વીડિયો : ગુજ્જુ ઓલરાઉન્ડરે શેર કરી ખુશખબરી ! શરુ કરી મેદાન પર વાપસીની તૈયારી
હાર્દિક પંડયાનું અફગાનિસ્તાન સામેની સિરીઝમાં રમવાનું શંકાસ્પદ લાગી રહ્યું છે. જો તે અફઘાનિસ્તાન સામેની સિરીઝમાં નહીં રમે તો સીધા આઈપીએલમાં રમતા જોવા મળી શકે છે. આઈપીએલની શરુઆત માર્ચના અંતમાં થવાની સંભાવના છે. આ સિઝનમાં તે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા જોવા મળે છે.

સાઉથ આફ્રીકા સામેની બીજી ટેસ્ટ મેચ બાદા ભારતીય ટીમ હોમ ગાઉન્ડર પર અફઘાનિસ્તાન સામે ટી20 સિરીઝ રમશે. આ ત્રણ મેચની ટી20 સિરીઝમાં સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડયા રમશે કે નહીં તેના પર વાત હજુ સ્પષ્ટ થઈ નથી. વર્લ્ડ કપ 2023માં ઈજાગ્રસ્ત થયેલા હાર્દિક પંડયાએ આ બધા વચ્ચે વર્કઆઉટનો વીડિયો શેયર કર્યો છે જેમાં તે કમબેક માટે મહેનત કરતા જોવા મળે છે.
હાર્દિક પંડયાએ મેદાન પર કમબેક માટે સખત મહેનત શરુ કરી છે. વર્લ્ડ કપ 2023માં તે બાંગ્લાદેશ સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારથી જ આ ગુજ્જુ ઓલરાઉન્ડર ક્રિકેટના મેદાનથી દૂર છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ટ્રેનિંગનો વીડિયો શેયર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે પ્રગતિ, દરેક દિવસે.
આ પણ વાંચો : કેપટાઉન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની જીતનો આધાર કેપ્ટન રોહિત શર્માના એક નિર્ણય પર નિર્ભર!
View this post on Instagram
3 મેચની ટી20 સિરીઝનું શેડયૂલ
- પહેલી ટી20 – 11 જાન્યુઆરી 2024, મોહાલી
- બીજી ટી20 – 14 જાન્યુઆરી 2024, ઈન્દોર
- ત્રીજી ટી20 – 17 જાન્યુઆરી 2024, બેંગ્લોર
જોકે, હાર્દિક પંડયાનું અફગાનિસ્તાન સામેની સિરીઝમાં રમવાનું શંકાસ્પદ લાગી રહ્યું છે. જો તે અફઘાનિસ્તાન સામેની સિરીઝમાં નહીં રમે તો સીધા આઈપીએલમાં રમતા જોવા મળી શકે છે. આઈપીએલની શરુઆત માર્ચના અંતમાં થવાની સંભાવના છે. આ સિઝનમાં તે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા જોવા મળે છે.તેને મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ મળી છે.
આ પણ વાંચો : આફ્રિકામાં સૌથી વધુ ટેસ્ટ રન બનાવવા મામલે આ ખેલાડી છે નંબર-1, ટોપ-5માં એક ગુજ્જુ પણ સામેલ
