IPL 2022: હાર્દિક પંડ્યાના હાથમાં આવેલો મોકો ‘સરકી’ જતા ગુજરાત ટાઈટન્સના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા! જુઓ Video

હાર્દિક પંડ્યા (Hardik Pandya) સાથે મેદાનમાં જે થયુ એ જોતા જ જોનારા સૌ કોઈ ના શ્વાસ અધ્ધર રહી ગયા હતા. ખાસ કરીને ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) ટીમના અને તેના ચાહકોના. જો કમનસીબે કંઈ નુકશાન થયુ હોત તો ગુજરાતની ટીમ સાથે ટીમ ઈન્ડિયાને પણ ઝટકો લાગ્યો હોત.

IPL 2022: હાર્દિક પંડ્યાના હાથમાં આવેલો મોકો 'સરકી' જતા ગુજરાત ટાઈટન્સના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા! જુઓ Video
Hardik Pandya ની કેપ્ટનશીપે ગુજરાતને ફાઈનલ સુધી પહોંચાડ્યુ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2022 | 9:19 AM

ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) ટીમે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં શાનદાર ડેબ્યૂ કર્યુ છે. પોતાની પ્રથમ સિઝનમાં જ ટીમ IPL 2022 ની ફાઈનલ સુધીની સફર કરવામાં સફળ રહી છે. સાથે જ ગુજરાતની ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) પણ સિઝનમાં અત્યાર સુધી સૌથી સફળ કેપ્ટન તરીકે ઉભરી રહ્યો છે. તેણે કેપ્ટન ઈનીંગની સફળ શરુઆત આઇપીએલમાં કરી છે. તેણે શાનદાર રીતે ટીમને લીગ તબક્કાથી લઈને ફાઈનલમાં પહોંચવા સુધી મહત્વની ભૂમિકા ભજવી છે. તેણે સુકાની પદ સાથે પોતાની વ્યક્તિગત રમત પણ પ્રભાવિત કરનારી રમી છે. મંગળવારે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ને 7 વિકેટે ઈડન ગાર્ડનના મેદાનમાં હરાવીને ગુજરાતની ટીમ ફાઈનલમાં પહોંચી છે. જોકે જીત મેળવતા પહેલા મેદાનમાં એક ઘટના જોઈને સૌ કોઈના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જોકે આ ઘટનામાં કમનસિબે કંઈ નુકશાન પહોંચ્યુ હોત તો ગુજરાતની ટીમને તે ભારે પડી જતુ.

કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે મંગળવારે 24 મેના રોજ રમાયેલ પ્રથમ ક્વોલિફાયરમાં આ ઘટના બની હતી, જેનાથી ગુજરાત અને હાર્દિક પંડ્યાને નુકસાન થઈ શક્યુ હોત. માટે જ આ ઘટના જોનારા સૌ કોઈના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. આ મેચમાં રાજસ્થાને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 188 રન બનાવ્યા હતા. આ ઈનિંગની 17મી ઓવરમાં આ ઘટના બની, જે ટીમ ઈન્ડિયા અને ગુજરાતને ટેન્શન આપી શકે છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

હાર્દિકના હાથમાંથી મોકો પણ સરકી ગયો!

તે સમયે રાજસ્થાનનો ઓપનર જોસ બટલર ક્રિઝ પર હતો અને લાંબા સમય સુધી ક્રિઝ પર રહ્યા બાદ અને રન માટે સંઘર્ષ કર્યા બાદ તેણે મોટા શોટ રમવાનું શરૂ કર્યું હતું. બટલરે યશ દયાલની આ ઓવરનો બીજો બોલ લોંગ ઓફ તરફ હવામાં રમ્યો અને બાઉન્ડ્રી પર હાર્દિકને કેચ પકડવાની સારી તક મળી. ગુજરાતનો કેપ્ટન આગળ દોડ્યો અને તે બોલની નજીક પહોંચવા જતો હતો ત્યારે સ્પાઇક્સ વાળા તેના શૂઝે તેને છેતર્યો અને તે લપસીને જમીન પર પડી ગયો. આવી સ્થિતિમાં બોલ તેના માથા પરથી ગયો અને 4 રન માટે બાઉન્ડરીની પાર ગયો હતો. ગુજરાતે એક સરળ તક ગુમાવી દીધી હતીય

હાર્દિક, ગુજરાત અને ટીમ ઈન્ડિયા નુકશાનથી બચ્યા!

બટલરે આ બોલ પહેલા 39 બોલમાં માત્ર 43 રન બનાવ્યા હતા, પરંતુ આ ચોગ્ગા સાથે તેનો સ્કોર 47 રન થઈ ગયો હતો અને પછી અહીંથી તેણે આગામી 16 બોલમાં 42 રન ફટકાર્યા હતા અને 89 રન બનાવીને આઉટ થયો હતો. આ રન ગુજરાતને મોંઘા પડી શકે તેમ હતા, પરંતુ કેપ્ટન હાર્દિકે ડેવિડ મિલર સાથે 106 રનની અણનમ ભાગીદારી કરીને ટીમને વિજય અપાવ્યો અને ફાઇનલમાં પગ મૂક્યો. હાર્દિક માટે માત્ર ગુજરાતની જીત મહત્વની હતી એટલું જ નહીં, તે પણ રાહતની વાત હતી કે તેને કોઈપણ પ્રકારની ઈજા થઈ ન હતી, જે ગુજરાત તેમજ ટીમ ઈન્ડિયા માટે નુકસાનકારક હોઈ શકે. હાર્દિકને લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી મળી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">