HBD Ajinkya Rahane: જ્યારે ઉંમરથી 3 ગણા મોટા બોલરે બોલ માર્યો, ત્યારે રહાણે રડ્યો, ઉઠ્યો અને પછી ફટકાર્યા સતત 5 ચોગ્ગા

On This Day, 6 June: અજિંક્ય રહાણે (Ajinkya Rahane) વિશે એક જૂની વાત છે જે બહુ ઓછા લોકો જાણે છે. રહાણે 8 વર્ષની ઉંમરે ડોમ્બિવલીમાં ક્રિકેટ રમી રહ્યો હતો. તેના કરતા 3 ગણો મોટો બોલરે હેલ્મેટ પર બોલ ફટકાર્યો. રહાણે નાનો હતો અને જ્યારે તેને દુખાવો થતો હતો ત્યારે તે રડવા લાગ્યો હતો. જોકે, બાદમાં તેણે જુસ્સો બતાવ્યો અને પછીના 5 બોલમાં સતત ચોગ્ગા ફટકાર્યા.

HBD Ajinkya Rahane: જ્યારે ઉંમરથી 3 ગણા મોટા બોલરે બોલ માર્યો, ત્યારે રહાણે રડ્યો, ઉઠ્યો અને પછી ફટકાર્યા સતત 5 ચોગ્ગા
Ajinkya Rahane (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2022 | 12:20 PM

ભારતના દિગ્ગજ ટેસ્ટ બેટ્સમેનોમાંના એક અને પૂર્વ સુકાની અજિંક્ય રહાણે આજે એટલે કે 6 જૂન, 2022 (Ajinkya Rahane Birthday) ના રોજ 34 વર્ષનો થયો છે. મહારાષ્ટ્રના અશ્વી-કડી ગામમાં જન્મેલા રહાણે મુંબઈ માટે સ્થાનિક ક્રિકેટ રમે છે. તેણે પોતાની ક્રિકેટની શરૂઆત મુંબઈના ડોમ્બિવલીથી કરી હતી. ત્યાર બાદમાં ટીમ ઈન્ડિયાનો મહત્વપૂર્ણ સભ્ય બન્યો અને ઘણી મહત્વપૂર્ણ મેચો પણ જીતી. ગયા વર્ષે જ્યારે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને શ્રેણીમાં હરાવીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી ત્યારે રહાણે ભારતીય ટીમનો કેપ્ટન હતો.

અજિંક્ય રહાણે (Ajinkya Rahane) એ સ્થાનિક ક્રિકેટમાં મુંબઈ (Mumbai Ranji Team) ની ટીમ માટે ઘણા રન બનાવ્યા હતા. ત્યાર બાદ તેને 2011માં ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયા (Team India) માં જગ્યા મળી હતી. તેણે ચેસ્ટર લી સ્ટ્રીટ ખાતે તેની પ્રથમ ODIમાં ઓપનિંગ કરી અને 40 રન બનાવ્યા હતા. જોકે ટેસ્ટ ડેબ્યૂ માટે તેને 2 વર્ષ રાહ જોવી પડી હતી. તેણે માર્ચ 2013માં દિલ્હીમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ઓસ્ટ્રેલિયા સામેની કારકિર્દીની પ્રથમ ટેસ્ટ મેચમાં રહાણે 2 ઇનિંગ્સમાં માત્ર 8 રન બનાવી શક્યો હતો.

રહાણેનો આ કિસ્સો ભાગ્યે જ કોઇ જાણતું હશે…

કરિયરની ત્રીજી ટેસ્ટ મેચમાં રહાણેએ ડરબનમાં બંને ઇનિંગ્સમાં અડધી સદી ફટકારી હતી. ત્યાર બાદ વેલિંગ્ટનમાં ન્યૂઝીલેન્ડ સામે પોતાની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી. રહાણે વિશે એક જૂની વાત છે જે બહુ ઓછા લોકો જાણે છે. આ મુજબ જ્યારે રહાણે 8 વર્ષનો હતો ત્યારે તે મુંબઈના ડોમ્બિવલીમાં રમતો હતો.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

આ દરમિયાન તેના કરતા 3 ગણા મોટા બોલરનો બોલ તેના હેલ્મેટ પર બોલ વાગ્યો હતો. રહાણે નાનો હતો અને જ્યારે તેને માથામાં જ્યા લાગ્યું હતું ત્યા દુખાવો થતા તે રડવા લાગ્યો હતો. જોકે બાદમાં તેણે જુસ્સો બતાવ્યો અને બેટિંગ માટે તૈયાર થઇ ગયો અને બોલરને ફરીથી બોલિંગ કરવા કહ્યું. રહાણેએ પછીના 5 બોલમાં સતત ચોગ્ગા ફટકાર્યા હતા. રહાણેએ બાદમાં પ્રવીણ આમરે પાસેથી કોચિંગ પણ લીધું હતું. તેણે અંડર-15 અને અંડર-19માં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. મહત્વની વાત એ છે કે જ્યારે રહાણે અંડર-15 ટીમનો ભાગ હતો ત્યારે પીયૂષ ચાવલા પણ તેની સાથે હતો.

અજિંક્ય રહાણેએ તેની કારકિર્દીમાં અત્યાર સુધી 82 ટેસ્ટ અને 90 વનડે રમી છે. તેણે ટેસ્ટમાં 12 સદી અને 25 અડધી સદીની મદદથી કુલ 4931 રન બનાવ્યા છે. તો ODI માં તેણે 3 સદી અને 24 અડધી સદી ફટકારીને કુલ 2962 રન બનાવ્યા છે. આ સિવાય તેણે T20 ઈન્ટરનેશનલ કરિયરમાં 20 મેચમાં કુલ 375 રન બનાવ્યા. જેમાં 1 અડધી સદીનો પણ સમાવેશ છે. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 11981 રન બનાવ્યા છે જેમાં 36 સદી ફટકારી છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">