AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતને વર્લ્ડ કપ જીતાડનાર ખેલાડી સામે થઈ FIR, આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ

ભારતને T20 વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ ભારતીય ક્રિકેટર અને હાલમાં DSP જોગીન્દર શર્મા સહિત અન્ય ચાર વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. તેમના પર એક યુવાનને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલે મૃતકના પરિવારે ક્રિકેટરની ધરપકડની માંગ કરી છે.

ભારતને વર્લ્ડ કપ જીતાડનાર ખેલાડી સામે થઈ FIR, આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ
Joginder Sharma
| Updated on: Jan 05, 2024 | 2:10 PM
Share

હિસારના ડાબરા ગામના 27 વર્ષીય પવનની આત્મહત્યાના કેસમાં પૂર્વ ખેલાડી અને તત્કાલિન DSP અને પૂર્વ ક્રિકેટર સહિત 6 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આ તમામ પર એક યુવાનને હેરાન કરવાનો આરોપ છે જેના કારણે તેણે આત્મહત્યા કરી લીધી. સિવિલ હોસ્પિટલમાં CMO ઓફિસની બહાર પાર્કમાં ધરણા પર બેઠેલા પવનના પરિવારજનોએમૃતદેહ લેવાનો ઈન્કાર કરી આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ કરી છે.

પૂર્વ ખેલાડી સાથે ઘરને લઈને વિવાદ થયો હતો

વાસ્તવમાં 1 જાન્યુઆરીએ ડબરા ગામના પવને ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પવનની માતા સુનીતાએ 2 જાન્યુઆરીએ આઝાદ નગર પોલીસ સ્ટેશનમાં આ મામલે કેસ નોંધાવ્યો હતો. ફરિયાદમાં સુનીતાએ જણાવ્યું હતું કે ઘરને લઈને ઝઘડો થયો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે અજયબીર, ઈશ્વર ઝાઝરિયા, પ્રેમ ખાટી, રાજેન્દ્ર સિહાગ, જોગીન્દર શર્માની સાથે ઘરને લઈને કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. તેનો પુત્ર પવન આ બાબતે ચિંતિત હતો. તેના પુત્ર પવને 1 જાન્યુઆરીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. સુનીતાની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

પરિવારજનોએ ત્રીજા દિવસે પણ લાશ લેવાનો ઈન્કાર કર્યો

પવનના મોત બાદ પરિવારના સભ્યો સીએમઓ ઓફિસની બહાર પાર્કમાં ધરણા પર બેસી ગયા હતા અને તમામ આરોપીઓની ધરપકડની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે પવનનો મૃતદેહ લેવાની પણ ના પાડી દીધી હતી. DSP અશોક કુમાર ધરણા પર બેઠેલા પવનના પરિવારજનોને મળવા પહોંચ્યા હતા અને પરિવારના સભ્યોને યોગ્ય કાર્યવાહીનું આશ્વાસન આપતાં તેમણે હિસાર વિભાગના 4 જિલ્લામાં કોઈપણ અધિકારી દ્વારા તપાસ કરાવવાની વાત કરી હતી.

ASPને મામલાની તપાસ કરવાની માંગ કરી

આના પર પરિવારના સભ્યોએ મામલાની તપાસ કરાવવા અને ASP સાથે વાત કરવા જણાવ્યું હતું. જે બાદ ASP ડો.રાજેશ કુમાર મોહન વિરોધ પર બેઠેલા પરિવારજનો પાસે પહોંચ્યા. તેમણે પરિવારના સભ્યોને આ મામલે જાતે તપાસ કરવાની ખાતરી આપી હતી.

જોગીન્દર શર્માનું નિવેદન

આ મામલે પૂર્વ ખેલાડી અને તત્કાલીન DSP જોગીન્દર શર્મા કહે છે કે હું પવનને ઓળખતો નથી કે મળ્યો નથી. સાડા ​​ત્રણ વર્ષના કાર્યકાળમાં ઘણી તપાસ થઈ છે. આવો કોઈ કિસ્સો અમારા ધ્યાને પણ આવ્યો નથી. આઝાદ નગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સંદીપ કુમારે જણાવ્યું કે પવનની આત્મહત્યા અંગે કેસ નોંધવામાં આવ્યો છે. પરિવારજનો તત્કાલીન DSP પર પણ આક્ષેપ કરી રહ્યા છે. આ મામલે હજુ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો : રોડ અકસ્માતમાં પિતાનું મોત, હવે ક્રિકેટના મેદાનમાં આવીને બાળકોએ જીત્યા દિલ, જુઓ વીડિયો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">