Hardik Pandya એ શોલે 2ની કરી જાહેરાત, કહ્યું ટુંક સમયમાં આવી રહ્યું છે, જુઓ ફોટો

એમ એસ ધોની અને હાર્દિક પંડ્યા વચ્ચેની મિત્રતા વિશે બધા જાણે છે. ટીમ ઈન્ડિયા રાંચીમાં ન્યુઝીલેન્ડ સામે પ્રથમ ટી20 રમવાની છે અને પંડ્યા ધોનીને મળ્યો હતો.

Hardik Pandya એ શોલે 2ની કરી જાહેરાત, કહ્યું ટુંક સમયમાં આવી રહ્યું છે, જુઓ ફોટો
પંડ્યા અને ધોનીની મિત્રતા ખૂબ જ પ્રેમાળ છેImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2023 | 1:56 PM

ન્યૂઝીલેન્ડને વનડે સિરીઝમાં 3-0થી હરાવ્યા બાદ હવે ટીમ ઈન્ડિયા T20 રમવા જઈ રહી છે. 3 મેચની T20 સીરીઝની પ્રથમ મેચ ધોનીના શહેર રાંચીમાં રમાશે. ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડની ટીમો રાંચી પહોંચી ગઈ છે. જો કે, રાંચી T20 પહેલા, એક ફોટો સોશિયલ મીડિયા પર જોરદાર ધૂમ મચાવી રહ્યો છે. આ ફોટો ધોની અને હાર્દિક પંડ્યાનો છે. આ ફોટો હાર્દિક પંડ્યાએ પોસ્ટ કર્યો છે જેમાં તે બાઇક પર બેઠો છે અને ધોની પણ તેની સાથે છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

ધોની અને પંડ્યા એક બાઇક પર બેઠા છે. શોલે ફિલ્મમાં આવી બાઇકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને હાર્દિક પંડ્યાએ ધોની સાથેના ફોટોમાં પણ આ જ વાત લખી છે. પંડ્યાએ ધોની સાથેની પોસ્ટના ફોટોમાં લખ્યું, ‘શોલે પાર્ટ-2 ટૂંક સમયમાં આવી રહ્યું છે.’

પંડ્યા ધોનીની ખૂબ નજીક છે

તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યા અને ધોની ખૂબ જ નજીક છે. ધોનીએ જ પંડ્યાને તેના મુશ્કેલ સમયમાં સાથ આપ્યો હતો. જ્યારે પંડ્યા 2021 T20 વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયામાંથી બહાર હતો ત્યારે તે ધોનીના સંપર્કમાં રહ્યો હતો. તમને જણાવી દઈએ કે, રાંચી ટી20 હાર્દિક પંડ્યા માટે ખૂબ જ ખાસ છે. પંડ્યા ટી20 ટીમનો કેપ્ટન છે અને તે ધોનીના શહેરમાં પહેલીવાર ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરતો જોવા મળશે.

પંડ્યાના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાની જીત

તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યાએ ત્રણ ટી20 સીરીઝમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કર્યું છે અને ત્રણેયમાં તેણે જીત મેળવી છે. પંડ્યાના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાને ટી-20 સિરીઝમાં હરાવ્યું છે.

મહેન્દ્ર સિંહ ધોની પણ તૈયારીઓમાં વ્યસ્ત

તમને જણાવી દઈએ કે જ્યાં ટીમ ઈન્ડિયા રાંચીમાં પ્રથમ T20ની તૈયારી કરી રહી છે, તો બીજી તરફ મહેન્દ્ર સિંહ ધોની પણ તૈયારીઓમાં વ્યસ્ત છે. ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન IPL 2023 માટે પ્રેક્ટિસ કરી રહ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોની માટે આ છેલ્લી આઈપીએલ સિઝન હોઈ શકે છે અને આવી સ્થિતિમાં તે બેટથી ધમાકેદાર દેખાવ કરવા ઈચ્છશે.

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">