હાર્દિક પંડ્યા બની શકે છે વાઇસ કેપ્ટન, T20 વર્લ્ડ કપ પહેલા થશે આ મોટો ફેરફાર

રિપોર્ટ મુજબ હાર્દિક પંડ્યા (Hardik Pandya) ટીમનો નવો વાઇસ કેપ્ટન બની શકે છે. આ પોઝીશન પર તે કેએલ રાહુલની જગ્યા લેશે. હાર્દિકને હાલમાં ટીમ ઈન્ડિયાની T20 ટીમની વાઇસ કેપ્ટનશિપ આપવામાં આવશે.

હાર્દિક પંડ્યા બની શકે છે વાઇસ કેપ્ટન, T20 વર્લ્ડ કપ પહેલા થશે આ મોટો ફેરફાર
Hardik-pandya-KL-Rahul
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Aug 04, 2022 | 6:56 PM

ટીમ ઈન્ડિયા (Indian Cricket Team) આ દિવસોમાં વેસ્ટ ઈન્ડિઝમાં T20 સિરીઝ રમી રહી છે. તે પછી ઈન્ડિયાને એશિયા કપ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે ટી-20 સિરીઝ રમવાની છે અને પછી ટી-20 વર્લ્ડ કપ. પરંતુ સૌથી પહેલા એક મોટા સમાચાર ટીમ ઈન્ડિયામાં ફેરબદલ સાથે જોડાયેલા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ હાર્દિક પંડ્યા (Hardik Pandya) હવે ટીમનો નવો વાઇસ કેપ્ટન બની શકે છે. આ પોઝિશન પર તે કેએલ રાહુલની જગ્યા લેતો જોવા મળી શકે છે. એવા પણ સમાચાર છે કે આ જવાબદારી તેને કાયમ માટે સોંપવામાં આવશે. પરંતુ આના પર હજુ ઓફિશિયલ માહિતી મળી નથી. જો રિપોર્ટ્સનું માનીએ તો હાર્દિકને હાલમાં ટીમ ઈન્ડિયાની T20 ટીમનો વાઇસ કેપ્ટન આપવામાં આવશે. અત્યાર સુધી કેએલ રાહુલ ટીમ ઈન્ડિયામાં આ પોઝીશન પર હતો. પરંતુ ઈન્જરી અને કોરોનામાંથી સાજા થયા બાદ હવે જ્યારે રાહુલ વાપસી કરશે ત્યારે તે ટીમમાં માત્ર વિકેટ કીપર બેટ્સમેન હશે.

હાર્દિક પંડ્યા બની શકે છે વાઈસ કેપ્ટન

ટીમ ઈન્ડિયાની અંદર થઈ રહેલા આ મોટા બદલાવને ઈન્જરી બાદ હાર્દિક પંડ્યાની જબરદસ્ત વાપસી અને કેએલ રાહુલની ઈજા સાથે જોડવામાં આવી રહ્યો છે. Insidesport.in ના રિપોર્ટ્સ મુજબ જ્યારે હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન જાહેર કરવામાં આવશે ત્યારે ભારતીય સિલેક્ટર્સ T20 વર્લ્ડ કપ માટે ટીમની પસંદગી કરવા બેસશે.

BCCIના એક સીનિયર અધિકારીને ટાંકીને Insidesport.in એ લખ્યું, હાર્દિક વર્લ્ડ ક્લાસ પ્લેયર છે અને તે સંપૂર્ણ ફિટનેસ સાથે પરત ફર્યો છે તે જોઈને સારું લાગ્યું. તે સિલેક્ટર્સ પર નિર્ભર છે કે તેઓ તેને ઉપ-કેપ્ટન તરીકે પસંદ કરે છે કે નહીં. પરંતુ તે હજુ પણ ટીમના લીડર્સમાંનો એક છે. એક ઓલરાઉન્ડર તરીકે તે બેટિંગ અને બોલિંગ બંને રીતે પરિસ્થિતિને સમજે છે. તેની પાસે ગજબ લીડરશીપ ટેલેન્ટ પણ છે અને તે આપણે આઈપીએલમાં જોયું છે.

હાર્દિકે સાબિત કરી ચૂક્યો છે પોતાની ક્ષમતા

IPL 2022માં કેપ્ટનશીપમાં પહેલી વખત ચમક્યા બાદ હાર્દિક પંડ્યાને આયર્લેન્ડ પ્રવાસ પર રમાયેલી T20 સિરીઝમાં કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ પછી તેને રિષભ પંતથી આગળ રાખીને વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહેલી વર્તમાન T20 સિરીઝમાં ટીમના ઉપ-કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. તે સ્પષ્ટ છે કે ભારતીય સિલેક્ટર્સને તેના નેતૃત્વમાં વિશ્વાસ છે અને તેના કારણે ટી-20 વર્લ્ડ કપ 2022 પહેલા તેને કેએલ રાહુલની જગ્યાએ ટીમ ઈન્ડિયાની વાઇસ કેપ્ટનશિપ સોંપવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati