IND vs ENG: ઓવલ ટેસ્ટમાં ભારતની મજબૂત સ્થિતી સામે ઇંગ્લેન્ડે 77 રન વિના વિકેટે કરીને ટક્કર આપતી શરુઆત કરી

ભારતીય ટીમ (Team India) જીત મેળવવા માટે પુરો દમ લગાવી દેશે. જોકે ઇંગ્લેન્ડની ઓપનીંગ જોડી ભારતની જીત આડે મુશ્કેલી સર્જતી રમત રમી છે.

IND vs ENG: ઓવલ ટેસ્ટમાં ભારતની મજબૂત સ્થિતી સામે ઇંગ્લેન્ડે 77 રન વિના વિકેટે કરીને ટક્કર આપતી શરુઆત કરી
Rory-Burns
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2021 | 11:48 PM

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England ) વચ્ચે રમાઇ રહેલી ચોથી ટેસ્ટ રોમાંચથી ભરપૂર રહી છે. ઓવલ (Oval Test) માં રમાઇ રહેલી ટેસ્ટ મેચની ચોથા દિવસની રમત ભારત માટે સારી રહી હતી. ભારત તરફથી ચોથા દિવસે ઋષભ પંત (Rishabh Pant)અને શાર્દૂલ ઠાકુરે (Shardul Thakur) જબરદસ્ત રમત રમી હતી. જેને લઇને ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે મજબૂત સ્થિતીમાં પહોંચ્યુ હતુ.

ભારતીય ટીમ 466 રન કરીને ઓલ આઉટ થઇ હતી. ઇંગ્લેન્ડ સામે ભારતે 368 રનનો પડકાર રાખ્યો હતો. ઇંગ્લેન્ડે ચોથા દિવસની રમતના અંત સુધીમાં 77 રન નો સ્કોર એક પણ વિકેટ ગુમાવ્યા વિના કર્યો હતો. બંને ઓપનરોએ ઇંગ્લેન્ડને સારી શરુઆત અપાવી હતી. જે ભારત માટે મુશ્કેલી સર્જી શકે છે.

રોરી બર્ન્સ અને હસીબ હમિદે ઇંગ્લેન્ડનુ પલડુ મજબુત કરવા માટે પ્રયાસ કર્યો છે. બર્ન્સે 109 બોલનો સામનો કરીને 31 રન બનાવ્યા હતા. જ્યારે હમિદે 85 બોલમાં 43 રન કર્યા હતા. આમ હવે ઓવલ ટેસ્ટનો અંતિમ દિવસ ખૂબ જ રોમાંચ ભર્યો બની રહેશે. જીતના દિવસે બંને ટીમો જીત મેળવવા માટે તમામ તાકાત અજમાવી લેશે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

ભારતીય બોલરો આ જોડીને તોડવા માટે તમામ પ્રયાસો કરવા છતાં નિષ્ફળ રહ્યા હતા. ભારતે જોડીને તોડવા માટે ચાર બોલરોને વારા ફરતી બોલીંગ પર બોલાવ્ચા હતા. જેમાં યાદવ, બુમરાહ, સિરાજ અને રવિન્દ્ર જાડેજા એમ ચારેય બોલરો વિકેટની સફળતા મેળવી શક્યા નહોતા.

ચોથા દિવસની રમતની શરુઆત વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ કરી હતી. જાડેજાએ ઝડપથી વિકેટ પ્રથમ સેશનમાં ગુમાવી દીધી હતી. તેણે 17 રન 59 બોલમાં કર્યા હતા. ત્યાર બાદ ક્રિઝ પર આવેલ અજીંક્ય રહાણે શૂન્ય પર જ પરત ફર્યો હતો. આમ ભારતીય ટીમ પર મુશ્કેલી સર્જાય તેવી પરીસ્થિતી સર્જાઇ હતી. એવામાં વિરાટ કોહલી પણ અર્ધશતક પુર્ણ કર્યા પહેલા જ કેચ આઉટ થયો હતો.

પંત-શાર્દૂલની શાનદાર ભાગીદારી

કોહલી 96 બોલમાં 44 રન કર્યા હતા. તે મોઇન અલીના બોલ પર ઓવર્ટનના હાથમાં આસાન કેચ વડે પેવેલિયન પરત ફર્યો હતો. જોકે ત્યાર બાદ ઋષભ પંત અને શાર્દૂલ ઠાકુરે ઇનીંગને સંભાળી હતી. બંને એ 100 રનની શાનદાર ભાગીદારી રમત રમી હતી. બંને એ અર્ધશતક લગાવ્યા હતા. ઋષભ પંતે 50 અને શાર્દૂલે 60 રન કર્યા હતા. તેમની રમતે ભારતને મજબૂત પડકાર તરફ આગળ વધાર્યુ હતુ.

ઉમેશ યાદવે અંતેમાં 2 છગ્ગા સાથે 23 બોલમાં 25 રન કર્યા હતા. બુમરાહે 4 ચોગ્ગા લગાવ્યા હતા. તેણે 24 રન કર્યા હતા. આ બંને એ ઇંગ્લેન્ડના પડકારની મુશ્કેલીઓને વધારવા માટે પ્રયાસ કર્યો હતો. યાદવ અને બુમરાહે 36 રનની ભાગીદારી રમત રમી હતી.

એન્ડરસન માટે નિરાશાની સ્થિતી રહી

એન્ડરસનને આ વખતે નિરાશ થવુ પડ્યુ હતુ. તેને માત્ર એક જ વિકેટ હાથ લાગી હતી. ક્રિસ વોક્સને 3 વિકેટ મેળવવાની સફળતા મળી હતી. તેને નવા બોલ થી વિકેટ મેળવવામાં સફળતા હાંસલ થઇ હતી. ઓલી રોબિન્સન અને મોઇન અલી એ 2-2 વિકેટ ઝડપી હતી. જો રુટને એક વિકેટ મળી હતી. આ પહેલા ઇંલેન્ડે પ્રથમ દાવની રમતમાં ભારત સામે 99 રનની સરસાઇ મેળવી હતી.

આ પણ વાંચોઃ IND vs ENG: ઋષભ પંતે કોને કહી દીધુ આવુ કે, ઉંમર અને બાલ બંને ઝડપથી પસાર થઇ રહ્યા છે, વળતો જવાબ કંઇક આવો મળ્યો

આ પણ વાંચોઃ Tokyo Paralympics: પીએમ મોદીએ રેકોર્ડ મેડલ જીતવા પર આપી શુભેચ્છા, કહ્યુ દરેક ભારતીયો સાથેની યાદો સાથે જોડાયેલ રહેશે

Latest News Updates

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
g clip-path="url(#clip0_868_265)">