IND vs AUS: ગ્લેન મેક્સવેલ થર્ડ અંપાયરના નિર્ણય પર નારાજ, અક્ષર પટેલના સીધા થ્રો પર ‘વિચિત્ર’ રન આઉટ-Video

ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell) ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલ (Axar Patel) ના સીધા થ્રો દ્વારા રનઆઉટ થયો હતો, પરંતુ દિનેશ કાર્તિકની ભૂલ ભારતને મોંઘી પડી શકે એમ હતી.

IND vs AUS: ગ્લેન મેક્સવેલ થર્ડ અંપાયરના નિર્ણય પર નારાજ, અક્ષર પટેલના સીધા થ્રો પર 'વિચિત્ર' રન આઉટ-Video
Glenn Maxwell ને અક્ષર પટેલે ડાયરેક્ટ થ્રો પર રન આઉટ કર્યો હતો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2022 | 9:46 PM

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) અને રન આઉટ. સતત બે દિવસમાં ટીમ ઈન્ડિયાએ વિરોધી ટીમના ખેલાડીને રન આઉટ કર્યા, જેના કારણે ભારે ચર્ચા જાગી છે. પ્રથમ લોર્ડ્સમાં, ભારતીય મહિલા ટીમની ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ નોન-સ્ટ્રાઈક એન્ડમાં ઈંગ્લેન્ડના બેટ્સમેનને રન આઉટ કર્યો, જેણે ફરીથી એ જ જૂની ‘સ્પોર્ટ્સમેનશિપ’ ચર્ચાને જન્મ આપ્યો. લગભગ 24 કલાક બાદ હૈદરાબાદમાં અન્ય એક ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલે (Axar Patel) ગ્લેન મેક્સવેલને (Glenn Maxwell) ગજબ વિચિત્ર રન આઉટ કર્યો હતો. જે જોઈને ઘડીકભર માથુ ખંજવાળી ઉઠો. આનાથી પણ ચર્ચા થઈ, જોકે બસ તેના વિશે કોઈ વિવાદ નહોતો સર્જાયો.

શનિવારે 24 સપ્ટેમ્બરે લોર્ડ્સમાં, દીપ્તિ શર્માએ ઈંગ્લેન્ડના બેટ્સમેન ડીનને બોલ ફેંકતા પહેલા ક્રિઝ છોડવા બદલ રન આઉટ કરી દીધી હતી. દર વખતની જેમ આ વખતે પણ સમગ્ર અંગ્રેજી મીડિયા, ઈંગ્લેન્ડના ક્રિકેટરો અને ઈંગ્લિશ ચાહકોએ આ અંગે હોબાળો મચાવ્યો હતો. આ અંગે ચર્ચા ચાલુ છે. લોર્ડ્સથી હજારો માઈલ દૂર હૈદરાબાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેનો રનઆઉટ પણ ચર્ચાનો વિષય બન્યો હતો.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

મેક્સવેલ રન આઉટનો નિયમ ભૂલી ગયો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની T20 શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચમાં પ્રથમ બેટિંગ કરી રહેલો ગ્લેન મેક્સવેલ આ રનઆઉટનો શિકાર બન્યો હતો. આઠમી ઓવરમાં, મેક્સવેલે યુઝવેન્દ્ર ચહલનો ત્રીજો બોલ ડીપ ફાઈન લેગ તરફ રમ્યો અને બે રન મેળવવા માટે દોડ્યો. બીજો રન પૂરો કરે તે પહેલા જ અક્ષર પટેલનો સીધો થ્રો સ્ટમ્પ પર વાગ્યો અને રનઆઉટની અપીલ કરી.

જ્યારે ત્રીજા અમ્પાયરે રિપ્લેનો આશરો લીધો ત્યારે એવું દર્શાવવામાં આવ્યું હતું કે બોલના આગમન પહેલા જ વિકેટકીપર દિનેશ કાર્તિકના ગ્લોવ્સમાંથી એક બેઈલ પડી ગઈ હતી, જ્યારે બાદમાં બોલે બીજી બેઈલ ઉડાવી દીધી હતી.

મેક્સવેલ સહિત મોટાભાગના ચાહકો સમજી ગયા હતા કે, એકવાર દિનેશ કાર્તિકે બોલ ઝડપ્યા વિના સ્ટમ્પ પરથી બેઈલ નિચે પાડી દીધી તો રન આઉટની શક્યતા ખતમ થઈ જશે. પરંતુ ત્રીજા અમ્પાયરે તેને આઉટ જાહેર કરતા જ મેક્સવેલ આશ્ચર્યચકિત હતો અને અમ્પાયરને પૂછવા લાગ્યો કે કેવી રીતે? આવો નિર્ણય કેમ આપવામાં આવ્યો હતો?

નિયમ શું કહે છે?

દેખીતી રીતે મેક્સવેલ કદાચ નિયમથી અજાણ હતો. ICC ના રન આઉટ માટેના કાયદા હેઠળ, જો સ્ટમ્પની ઉપરના બે બેઈલમાંથી એક પ્રથમ પડે છે, તો બીજી બેઈલને નિચે પાડીને બેટ્સમેનને રનઆઉટ થઈ શકા છે. એટલે કે, એકંદરે, બેટ્સમેન ક્રિઝ પર પહોંચે તે પહેલાં, બંને બેઈલમાંથી કોઈપણ એકને નિચે પાડવી જરૂરી છે, જેથી તે રનઆઉટ થઈ શકે. મેક્સવેલના કિસ્સામાં પણ એવું જ થયું. કાર્તિકની ઉતાવળને કારણે, એક બેઈલ પહેલા પડી ગઈ, પરંતુ અક્ષર પટેલનો થ્રો એટલો સચોટ હતો કે બોલ સીધો અન્ય સ્ટંપ પર જઈને અથડાયો અને ઓફ સાઈડની બેઈલ હવામાં ઉડી ગઈ હતી.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">