IND vs AUS: ઓસ્ટ્રેલિયાને હરાવી પાકિસ્તાનને પાછળ છોડી ભારતે વિશ્વ વિક્રમ નોંધાવ્યો, જાણો શ્રેણી વિજયની ખાસ 9 વાતો

વિરાટ કોહલી (Virat Kohli) એ ઓસ્ટ્રેલિયા સામેના તેના પહેલાથી જ શાનદાર T20 રેકોર્ડમાં પણ સુધારો કર્યો અને તે ભારતનો બીજો સૌથી સફળ બેટ્સમેન પણ બન્યો.

IND vs AUS: ઓસ્ટ્રેલિયાને હરાવી પાકિસ્તાનને પાછળ છોડી ભારતે વિશ્વ વિક્રમ નોંધાવ્યો, જાણો શ્રેણી વિજયની ખાસ 9 વાતો
Team India એ ઓસ્ટ્રેલિયા સામે 2-1 થી શ્રેણી જીતી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2022 | 11:11 AM

ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australia) વચ્ચે જે રીતે T20 સિરીઝ શરૂ થઈ હતી, બરાબર એ જ રીતે સમાપ્ત થઈ હતી. રનનો ભારે વરસાદ. જબરદસ્ત રોમાંચ અને ત્રણેય મેચોમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા. ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) અને ચાહકો માટે સિરીઝનો અંતિમ મુકાબલો વધુ અદભૂત હતો કારણ કે પ્રથમ મેચમાં હાર્યા બાદ ભારતીય ટીમે સતત બે મેચ જીતીને શ્રેણી 2-1 થી જીતી લીધી હતી. હૈદરાબાદમાં ભારતે અક્ષર પટેલ, વિરાટ કોહલી (Virat Kohli) અને સૂર્યકુમાર યાદવના જોરદાર પ્રદર્શનને કારણે મેચ 6 વિકેટે જીતી લીધી હતી.

ભારતની જીતની ખાસ વાતો

આ આખી મેચમાં ભારત તરફથી કેટલાક ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું, જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી કેમેરોન ગ્રીને પણ શાનદાર બેટિંગ કરી. ટીમ ઈન્ડિયાએ જીતના મામલામાં પાકિસ્તાનને પાછળ છોડી દઈ શ્રેણી વિજય સાથે નવો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે. જાણો અહીં-

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
  1. આ જીત સાથે ભારતે 2022 માં 21મી T20 મેચ જીતી લીધી હતી. આ સાથે ભારતે એક વર્ષમાં સૌથી વધુ T20 મેચ જીતવાનો પાકિસ્તાન (20)નો રેકોર્ડ તોડી નાખ્યો. પાકિસ્તાને ગયા વર્ષે જ આ કામ કર્યું હતું.
  2. ભારતે આ વર્ષે ઘરઆંગણે તેની 10મી જીત નોંધાવી, જે એક વર્ષમાં કોઈપણ ટીમ માટે સૌથી વધુ છે. ટીમ ઈન્ડિયા આ વર્ષે ભારતમાં અત્યાર સુધીમાં 14 મેચ રમી છે, જેમાં 3માં હાર અને 1 અનિર્ણિત રહી હતી.
  3. વિરાટ કોહલીએ આ મેચમાં 63 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી, જે ટી20માં તેની 33મી ફિફ્ટી હતી. T20માં તેના નામે સૌથી વધુ અર્ધસદી છે.
  4. ઓસ્ટ્રેલિયા સામે કોહલીની આ આઠમી ફિફ્ટી હતી. આટલું જ નહીં, તેણે ઓસ્ટ્રેલિયા સામે T20 ઈન્ટરનેશનલમાં 10મી વખત એક ઈનિંગમાં 30થી વધુ રન બનાવ્યા, જે કોઈ ટીમ સામે આટલો સૌથી વધારે સ્કોર છે.
  5. એટલું જ નહીં, વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રનના મામલે પોતાના કોચ અને ટીમ ઈન્ડિયાના મહાન બેટ્સમેન રાહુલ દ્રવિડને પાછળ છોડી દીધો છે. કોહલીના નામે તમામ ફોર્મેટમાં 24078 રન છે અને હવે તે ભારત માટે બીજા નંબર પર આવી ગયો છે. તેની આગળ ભારત માટે માત્ર સચિન તેંડુલકર (34357) છે.
  6. સૂર્યકુમાર યાદવે 69 રનની જબરદસ્ત ઇનિંગ રમી હતી, જે આ વર્ષની તેની ચોથી અડધી સદી હતી. આ સાથે તે 2022માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. સૂર્યાએ 20 ઇનિંગ્સમાં 37ની એવરેજ અને 183ની આસપાસ સ્ટ્રાઇક રેટ સાથે 682 રન બનાવ્યા છે.
  7. આ સિવાય ચોથા નંબર પર બેટિંગ કરી રહેલો સૂર્યકુમાર યાદવ ભારત માટે એક વર્ષમાં સૌથી વધુ T20 અડધી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. સૂર્યા (4) એ યુવરાજ સિંહ (3) નો રેકોર્ડ તોડ્યો હતો.
  8. ભારતીય ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર માટે આ શ્રેણી બહુ સારી રહી ન હતી, પરંતુ તે એક વર્ષમાં T20માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. ભુવી (32)એ ઓસ્ટ્રેલિયાના એન્ડ્રુ ટાય (31)નો રેકોર્ડ તોડ્યો હતો.
  9. માત્ર ભારતીય ખેલાડીઓ જ નહીં ઓસ્ટ્રેલિયાના યુવા ઓપનર કેમરન ગ્રીને પણ રેકોર્ડ બનાવ્યો હતો. તે ભારત સામે T20I માં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બેટ્સમેન બન્યો. ગ્રીને જ્હોન્સન ચાર્લ્સ (20 બોલ) નો માત્ર 19 બોલમાં ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ તોડ્યો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">