Cricket: હરભજન અને પ્રજ્ઞાન ઓઝાને કાપીને કેવી રીતે ટીમમાં સ્થાન અપાવ્યુ, ચહલે કહી ડેબ્યૂ કહાની

ક્રિકેટરો બારે માસ IPLને લઈને કોઈના કોઈ વાત યાદ કરતા રહે છે અને તેને શેર પણ કરતા રહેતા હોય છે. યુઝવેન્દ્ર ચહલને (Yuzvendra Chahal) વન ડે અને ટી20માં ટીમ ઈન્ડીયા (Team India)ના વાઈસ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)ની સાથે સારા સંબંધ છે.

Cricket: હરભજન અને પ્રજ્ઞાન ઓઝાને કાપીને કેવી રીતે ટીમમાં સ્થાન અપાવ્યુ, ચહલે કહી ડેબ્યૂ કહાની
Yuzvendra Chahal-Rohit Sharma
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 25, 2021 | 4:44 PM

IPL 2021 ભલે સ્થગીત થઈ ચુકી હોય પરંતુ ખેલાડીઓને IPL ખૂબ જ યાદ આવતી રહેતી હોય છે. ક્રિકેટરો બારે માસ IPLને લઈને કોઈના કોઈ વાત યાદ કરતા રહે છે અને તેને શેર પણ કરતા રહેતા હોય છે. યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) વન ડે અને ટી20માં ટીમ ઈન્ડીયા (Team India)ના વાઈસ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)ની સાથે સારા સંબંધ છે. આઈપીએલ ચહલનું ડેબ્યૂ કેવી રીતે રોહિત શર્માએ કરાવ્યુ હતુ એ વાતને શેર કરી છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

યુઝવેન્દ્ર ચહલે કહ્યુ હતુ કે, મારો રોહિતભાઈ સાથે સારો સંબંધ છે, કારણ કે અમે બંને એકબીજાને વર્ષ 2011થી જાણીએ છીએ. જ્યારે હું મુંબઈ ઈન્ડીયન્સમાં હતો. હું આઈપીએલમાં ડેબ્યૂ રોહિતભાઈના કારણે જ કરી શક્યો હતો. મને મોકો નહોતો મળી રહ્યો અને રોહિતભાઈ કેપ્ટન બન્યા. તે મારા રુમમાં આવ્યા અને કહ્યું કે તુ મેચ રમી રહ્યો છે.

આગળ વાત કરતા કહ્યુ કે રોહિત શર્માની વાત સાંભળીને હું આશ્વર્યમાં હતો. અમારી પાસે પહેલાથી જ હરભજન સિંહ (Harbhajan Singh) અને પ્રજ્ઞાન ઓઝા (Pragyan Ojha) હતા. અમે ક્યારેય ત્રણ સ્પિનર નહોતા રમાડ્યા. ચહલે માનતો હતો કે, તે સમયે તે સારી બોલીંગ કરી રહ્યો હતો. તેમના ખાતામાં વિકેટ પણ મળી હતી. જોકે તેણે કહ્યું કે રોહિતનો હરભજન અને પ્રજ્ઞાન ઓઝા જેવા દિગ્ગજોને છોડીને તેને ટીમમાં સમાવવાનો નિર્ણય આશ્વર્ય સર્જતો હતો.

રોહિતે કહ્યું કે, હું તને રમાડીશ

ચહલે બતાવ્યુ કે, મારી ચેમ્પિયન્સ ટ્રોફી સારી રહી હતી અને મને પ્રેકટીસ મેચમાં વિકેટ મળી હતી. જોકે મુંબઈની વિકેટ એવી હતી કે, ત્યાં ત્રણ સ્પિનર રમાડી શકાય એમ નહોતુ. ભજ્જી અને ઓઝા પણ તે સમયે ટેસ્ટ લેજેન્ડ હતા. એટલે જ હું ખૂબ ઉત્સાહિત હતો. રોહિતભાઈએ ભરોસો અપાવ્યો હતો કે, હું તને રમાડીશ, ત્યાંથી અમારી બોન્ડીંગ શરુ થઈ હતી.

આઈપીએલમાં પોતાની પ્રથમ મેચમાં યુઝવેન્દ્ર ચહલને કોઈ વિકેટ નહોતી મળી. તેના બાદ તે બીજી વાર મુંબઈ માટે નહોતો રમ્યો. જોકે તે સિઝનમાં રોહિત શર્માની કેપ્ટનશીપમાં મુંબઈ ઈન્ડીયન્સમાં પ્રથમવાર આઈપીએલ ટ્રોફી જીતી હતી. ચહલે બતાવ્યુ હતુ કે રોહિત શર્મા તેમના માટે મોટાભાઈ સમાન છે. જ્યારે તે ભારતીય ટીમમાં આવે તો રોહિત શર્માની સાથે જ ઉઠતો બેસતો અને ખાતો પીતો હતો.

આ પણ વાંચો: IPL: BCCI ની સામે IPL ના પૂર્વ ખેલાડીએ પોતાની બાકી રકમને લઇને સણસણતો સવાલ કર્યો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">