હરમનપ્રીત કૌરે રમી ધમાકેદાર ઈનિગ્સ, 26 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, જાણો 10 મોટી વાતો

ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે એક વિસ્ફોટક ઈનિગ્સ રમી છે. ઈંગ્લેન્ડ સામેની બીજી વન ડે મેચમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરૈ (Harmanpreet Kaur) 143 રનની જોરદાર ઈનિગ્સ રમી હતી.

હરમનપ્રીત કૌરે રમી ધમાકેદાર ઈનિગ્સ, 26 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, જાણો 10 મોટી વાતો
Harmanpreet KaurImage Credit source: File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2022 | 11:48 PM

Indian women cricket team : ભારતીય મહિલા ટીમની ખેલાડીઓ હાલ પોતાના બેસ્ટ ફોમમાં છે. હાલ ભારત અને ઈંગ્લેન્ડની મહિલા ટીમ વચ્ચે વન-ડે સિરિઝ ચાલી રહી છે. ભારતીય મહિલા ટીમ 23 વર્ષ બાદ ઈંગ્લેડ સામે વન ડે સીરીઝમાં જીતવાનો પ્રયાસ કરી છે. તે દરમિયાન ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે એક વિસ્ફોટક ઈનિગ્સ રમી છે. ઈંગ્લેન્ડ સામેની બીજી વન ડે મેચમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરૈ (Harmanpreet Kaur) 143 રનની જોરદાર ઈનિગ્સ રમી હતી. જેના કારણે ભારતીય મહિલા ટીમનો સ્કોર 5 વિકેટ સાથે 333 રન થયો હતો. જે વિદેશની ધરતી પર ભારતીય મહિલા ટીમ દ્વારા બનાવામાં આવેલ સૌથી મોટો સ્કોર છે. આ ઈનિગ્સમાં હરમનપ્રીત કૌર અને ભારતીય મહિલા ટીમ દ્વારા નવા રેકોર્ડ બન્યા છે.

આજે ભારતીય મહિલા ટીમની બેસ્ટ ખેલાડીઓમાં એક સ્મૃતિ મંધાના એ પણ એક રેકોર્ડ બનાવ્યો છે. કેન્ટરબરીમાં ઈંગ્લેન્ડ સામેની બીજી વન ડે મેચમાં ભારતીય મહિલા ટીમની ઓપનર સ્મૃતિ મંધાનાએ 40 રન બનાવ્યા અને તેની સાથે જ વન ડેમાં તેણે 3000 રન પૂરા કર્યા હતા. તે 3000 રન પૂરા કરનાર ભારતની ત્રીજી મહિલા ક્રિકેટર બની છે. આ પહેલા હરમનપ્રીત કૌર અને મિતાલી રાજ દ્વારા આ રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો પણ સ્મૃતિ આવું કરનાર સૌથી ઝડપી ભારતીય ખેલાડી બની છે. તેણે 76 ઈનિગ્સમાં આ કામ કરી બતાવ્યુ છે.

ધમાકેદાર ઈનિગ્સ સાથે જોડાયેલી મોટી વાતો

કેન્ટરબરીની વન ડેમાં હરમનપ્રીત કૌરે પોતાની બેટથી રનનો વરસાદ કરી નાખ્યો હતો. ચાલો જાણીએ હરમનપ્રીત કૌરે અને ભારતીય મહિલા ટીમની મોટી અપડેટ –

