમા રમાયેલી પ્રથમ ઇનીંગ દરમ્યાન 13 નો બોલ ફેંક્યા હતા. ભારતી બોલરોએ આમ તો ઇનીંગમાં કુલ 17 નો બોલ ફેંક્યા હતા. જેમાં બુમરાહ એકલાના જ આટલા બધા નો બોલ સ્વાભાવિક ચર્ચાનો વિષય બને.

નો બોલનો આ સીલસીલો કંઇ એમ જ નહોતો અટક્યો. બુમરાહ એ, 13 પૈકી 4 નો બોલ તો એક જ ઓવરમાં નોંધાવી દીધા હતા. પંદર મીનીટ સુધી ચાલેલી તેની આ ઓવરે દિવસના અંત સમયને જાણે વધારે લંબાવી દીધો હોય એમ લાગી રહ્યો હતો. જોકે સમય દરમ્યાન જેમ્સ એન્ડરસનનો કન્કશન પણ સામેલ રહ્યુ હતુ. તે ઇંગ્લેન્ડની ઇનીંગની 126 મી ઓવર હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ દરમ્યાન બુમરાહનો પ્રથમ બોલ જ સીધો એન્ડરસનના હેલ્મેટ પર જઇને વાગ્યો હતો. જે કન્કશન તપાસને લઇને સમય ખૂબ વિત્યો હતો. એ સમાપ્ત થતા જ બુમરાહે નો બોલની સિરીઝ જાણે શરુ કરી હતી.

આટલી લાંબી થઇ ગઇ ઓવર

જસપ્રિત બુમરાહે ઇંગ્લેન્ડની ઇનીંગની 126 મી ઓવરમાં ચોથો બોલ, પાંચમો બોલ અને છઠ્ઠો બોલ બે વાર નો બોલ નાંખ્યો હતો. આમ ત્રણ બોલના અંતરમાં જ તેણે 4 નો બોલ ફેંક્યા હતા. આમ ઓવર 10 બોલ ચાલી હતી. બુમરાહની આ ઓવર 15 મીનીટે જઇને ખતમ થઇ હતી. જેનુ નુકશાન ભારતે અનેક રીતે ભોગવવુ પડી શકે છે.

ઇંગ્લેન્ડને પ્રથમ ઇનીંગમાં 27 રનની સરસાઇ મળી છે. જેને ભારતીય ટીમને આગળ જઇને ભારે પડી શકે છે અને બીજુ એ કે એકવાર ફરીથી ટીમ ઇન્ડીયા પર સ્લો ઓવર રેટનો દંડ લાગી શકે છે. સાથે જ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની પોઇન્ટ ટેલીમાં 2 પોઇન્ટ કપાઇ જવાનો ખતરો પણ મંડરાઇ શકે છે. ઇંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન જોની બેયરિસ્ટો એ તો બુમરાહના ફેંકાયેલા 13 નો બોલને પ્રથમ ઇનીંગમાં મળેલી લીડનું મોટુ ફેક્ટર માન્યુ છે.

આ પહેલા એક ઇનીંગમાં સૌથી વધારે વખત નો બોલ ઝાહીર ખાન (Zaheer Khan) નાંખી ચુક્યો છે. વર્ષ 2002માં વેસ્ટઇન્ડીઝ સામે રમાયેલી ટેસ્ટ મેચમાં ઝાહિર ખાને 13 નો બોલ કર્યા હતા.

ભારતે આ વર્ષે 9 ટેસ્ટમાં અત્યાર સુધી 89 નો બોલ ફેંક્યા છે. જ્યારે 2016 થી 2020 ની વચ્ચે તેણે 48 ટેસ્ટ મેચમાં 89 નો બોલ ફેંક્યા હતા. આ આંકડાઓ પરથી સ્પષ્ટ છે કે, તાજેતરના સમયમાં ભારતીય બોલીંગ નિશંક પણે ઝડપી થઈ છે, પરંતુ તે દિશા ભટકતી જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ IND vs ENG: લોર્ડઝ પર વિજય મેળવવા ટીમ ઇન્ડીયાએ જો રુટ સાથે જોડાયેલ ઇતિહાસ બદલતી રમત રમવી પડશે

આ પણ વાંચોઃ Ms Dhoni : ટીમ ઇન્ડિયાના સુપરસ્ટાર ખેલાડીના નિવૃત્તિનું એક વર્ષ પૂર્ણ, 15 ઓગસ્ટે ક્રિકેટ છોડ્યું

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">