શું ગૌતમ ગંભીરે છીનવી રોહિત શર્માની કેપ્ટનશીપ? નવા રિપોર્ટમાં થયો એક ચોંકાવનારો ખુલાસો
ઓસ્ટ્રેલિયા સામેની આગામી વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. આશ્ચર્યજનક વાત એ છે કે, રોહિત શર્માને કેપ્ટનશીપ પરથી હટાવી દેવામાં આવ્યો છે અને શુભમન ગિલને કમાન સોંપવામાં આવી છે.

ઓસ્ટ્રેલિયા સામેની આગામી વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. આશ્ચર્યજનક વાત એ છે કે, રોહિત શર્માને કેપ્ટનશીપ પરથી હટાવી દેવામાં આવ્યો છે અને શુભમન ગિલને કમાન સોંપવામાં આવી છે. જો કે, રિપોર્ટમાં સામે આવ્યું છે કે, રોહિતને કેપ્ટનશીપ પરથી હટાવવા પાછળ ગૌતમ ગંભીરનો હાથ છે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વનડે અને પાંચ ટી20 મેચ રમશે. રોહિત શર્માને વનડે સિરીઝમાં લેવામાં આવ્યો છે પરંતુ તેને કેપ્ટનશીપ પરથી હટાવવામાં આવ્યો છે. રોહિતના સ્થાને શુભમન ગિલને ભારતીય વનડે ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
–
Asia Cup 2023 ICC Champions Trophy 2025
A salute to the ODI Captaincy tenure of Rohit Sharma #TeamIndia | @ImRo45 pic.twitter.com/hdj8I3zrQT
— BCCI (@BCCI) October 4, 2025
જણાવી દઈએ કે, રોહિત શર્માએ ભારતને ‘ચેમ્પિયન્સ ટ્રોફી 2025’નો ખિતાબ અપાવ્યો હતો. હવે એવામાં આગામી સિરીઝમાં જ તેની કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી હતી. આ નિર્ણયથી ક્રિકેટ ફેન્સને આઘાત લાગ્યો છે અને બધાને આશ્ચર્ય થઈ રહ્યું છે કે, અચાનક આવું કેમ કરવામાં આવ્યું?
શું ગંભીર અને અગરકરે રોહિતની કેપ્ટનશીપ છીનવી?
મીડિયા રિપોર્ટસના અહેવાલ મુજબ, રોહિત શર્માને કેપ્ટનશીપથી દૂર કરવાનો નિર્ણય ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર અને ચીફ સિલેક્ટર અજિત અગરકર દ્વારા લેવામાં આવ્યો હતો. BCCIના સૂત્રો થકી જાણવા મળ્યું છે કે, “આ નિર્ણય ગંભીર અને અગરકર દ્વારા લેવામાં આવ્યો છે. કોહલી અને રોહિત શર્મા માટે બે વર્ષ પછી પણ પહેલાની જેમ રમવું મુશ્કેલ બનશે, કારણ કે તે બંને 40 વર્ષની ઉંમર નજીક પહોંચી રહ્યાં છે.”
ગૌતમ ગંભીરે કડક નિર્ણયો કેમ લેવાનું શરૂ કર્યું?
અહેવાલ અનુસાર, “ગૌતમ ગંભીર અને અજિત અગરકર ઇચ્છતા નહોતા કે, ભવિષ્યમાં ખરાબ ફોર્મને લઈને રોહિત અને કોહલી મુશ્કેલીમાં મુકાય. ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટેની પસંદગી પહેલા બંનેનો નિવૃત્તિ લેવાનો નિર્ણય એ એક અલગ બાબત છે.” BCCIના સૂત્રએ વધુમાં જણાવ્યું હતું કે, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાની હાર બાદ ગૌતમ ગંભીરે કડક નિર્ણયો લેવાનું શરૂ કરી દીધું હતું.