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
  1. ભારતે 50 ઓવરમાં 333 રન બનાવ્યા હતા. આ માત્ર ચોથી વખત છે જ્યારે ટીમ ઈન્ડિયાએ વન ડે ક્રિકેટમાં 300નો આંકડો પાર કર્યો છે. તેમાંથી આ વર્ષમાં બે વખત આટલા રન થયા છે. આ પહેલા વેસ્ટ ઈન્ડિઝ સામે વર્લ્ડ કપમાં ભારતીય ટીમે 317 રન બનાવ્યા હતા.
  2. ઈંગ્લેન્ડ સામે વન ડેમાં ભારતનો આ સર્વોચ્ચ સ્કોર છે. ઈંગ્લેન્ડમાં આ ભારતનો સૌથી મોટો વન ડે સ્કોર પણ છે. આ પહેલા ઈંગ્લેન્ડ સામે સર્વોચ્ચ સ્કોર 281 રનનો હતો, જે 2017માં જ ઈંગ્લેન્ડમાં આવ્યો હતો.
  3. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે પોતાની ODI કારકિર્દીની પાંચમી સદી ફટકારી હતી. કેપ્ટન તરીકે આ તેની બીજી સદી છે, જ્યારે ફુલ ટાઈમ કેપ્ટન તરીકે તેની પ્રથમ વનડે સદી છે.
  4. હરમનપ્રીત કૌરે વન ડેમાં ભારત માટે સૌથી વધુ સદી ફટકારવાના મામલે બીજા નંબર પર સ્મૃતિ મંધાનાની બરાબરી કરી લીધી છે.
  5. હરમનપ્રીત એ અણનમ 143 રનની ઈનિગ્સ રમીને ઈંગ્લેન્ડ સામે અને ઈંગ્લેન્ડમાં જ સર્વોચ્ચ સ્કોરનો 26 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. તેના પહેલા 1996માં ઓસ્ટ્રેલિયાના ડેબી હોકલીએ 117 રન બનાવ્યા હતા.
  6. હરમનપ્રીત કૌરનો 143નો સ્કોર ઈંગ્લેન્ડ સામે કોઈપણ બેટ્સમેનનો ત્રીજો સૌથી મોટો સ્કોર છે. આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાની દિગ્ગજ ખેલાડી એલિસા હીલીના નામે છે જેણે આ વર્ષે વર્લ્ડ કપ ફાઇનલમાં 170 રન બનાવ્યા હતા જ્યારે બેલિન્ડા ક્લાર્કે અણનમ 146 રન બનાવ્યા હતા.
  7. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે, દીપ્તિ શર્મા સાથે મળીને માત્ર 24 બોલમાં અણનમ 71 રનની ભાગીદારી કરી હતી. બંનેએ ઓવર દીઠ 17.75 રનના દરે રન બનાવ્યા, જે મહિલાઓની વન ડેમાં 50 થી વધુ રનની ભાગીદારી માટે સૌથી ઝડપી સ્કોરિંગ દર છે.
  8. હરમનપ્રીત કૌર ઈંગ્લેન્ડ સામે એકથી વધુ સદી ફટકારનારી પ્રથમ ભારતીય બેટ્સમેન છે. તેણે અગાઉ 2013માં મુંબઈમાં 107 રન બનાવ્યા હતા, જે તેની પ્રથમ વનડે સદી હતી.
  9. યુવા બેટ્સમેન હરલીન દેઓલે આ વનડેમાં પોતાની પ્રથમ અડધી સદી ફટકારી હતી. હરલીને 72 બોલમાં 58 રન બનાવ્યા અને કેપ્ટન હરમનપ્રીત કૌર સાથે 213 રનની ભાગીદારી કરી. આ પહેલા હરલીને 5 મેચમાં કુલ 43 રન બનાવ્યા હતા.
  10. આ મેચમાં ઈંગ્લેન્ડના બે બોલરોએ સૌથી ખરાબ બોલિંગનો રેકોર્ડ બનાવ્યો હતો. ડેબ્યૂ કરતી 17 વર્ષની ફાસ્ટ બોલર ફ્રેયા કેમ્પે 10 ​​ઓવરમાં 82 રન આપ્યા, જે ઈંગ્લેન્ડ માટે ODIમાં સૌથી ખરાબ બોલિંગનો રેકોર્ડ છે. , તે જ વર્ષમાં ડેબ્યૂ કરનાર લોરેન બેલે 10 ઓવરમાં 79 રન આપ્યા હતા.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">