વિશ્વના મોંઘાદાટ ક્રિકેટ કોચ કોણ છે? રાહુલ દ્રવિડને મળે છે મેક્કુલમ કરતા આટલી ગણી વધારે સેલેરી, જુઓ યાદી

ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ ગયા વર્ષે ટીમના મુખ્ય કોચ તરીકે ચૂંટાયા હતા, BCCI, તેમને લગભગ 10 કરોડ રૂપિયા વાર્ષિક પગાર આપવામાં આવે છે. પાકિસ્તાનના કોચને વર્ષે 1 કરોડ રુપિયા જેટલો પગાર મળે છે.

May 14, 2022 | 1:33 PM
TV9 GUJARATI

| Edited By: Avnish Goswami

May 14, 2022 | 1:33 PM

ઈંગ્લેન્ડની ટીમે ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન અને અનુભવી ખેલાડી બ્રેન્ડમ મેક્કુલમની ટેસ્ટ ટીમના મુખ્ય કોચ તરીકે પસંદગી કરી છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે તેને ચાર વર્ષ માટે 18.85 કરોડ રૂપિયા પગાર તરીકે ચૂકવ્યા હતા. એટલે કે તેમને વાર્ષિક 4.71 કરોડ રૂપિયા આપવામાં આવશે. હાલમાં તે વિશ્વના બીજા સૌથી મોંઘા કોચ છે. આજે જાણીએ વિશ્વના મુખ્ય કોચના પગાર વિશે

1 / 5
ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ વિશ્વના સૌથી વધુ પગાર મેળવનાર કોચ છે. તેઓ ગયા વર્ષે ટીમના મુખ્ય કોચ તરીકે પસંદ કરાયા હતા, BCCI, તેમને લગભગ 10 કરોડ રૂપિયા વાર્ષિક પગાર આપવામાં આવે છે, જે વિશ્વના તમામ ક્રિકેટ કોચ કરતા વધુ છે. મેક્કલુમ કરતા તે રકમ બે ગણી કરતા પણ વધારે છે

2 / 5
વર્ષ 2018 માં, ન્યુઝીલેન્ડે ગેરી સ્ટડને તેમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા. તેમના કોચ તરીકે ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને 2019માં વર્લ્ડની ફાઇનલમાં પહોંચી હતી. કિવી બોર્ડ સ્ટડને વાર્ષિક રૂ. 1.73 કરોડ પગાર તરીકે આપે છે.

3 / 5
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે તાજેતરમાં જસ્ટિન લેંગર સાથેના વિવાદ બાદ એન્ડ્ર્યુ મેકડોનાલ્ડને તેના રાષ્ટ્રીય કોચ તરીકે બનાવ્યા હતા. અગાઉ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા લેંગરને વાર્ષિક પગાર તરીકે લગભગ પાંચ કરોડ રૂપિયા આપતું હતું, તેથી મેકડોનાલ્ડ્સનો પગાર પણ લગભગ સમાન ગણવામાં આવે છે.

4 / 5
પાકિસ્તાન ક્રિકેટ ટીમે તાજેતરમાં સકલીન મુશ્તાકને કોચ તરીકે નિયુક્ત કર્યા છે. થોડા દિવસો પહેલા પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે સકલૈન PCB દર મહિને 10 લાખ એટલે કે સલામાને એક કરોડ રૂપિયા પગાર તરીકે આપે છે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati