GT vs RCB Live Score Highlights, IPL 2022 : બેંગ્લોરે 8 વિકેટ થી ગુજરાત સામે મેળવ્યો વિજય, 19મી ઓવરમાં જ મેળવી લીધી જીત

TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2022 | 11:36 PM

GT vs RCB Live Score Highlights in Gujarati: લીગમાં પ્રથમ વખત રમી રહેલી ગુજરાત ટાઈટન્સની ટીમ 20 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે.

GT vs RCB Live Score Highlights, IPL 2022 : બેંગ્લોરે 8 વિકેટ થી ગુજરાત સામે મેળવ્યો વિજય, 19મી ઓવરમાં જ મેળવી લીધી જીત
GT vs RCB: વાનખેડેમાં થઇ રહી છે ટક્કર

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર IPL 2022 (RCB vs GT) માં ગુજરાત ટાઇટન્સનો સામનો કરશે. ગુજરાતની ટીમ માત્ર પ્લેઓફ માટે ક્વોલિફાય નથી થઈ પરંતુ ટોપ-2માં પોતાનું સ્થાન પણ નિશ્ચિત કરી લીધું છે. જોકે RCBની ટીમ હજુ પણ આ રેસમાં છે. આજની મેચ તેના માટે કરો યા મરો મેચ છે, જો તે આજે હારી જશે તો તેની પ્લેઓફની આશાઓ સમાપ્ત થઈ જશે. IPLમાં પદાર્પણ કરનાર ગુજરાત ટાઇટન્સે અત્યાર સુધીની 13 મેચમાં 20 પોઈન્ટ સાથે ટોચનું સ્થાન સુનિશ્ચિત કર્યું છે. બીજી તરફ આરસીબીએ સાત મેચ જીતી છે અને છમાં હારનો સામનો કરવો પડ્યો છે, ત્યારબાદ તે 13 મેચમાં 14 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે.

GT vs RCB Playing XI

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમોર્ડ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), શાહબાઝ અહેમદ, વાનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, સિદ્ધાર્થ કૌલ, જોશ હેઝલવુડ.

ગુજરાત ટાઇટન્સઃ હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિદ્ધિમાન સાહા, શુભમન ગિલ, મેથ્યુ વેડ, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, રવિકૃષ્ણન સાઈ કિશોર, લોકી ફર્ગ્યુસન, યશ દયાલ, મોહમ્મદ શમી.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 19 May 2022 11:17 PM (IST)

    Bangalore vs Gujarat, LIVE Score: મેક્સવેલે ત્રણ ચોગ્ગા ફટકારીને રમતનો અંત આણ્યો હતો.

    મેક્સવેલે 19મી ઓવરમાં જ મેચ સમાપ્ત કરી દીધી હતી. તેણે ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો, જ્યારે ત્રીજા બોલ પર તેણે શોર્ટ થર્ડ મેન પર ચોગ્ગો ફટકાર્યો, જ્યારે ચોથા બોલ પર ચોગ્ગો ફટકારીને ટીમની જીત નક્કી કરી.

  • 19 May 2022 11:04 PM (IST)

    Bangalore vs Gujarat, LIVE Score: કોહલી સ્ટમ્પ આઉટ થયો

    રાશિદ ખાનની ઓવરમાં કોહલીએ લોંગ ઓફ પર સિક્સર ફટકારી હતી. કોહલી ઓવરના ચોથા બોલ પર સ્ટમ્પ થયો હતો. તે ગુગલી ચૂકી ગયો અને વેડે એ તેને સરળતાથી સ્ટમ્પ કરી દીધો. રાશિદ ખાને 54 બોલમાં 73 રન બનાવ્યા હતા. તેણે ઈનિંગમાં આઠ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.

  • 19 May 2022 11:03 PM (IST)

    Bangalore vs Gujarat, LIVE Score: હાર્દિકની મોંઘી ઓવર

    હાર્દિક પંડ્યાએ 16મી ઓવરમાં 18 રન આપ્યા હતા. આ ઓવરમાં મેક્સવેલે તોફાની બેટિંગ કરી, ઓવરના બીજા બોલ પર મેક્સવેલે લોંગ ઓન પર સિક્સર ફટકારી. આ પછી આગલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. ઓવરના પાંચમા બોલે, તેણે રિવર્સ સ્કૂપ કર્યું અને થર્ડ મેન પર સિક્સર ફટકારી.

  • 19 May 2022 10:52 PM (IST)

    Bangalore vs Gujarat, LIVE Score: ફાફ ડુ પ્લેસિસ આઉટ

    ડુ પ્લેસિસે રાશિદ ખાનના બોલ પર કવર્સ તરફ શોટ રમ્યો જ્યાં હાર્દિક પંડ્યાએ તેનો આસાન કેચ લીધો. તેણે 38 બોલમાં 44 રન બનાવ્યા. તેણે પોતાની ઇનિંગમાં પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા.

  • 19 May 2022 10:50 PM (IST)

    Bangalore vs Gujarat, LIVE Score: કોહલીની વધુ એક બાઉન્ડરી

    વિરાટ કોહલી આજે રંગમાં આવ્યો છે. તેણે 8મી બાઉન્ડરી તેની ઈનીંગમાં જમાવી દીધી છે. 14મી ઓવરના ચોથા બોલ પર પોઇન્ટના ફિલ્ડર પર થઈને બાઉન્ડરી ફટકારી હતી. ઓવરમાં 8 રન આપ્યા હતા.

  • 19 May 2022 10:46 PM (IST)

    Bangalore vs Gujarat, LIVE Score: કોહલીએ RCB માટે 7 હજાર રન પૂરા કર્યા

    સાઈ કિશોરે તેની છેલ્લી ઓવરમાં માત્ર 3 રન આપ્યા હતા. કોહલીએ ઓવરના ચોથા બોલ પર સિંગલ ચોર્યો અને તેના સાથે RCB માટે તેના 7000 રન પૂરા કર્યા.

  • 19 May 2022 10:45 PM (IST)

    Bangalore vs Gujarat, LIVE Score: ફર્ગ્યુસને નવ રન આપ્યા હતા

    લોકી ફર્ગ્યુસને 12મી ઓવરમાં 9 રન આપ્યા હતા. ઓવરના પાંચમા બોલ પર ફાફ ડુ પ્લેસિસે મિડ-વિકેટ પર ચોગ્ગો ફટકાર્યો. બંને વચ્ચેની ભાગીદારી હવે 100ને પાર કરી ગઈ છે. હવે તેમને જીતવા માટે 67 રનની જરૂર છે

  • 19 May 2022 10:45 PM (IST)

    Bangalore vs Gujarat, LIVE Score: સાઈ કિશોરની બીજી કરકસર ભરી ઓવર

    સાઈ કિશોરની બીજી સારી ઓવર જેમાં તેણે છ રન આપ્યા. તેણે અત્યાર સુધી તેની ત્રણ ઓવરમાં 17 રન આપ્યા છે. 11 ઓવર રમાઈ છે અને RCB એ કોઈ વિકેટ ગુમાવ્યા વિના 93 રન બનાવી લીધા છે.

  • 19 May 2022 10:28 PM (IST)

    Bangalore vs Gujarat, LIVE Score: કોહલીની વિરાટ સિકસર સાથે અડધી સદી

    વિરાટ કોહલીએ 10મી ઓવરના પ્રથમ બોલ પર શાનદાર છગ્ગો જમાવ્યો હતો. રાશીદ ખાન આ ઓવર લઈને આવ્યો હતો. કોહલીએ ડીપ મીડ વિકેટ પરથી છગ્ગો લગાવ્યો હતો. આ સાથે જ તેણે 33 બોલમાં અ઼ડદી સદી પુરી કરી લીધી હતી.

  • 19 May 2022 10:26 PM (IST)

    Bangalore vs Gujarat, LIVE Score: યશ દયાલની ઓવરમાં કોહલી-ફાફની બાઉન્ડરી

    8મી ઓવર લઈને યશ દયાલ આવ્યો હતો. ઓવરમાં વિરાટ કોહલીએ પ્રથમ બોલ પર જ બાઉન્ડરી ફટકારી હતી. ત્યાર બાદ પાંચમાં બોલ પર ફાફ ડુ પ્લેસિસે બાઉન્ડરી ફટકારી હતી. 2 ચોગ્ગા વડે 11 રન ઓવરમાં આવ્યા હતા.

  • 19 May 2022 10:24 PM (IST)

    Bangalore vs Gujarat, LIVE Score: સાઈ કિશોર તરફથી કરકસર ભરી ઓવર

    સાઈ કિશોરે સાતમી ઓવરમાં છ રન આપ્યા હતા. ફાફ ડુ પ્લેસિસે ઓવરના પહેલા બોલ પર એક રન લીધો હતો. આ પછી ઓવરમાં વધુ ત્રણ સિંગલ્સ આવ્યા. સાઈ કિશોર તરફથી સારી શરૂઆત પરંતુ ગુજરાતને અહીં વિકેટની જરૂર છે

  • 19 May 2022 10:07 PM (IST)

    Bangalore vs Gujarat, LIVE Score: કોહલી-ડુ પ્લેસીસની અડધી સદીની ભાગીદારી

    વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસની ઓપનીંગ જોડીએ બેંગ્લોર માટે સારી શરુઆત કરાવી છે. બંને વચ્ચે ભાગીદારી રમતે અડધી સદીના આંકડાને વટાવી દીધો છે. પાવર પ્લેમાં 55 રન આવ્યા હતા. છઠ્ઠી ઓવરના ત્રીજા બોલ પર કોહલીએ બાઉન્ડરી ફટકારી હતી. આ ઓવર યશ દયાલ લઈને આવ્યો હતો. ઓવરમાં 6 રન આવ્યા હતા.

  • 19 May 2022 10:06 PM (IST)

    Bangalore vs Gujarat, LIVE Score: વિરાટ કોહલીની વધુ બાઉન્ડરી

    વિરાટ કોહલી આજે બાઉન્ડરી પર બાઉન્ડરી જમાવી રહ્યો છે. આ તેની પાંચમી બાઉન્ડરી છે. પાંચમી ઓવરમાં તેણે રાશીદ ખાનના બોલ પર બાઉન્ડરી મેળવી છે. કોહલીએ લોંગ ઓન પર ચાર રન મેળવ્યા હતા. ઓવરમાં 9 રન આવ્યા હતા.

  • 19 May 2022 09:54 PM (IST)

    Bangalore vs Gujarat, LIVE Score: વિરાટ કોહલીની વધુ બાઉન્ડરી

    શમી બાદ હાર્દિકે પણ ચોથી ઓવરમાં રન લૂટાવી દીધા હતા. ઓવરના બીજા બોલ પર કોહલીએ કટ કરીને ફાઈન લેગ પર ચોગ્ગો માર્યો. પછીના બોલ પર કોહલીએ સ્ક્વેર લેગ તરફ બોલ રમ્યો પરંતુ રાશિદ બોલને યોગ્ય રીતે જજ કરી શક્યો નહીં અને કેચ છોડ્યો. ઓવરના છેલ્લા બોલ પર, ફાફ ડુ પ્લેસિસે મિડ-વિકેટ પર ચોગ્ગો ફટકાર્યો. આ ઓવરમાં 14 રન

  • 19 May 2022 09:52 PM (IST)

    Bangalore vs Gujarat, LIVE Score: વિરાટ કોહલીની બાઉન્ડરી

    વિરાટ કોહલીએ ત્રીજી ઓવરમાં ઈનીંગમાં પોતાની પ્રથમ બાઉન્ડરી મેળવી હતી. ઓવરના બીજા બોલ પર આ બાઉન્ડરી ફટકારી હતી. ઓવરના ચોથા બોલ પર ફરી એક બાઉન્ડરી મેળવી હતી. 138 થી વધુની ગતિના બોલ પર તેણે સારા ટાઈમિંગ સાથે બાઉન્ડરી લગાવી હતી. અંતિમ બોલ પર ફાફ ડુ પ્લેસિસે પણ ચાર રન મેળવ્યા હતા. ત્રીજી ઓવર શમી લઈને આવ્યો હતો. ઓવરમાં 18 રન આવ્યા હતા.

  • 19 May 2022 09:49 PM (IST)

    Bangalore vs Gujarat, LIVE Score: હાર્દિક પંડ્યાની કસીને બોલીંગ

    હાર્દિક પંડ્યા બીજી ઓવર લઈને આવ્યો હતો. તેણે ઓવરમાં માત્ર ત્રણ સિંગલ રન આપ્યા હતા અને ત્રણ બોલ ખાલી નિકાળ્યા હતા. આમ તેણે પોતાની ઓવરમાં બેટ્સમેનો પર નિયંત્રીત રાખ્યા હતા.

  • 19 May 2022 09:40 PM (IST)

    Bangalore vs Gujarat, LIVE Score: બેંગ્લોરની ઈનીંગ શરુ

    બેંગ્લોરે 169 રન મેચને જીતવા માટે નોંધાવવાના છે. આ માટે વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસની ઓપનીંગ જોડી ક્રિઝ પર આવી છે. પ્રથમ ઓવર લઈને મોહમ્મદ શામી આવ્યો હતો. ડુ પ્લેસિસે ઓવરના 5માં બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. ઓવરમાં 5 રન આવ્યા હતા.

  • 19 May 2022 09:17 PM (IST)

    Bangalore vs Gujarat, LIVE Score: ગુજરાતનો સ્કોર 5 વિકેટે 168 રન

    5 વિકેટ ગુમાવીને 168 રન 20 ઓવરના અંતે ગુજરાતની ટીમે કર્યા હતા. આમ બેંગ્લોરને માટે 169 રનનુ લક્ષ્યાંક રાખવામાં આવ્યુ છે. અંતિમ ઓવરમાં હાર્દિક પંડ્યા અને રાશિદ ખાને એક એક છગ્ગો લગાવ્યો હતો. આમ 17 રન આ ઓવરમાં મેળવ્યા હતા.

  • 19 May 2022 09:15 PM (IST)

    Bangalore vs Gujarat, LIVE Score: રાશિદની સિક્સર

    રાશિદ ખાને સિદ્ધાર્થ કૌલના બોલ પર અને 19મી ઓવરના અંતિમ બોલ પર છગ્ગો જમાવ્યો હતો. ઓવરમાં 17 રન આવ્યા હતા.

  • 19 May 2022 09:14 PM (IST)

    Bangalore vs Gujarat, LIVE Score: હાર્દિકની અડધી સદી

    હાર્દિક પંડ્યાએ 19મી ઓવરમાં બે બાઉન્ડરી ફટકારી હતી. ઓવરના ચોથા બોલ પર બીજી બાઉન્ડરી આ ઓવરમાં ફટકારતા જ પંડ્યાએ તેની અડધી સદી પુરી કરી લીધી હતી

  • 19 May 2022 09:12 PM (IST)

    Bangalore vs Gujarat, LIVE Score: રાહુલ તેવટિયા આઉટ

    18મી ઓવરના ત્રીજા બોલ પર જોસ હેઝલવુડે રાહુલ તેવટિયાની વિકેટ ઝડપી હતી. કાર્તિકે તેનો કેચ ઝડપ્યો હતો અને તેવટિયા 2 રન નોંધાવીને જ પરત ફર્યો હતો.

  • 19 May 2022 09:11 PM (IST)

    Bangalore vs Gujarat, LIVE Score: હાર્દિક પંડ્યાની બાઉન્ડરી

    18મી ઓવરના પ્રથમ બોલ પર જ હાર્દિક પંડ્યાએ બાઉન્ડરી જમાવી દીધી હતી. આ ઓવર જોસ હેઝલવુડ લઈને આવ્યો હતો.

  • 19 May 2022 08:59 PM (IST)

    Bangalore vs Gujarat, LIVE Score: મિલર આઉટ

    મિલરને વાનિન્દુ હસારંગાએ 17મી ઓવરમાં શિકાર કર્યો હતો. મિલર 25 બોલમાં 34 રન 3 છગ્ગાની મદદ થી નોંધાવીને પરત ફર્યો હતો. હસારંગાને જ મિલર કેચ આપી દીધો હતો.

  • 19 May 2022 08:47 PM (IST)

    Bangalore vs Gujarat, LIVE Score: મિલરની વધુ સિક્સ

    15મી ઓવર લઈને શાહબાઝ અહેમદ આવ્યો હતો. મિલરે તેની આક્રમક રમતને જારી રાખી હતી. તેણે શાહબાઝની ઓવરના પાંચમાં બોલ પર શાનદાર સિક્સર ફટકારી હતી. ઓવરમાં 9 રન આવ્યા હતા.

  • 19 May 2022 08:45 PM (IST)

    Bangalore vs Gujarat, LIVE Score: મેક્સવેલ પર મિલરે 2 છગ્ગા જમાવ્યા

    14 મી ઓવર લઈને ગ્લેન મેક્સવેલ આવ્યો હતો. ડેવિડ મિલરે મેક્સવેલના સર્જેલા દબાણને હવામાં ઓગાળી દીધુ હતુ. મિલરે ચોથા અને પાંચમાં બોલ પર બેક ટુ બેક છગ્ગા જમાવી દીધા હતા. પ્રથમ છગ્ગો 103 મીટર લાંબો હતો અને તે સીધો જ સ્ટેન્ડમાં જઈને પડ્યો હતો. ઓવરમાં 18 રન આવ્યા હતા. અંતિમ બોલ મેક્સવેલે વાઇડ કર્યો હતો.

