આશા છે કે આવનારા સમયમાં ઇંગ્લેન્ડ ટેસ્ટ ક્રિકેટમાં પહેલા કરતા સારૂ પ્રદર્શન કરશેઃ બ્રાન્ડન મેક્કુલમ

England Cricket : ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ટેસ્ટ ક્રિકટના હેડ કોચ બન્યા બાદ બ્રેન્ડન મેક્કુલમે (Brandon McCullum) પહેલીવાર નિવેદન આપ્યું. તેણે કહ્યુ કે, મારા માટે ટેસ્ટ ક્રિકેટ હંમેશા પહેલી પ્રાથમિકતા રહ્યું છે

આશા છે કે આવનારા સમયમાં ઇંગ્લેન્ડ ટેસ્ટ ક્રિકેટમાં પહેલા કરતા સારૂ પ્રદર્શન કરશેઃ બ્રાન્ડન મેક્કુલમ
Brendon McCullum (PC: Daily Mail)
TV9 GUJARATI

| Edited By: Adhirajsinh jadeja

May 28, 2022 | 9:52 AM

તાજેતરમાં જ ઈંગ્લેન્ડ (England Cricket) ટેસ્ટ ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરાયેલા બ્રેન્ડન મેક્કુલમ (Brandon McCullum) ને સંપૂર્ણ આશા છે કે ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની શરૂઆત સાથે જ ઈંગ્લેન્ડ ટીમનું ફોર્મ ટેસ્ટ (Test Cricket) ક્રિકેટમાં પાછું આવશે. તમને જણાવી દઈએ કે ઈંગ્લેન્ડે તેની છેલ્લી 17 મેચમાંથી માત્ર 1 જ જીત મેળવી છે. ટીમે જાન્યુઆરી 2021 માં શ્રીલંકા સામે તેની છેલ્લી શ્રેણી જીતી હતી. જેમાં તેણે શ્રીલંકાને 2-0 થી હરાવ્યું હતું.

બ્રેન્ડન મેક્કુલમની તાજેતરમાં ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમના નવા મુખ્ય કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે. એટલું જ નહીં બેન સ્ટોક્સ (Ben Stokes) ને ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બ્રેન્ડન મેક્કુલમને ખૂબ આશા છે કે આ નવી ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમ આવનારા સમયમાં સારું પ્રદર્શન કરશે. આ શ્રેણી 2 જૂનથી શરૂ થઈ રહી છે અને તેની પ્રથમ ટેસ્ટ મેચ લોર્ડ્સમાં રમાશે.

મારા માટે ટેસ્ટ ક્રિકેટ હંમેશા પહેલી પ્રાથમિકતા રહ્યું છેઃ બ્રેન્ડન મેક્કુલમ

બ્રેન્ડન મેક્કુલમે સ્કાય સ્પોર્ટ્સ સાથે વાત કરતા કહ્યું કે, મારા માટે ટેસ્ટ ક્રિકેટ હંમેશા પહેલી પ્રાથમિકતા રહ્યું છે. જો આપણે ટેસ્ટ ફોર્મેટની વાત કરીએ તો તેનું સ્તર પહેલાથી જ ઘણું નીચે આવી ગયું છે. જો કોઈ આ સ્તરને ફરીથી વધારી શકે છે, તો તે ઈંગ્લેન્ડ ક્રિકેટ છે.

ઈંગ્લેન્ડના ચાહકો હંમેશા ટેસ્ટ ક્રિકેટને મહત્વ આપે છે. મને ખાતરી છે કે ઈંગ્લેન્ડ આવનાર સમયમાં વધુ સારું પ્રદર્શન કરશે. ઈંગ્લેન્ડે તેની છેલ્લી ટેસ્ટ શ્રેણી વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી. જેમાં તેનો 1-0 થી પરાજય થયો હતો. આ ટેસ્ટ શ્રેણીમાં 3 મેચ રમાઈ હતી. આ શ્રેણી પછી જો રૂટ (Joe Root) એ ટેસ્ટ ટીમના સુકાનીપદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ બેન સ્ટોક્સને ટેસ્ટ ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો.

એશિઝમાં 0-4 થી મળેલી હાર બાદ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (England Cricket Board) એ ટીમમાં ઘણા ફેરફાર કર્યા હતા. પરંતુ ટીમમાં તેની કોઈ અસર જોવા મળી નથી. આ ટીમના કોચ પહેલા ક્રિસ સિલ્વરવુડ હતા. પરંતુ બોર્ડે તેમને હટાવી દીધા અને તેમની જગ્યાએ બ્રેન્ડન મેક્કુલમને ટેસ્ટ ટીમનો મુખ્ય કોચ બનાવવામાં આવ્યા છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati