
ભારતની અંડર-19 ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ પૂરો થવાના આરે છે. અંતિમ મલ્ટી-ડે મેચ 7 ઓક્ટોબરથી શરૂ થશે. આ મેચ વૈભવ સૂર્યવંશી માટે ગૌતમ ગંભીરને પાછળ છોડી દેવાની મોટી તક હશે. જો વૈભવ સૂર્યવંશી ઓસ્ટ્રેલિયા અંડર-19 સામેની બીજી મલ્ટી-ડે મેચમાં 21 રન બનાવે છે, તો તે ગૌતમ ગંભીરને પાછળ છોડી દેશે.
ગૌતમ ગંભીરે પોતાની અંડર-19 કારકિર્દીમાં કુલ ત્રણ મલ્ટી-ડે મેચ રમી છે, જેમાં તેણે 66.20ની સરેરાશથી 331 રન બનાવ્યા છે. તેનો સર્વોચ્ચ સ્કોર 212 છે. ગંભીરે ત્રણેય મેચ ઈંગ્લેન્ડની અંડર-19 ટીમ સામે રમી હતી અને તે ભારતમાં ઘરઆંગણે રમાઈ હતી.
વૈભવ સૂર્યવંશીની વાત કરીએ તો, 7 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયા અંડર-19 સામે શરૂ થનારી મલ્ટી-ડે મેચ તેની કારકિર્દીની છઠ્ઠી આવી મેચ હશે. તેણે અગાઉ રમેલી પાંચ અંડર-19 મલ્ટી-ડે મેચોમાં તેણે 38.87ની સરેરાશથી 311 રન બનાવ્યા છે, જેમાં બે સદીનો સમાવેશ થાય છે. વૈભવ સૂર્યવંશીનો મલ્ટી-ડે મેચમાં શ્રેષ્ઠ સ્કોર 113 છે, જે તેણે ઓસ્ટ્રેલિયા અંડર-19 સામે શ્રેણીની પ્રથમ મલ્ટી-ડે મેચમાં બનાવ્યો હતો. આ પહેલા, તેણે ઓસ્ટ્રેલિયા અંડર-19 સામે પણ તેની પ્રથમ સદી ફટકારી હતી.
Vaibhav Suryavanshi’s first game in Australia was seriously entertaining
Highlights: https://t.co/hfQabdpRwD pic.twitter.com/TdGijK0ZpG
— cricket.com.au (@cricketcomau) September 22, 2025
વૈભવ સૂર્યવંશીએ અત્યાર સુધી અંડર-19 મલ્ટિ-ડે મેચોમાં બનાવેલા 311 રનમાંથી 108 રન ભારતમાં બનાવ્યા છે. તેણે ઓસ્ટ્રેલિયામાં 113 અને ઈંગ્લેન્ડમાં 90 રન બનાવ્યા છે. હવે પ્રશ્ન એ છે કે તે અંડર-19 મલ્ટિ-ડે મેચોમાં ભારતીય રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં ગૌતમ ગંભીરને કેવી રીતે પાછળ છોડી શકશે? તે ઓસ્ટ્રેલિયા અંડર-19 સામેની બીજી મલ્ટિ-ડે મેચમાં 21 રન બનાવીને સૌથી વધુ રન બનાવવા મામલે ગૌતમાં ગંભીરને પાછળ છોડી દેશે.
આ પણ વાંચો: LPL 2025: હવે આ ક્રિકેટ લીગમાં પણ રમશે ભારતીય ખેલાડીઓ, પહેલીવાર આ ટુર્નામેન્ટમાં લેશે ભાગ