  • 19 May 2022 08:43 PM (IST)

    Bangalore vs Gujarat, LIVE Score: હસરંગાની કરકસર ભરી બોલિંગ

    હસરંગાએ પોતાની ત્રીજી ઓવરમાં પાંચ રન આપ્યા. તેણે આર્થિક બોલિંગ કરી છે. હસરંગાએ અત્યાર સુધી ત્રણ ઓવરમાં માત્ર 20 રન આપ્યા છે. જોકે તેને એક પણ વિકેટ મળી નથી.

  • 19 May 2022 08:42 PM (IST)

    Bangalore vs Gujarat, LIVE Score: હાર્દિકે એક છેડેથી ઈનિંગને સંભાળી

    હસરંગાએ 11મી ઓવરમાં છ રન આપ્યા હતા. હાર્દિકે ઓવરના પાંચમા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. આગળની ઓવરના છેલ્લા બોલ પર પણ હાર્દિકે ચોગ્ગો ફટકાર્યો હતો. મિલરનું તોફાન હજુ શરૂ થયું નથી પરંતુ હાર્દિક રનની ગતિ જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યો છે.

  • 19 May 2022 08:32 PM (IST)

    Bangalore vs Gujarat, LIVE Score: હાર્દિકને જીવતદાન મળ્યું

    મેક્સવેલે 10મી ઓવરમાં 8 રન આપ્યા હતા. હાર્દિકે ઓવરના ચોથા બોલ પર મોટો શોટ રમ્યો હતો પરંતુ તે યોગ્ય રીતે ફટકારી શક્યો ન હતો, સુયશ પ્રભુદેસાઈ કેચ લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ તે કરી શક્યો નહીં. હાર્દિકને અહીં મોટું જીવન મળ્યું

  • 19 May 2022 08:13 PM (IST)

    Bangalore vs Gujarat, LIVE Score: સાહા રન આઉટ

    રિદ્ધિમાન સાહા નવમી ઓવરના ત્રીજા બોલ પર રન આઉટ થયો હતો.હાર્દિક કવર્સ તરફ બોલ રમ્યો હતો. તે રન માટે દોડ્યો પણ પછી અટકી ગયો, સાહા મૂંઝવણમાં હતો, તેથી ફાફ ડુ પ્લેસિસે સીધા પ્રહારથી બેલ્સ ઉડાવી દીધી અને સાહા સ્ટ્રાઈકરના અંત સુધી પહોંચે તે પહેલાં તેને આઉટ કરી દીધો. તે 22 બોલમાં 31 રન બનાવીને પરત ફર્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં ચાર ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી.

  • 19 May 2022 08:11 PM (IST)

    Bangalore vs Gujarat, LIVE Score: ગુગલી બોલ પર સાહાની બાઉન્ડરી

    8મી ઓવર લઈને વાનિન્દુ હસારંગા આવ્યો હતો. તેણે ઓવરના પ્રથમ બોલ ગુગલી નાંખ્યો હતો. જેની પર રિદ્ધીમાન સાહાએ થોડા પાછળ જઈને શોટ લગાવીને ગેપમાંથી બાઉન્ડરી પર મોકલી આપ્યો હતો. ડીપ મીડ વિકેટ અને ડીપ બેકવર્ડ સ્કેવર લેગ વચ્ચેથી ચોગ્ગો મેળવ્યો હતો. ઓવરમાં 9 રન આવ્યા હતા.

  • 19 May 2022 08:10 PM (IST)

    Bangalore vs Gujarat, LIVE Score: લોમોરોરે 11 રન આપ્યા હતા

    લોમોરોરે સાતમી ઓવરમાં 11 રન આપ્યા હતા. હાર્દિક પંડ્યાએ ઓવરના છેલ્લા બોલ પર સિક્સર ફટકારી હતી. પંડ્યાએ લોંગ ઓન પર શાનદાર સિક્સર ફટકારી. હાર્દિક છેલ્લી છ ઈનિંગ્સમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો પરંતુ આજે ટીમને તેની પાસેથી આશાઓ છે.

  • 19 May 2022 07:56 PM (IST)

    Bangalore vs Gujarat, LIVE Score: મેથ્યૂ વેડે આઉટ

    છઠ્ઠી ઓવર લઈને ગ્લેન મેક્સવેલ આવ્યો હતો. તેણે આ પહેલા પોતાની પ્રથમ ઓવરમાં માત્ર 2 રન આપ્યા હતા. ત્યાર બાદ તેણે ફરીથી બીજી ઓવર લઈને આવતા બીજા બોલ પર જ મેથ્યૂ વેડેનો શિકાર કર્યો હતો. જે મહત્વની વિકેટ હતી. એલબીડબલ્યુની અપીલ કરતા વેડેને આઉટ અપાયો હતો. જોકે રિવ્યૂ લેવાયો હતો અને તે વિકેટ સાથે ગુજરાતે ગુમાવ્યો હતો. વેડેએ 13 બોલમાં 16 રન કર્યા હતા. મેક્સવેલે આ ઓવર મેડન પુર્ણ કરી હતી.

  • 19 May 2022 07:56 PM (IST)

    Bangalore vs Gujarat, LIVE Score: હેઝલવુડની ઘોલાઈ થઈ ગઈ

    પાંચમી ઓવર લઈને જોસ હેઝલવુડ આવ્યો હતો. તેણે ગિલને સસ્તામાં આઉટ કર્યો હતો. પરંતુ તેની બીજી ઓવર ખરાબ રહી હતી. તેને મેથ્યૂ વેડેએ રીતસરનો ધોઈ નાંખ્યો હતો. હેઝલવુડનુ સ્વાગત ચોગ્ગાથી કર્યુ હતુ. ત્યાર બાદ ત્રીજા બોલ પર મીડ વિકેટ પર થઈને છગ્ગો જમાવી દીધો હતો. ત્યાર બાદ ફરી એકવાર પાંચમા બોલ પર કવર પોઈન્ટ પર બાઉન્ડરી ફટકારી હતી.

  • 19 May 2022 07:52 PM (IST)

    Bangalore vs Gujarat, LIVE Score: મેક્સવેલની કરકસર ભરી ઓવર કરી

    ચોથી ઓવર લઈને ગ્લેન મેક્સવેલ આવ્યો હતો. ઓવરમાં તેણે માત્ર 2 સિંગલ રન આપ્યા હતા. આમ તેણે બેટ્સમેનોને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કર્યો હતો. ઓવરમાં 2 રન આવ્યા છે.

  • 19 May 2022 07:44 PM (IST)

    Bangalore vs Gujarat, LIVE Score: શુભમન ગિલ સસ્તામાં વિકેટ ગુમાવી બેઠો

    ત્રીજી ઓવરમાં હેઝલવુડે શુભમન ગિલને પેવેલિયન મોકલ્યો હતો. ગિલ બચાવ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ બોલ બેટના કિનારીને અડકીને ગયો અને ત્રીજી મેચમાં ગયો જ્યાં મેક્સવેલે ડાઇવ કરીને શાનદાર કેચ લીધો. તે ચાર બોલમાં એક રન બનાવીને પાછો ફર્યો હતો.

  • 19 May 2022 07:44 PM (IST)

    Bangalore vs Gujarat, LIVE Score: સાહાની બાઉન્ડરી

    બીજી ઓવર લઈને શાહબાઝ અહેમદ આવ્યો હતો. તેની ઓવરના ત્રીજા બોલ પર રિદ્ધીમાન સાહાએ મીડ વિકેટ પર બાઉન્ડરી મળી હતી. ઓવરમાં 6 રન આવ્યા હતા

  • 19 May 2022 07:34 PM (IST)

    Bangalore vs Gujarat, LIVE Score: સાહા એ છગ્ગો ફટકાર્યો

    સિદ્ધાર્થ કૌલે તેની પ્રથમ ઓવર નાખી અને 14 રન આપ્યા. આ ઓવરના પહેલા બોલ પર સાહાએ ફાઈન લેગ પર ચોગ્ગો ફટકાર્યો હતો. ચોથા બોલ પર સાહાએ લોંગ ઓન પર સિક્સર ફટકારી હતી. સાહાએ મિડ-ઑફમાં ફોર સાથે ઓવરનો અંત કર્યો.

  • 19 May 2022 07:33 PM (IST)

    Bangalore vs Gujarat, LIVE Score: ગુજરાતની પ્રથમ બોલે ચોગ્ગા વડે શરુઆત

    સિદ્ધાર્થ કૌલ પ્રથમ ઓવર લઈને આવ્યો હતો અને પ્રથમ બોલ પર જ રિદ્ધીમાન સાહાએ બાઉન્ડરી ફટકારી દીધી હતી. આમ ગુજરાતનુ ખાતુ ચાર રન સાથે ખુલ્યુ છે. સાહાના આ અંદાજ થી ગુજરાતના ફેન્સ પણ ખુશ થઈ ગયા હતા.

  • 19 May 2022 07:31 PM (IST)

    Bangalore vs Gujarat, LIVE Score: ગુજરાતની બેટીંગ શરુ

    રિદ્ધીમાન સાહા અને શુભમન ગિલ બંને ગુજરાતની ટીમ તરફ થી ઈનીંગની શરુઆત કરવા માટે ક્રિઝ પર આવ્યા છે. જ્યારે સિદ્ધાર્ધ કૌલ પ્રથમ ઓવર લઈને આવી રહ્યો છે.

  • 19 May 2022 07:31 PM (IST)

    Bangalore vs Gujarat, LIVE Score: બેંગ્લોરની પ્લેયીંગ 11

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમોર્ડ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), શાહબાઝ અહેમદ, વાનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, સિદ્ધાર્થ કૌલ, જોશ હેઝલવુડ.

  • 19 May 2022 07:30 PM (IST)

    Bangalore vs Gujarat, LIVE Score: ગુજરાતની પ્લેયીંગ 11

    ગુજરાત ટાઇટન્સઃ હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિદ્ધિમાન સાહા, શુભમન ગિલ, મેથ્યુ વેડ, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, રવિકૃષ્ણન સાઈ કિશોર, લોકી ફર્ગ્યુસન, યશ દયાલ, મોહમ્મદ શમી.

  • 19 May 2022 07:11 PM (IST)

    Bangalore vs Gujarat, LIVE Score: ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી

    ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. તેણે કહ્યું, 'અમે પહેલા બેટિંગ કરીશું. અમે જે સ્થિતિમાં છીએ અમે વિચાર્યું કે અમે પહેલા બેટિંગની પ્રેક્ટિસ કરી શકીએ છીએ. અમે એક ટીમ તરીકે સારું પ્રદર્શન કર્યું છે પરંતુ અમે પ્રથમ બેટિંગ કરવાનો ફાયદો ઉઠાવી શક્યા નથી.

  • 19 May 2022 07:06 PM (IST)

    Bangalore vs Gujarat, LIVE Score: આ મેચ આરસીબી માટે મહત્વની છે

    આરસીબીએ સાત મેચ જીતી છે અને છમાં હાર મેળવી છે, ત્યારબાદ તે 13 મેચમાં 14 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે. જોકે RCB નો નેટ રન રેટ માઈનસ 0.323 છે. ગુજરાત સામેની જીત તેમને 16 પોઈન્ટ પર લઈ જશે પરંતુ નેટ રન રેટના કારણે તેણે અન્ય મેચોમાં પણ સાનુકૂળ પરિણામ માટે પ્રાર્થના કરવી પડશે.

  • 19 May 2022 07:05 PM (IST)

    Bangalore vs Gujarat, LIVE Score: ગુજરાત ટોપ પર

    IPL માં અત્યાર સુધી પ્રવેશ કરનાર ગુજરાત ટાઇટન્સે 13 મેચમાં 20 પોઈન્ટ સાથે ટોચનું સ્થાન સુનિશ્ચિત કર્યું છે. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળનું ગુજરાત વિજયી સિલસિલો સાથે પ્લેઓફમાં જવા માંગે છે.

  • 19 May 2022 07:02 PM (IST)

    Bangalore vs Gujarat, LIVE Score: બેંગલોરની ટક્કર ગુજરાત સામે

    IPL પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહેલી RCB આજે ગુજરાત ટાઈટન્સ સામે ટકરાશે. ગુજરાત પ્લેઓફ પહેલા તેની જીતનો સિલસિલો જાળવી રાખવા ઇચ્છશે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને તેમની અંતિમ ચારમાં પ્રવેશ માટેની તકો જીવંત રાખવા માટે મોટી જીતની જરૂર છે.

Published On - May 19,2022 7:00 PM

Follow Us:
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">