Father’s Day: કોઇ ફળ વેચીને તો કોઇ રિક્ષા ચલાવીને તો કોઇ ઇલેકટ્રીક કામ કરીને દિકરાને ક્રિકેટર બનાવ્યો, આજે દિકરો વિશ્વ આખામાં નામ રોશન કરી રહ્યો છે

Cricketers father: ફાધર્સ ડે (Father's Day) પર અમે તમને એવા ખેલાડીઓ વિશે જણાવી રહ્યા છીએ જેમના પિતાએ તેમને ક્રિકેટર (Cricketer) બનાવવા માટે ઘણો સંઘર્ષ કર્યો હતો. જેમાં કુલદીપ સેન, તિલક, રિંકુ, ઉમરાન, સિરાજનો સમાવેશ થાય છે.

Father's Day: કોઇ ફળ વેચીને તો કોઇ રિક્ષા ચલાવીને તો કોઇ ઇલેકટ્રીક કામ કરીને દિકરાને ક્રિકેટર બનાવ્યો, આજે દિકરો વિશ્વ આખામાં નામ રોશન કરી રહ્યો છે
Cricketer Father
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2022 | 11:33 AM

ફાધર્સ ડે (Father’s Day) દર વર્ષે જૂનના ત્રીજા રવિવારે વિશ્વભરના તમામ પિતાના સન્માન માટે ઉજવવામાં આવે છે. આ વર્ષે ફાધર્સ ડે 19 જૂન 2022ના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસની ઉજવણી 1910થી શરૂ થઈ હતી. આ ફાધર્સ ડે, અમે તમને એવા ખેલાડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમના પિતાએ તેમને ક્રિકેટર બનાવવા માટે ઘણો સંઘર્ષ કર્યો હતો. આ યાદીમાં કુલદીપ સેન (Kuldeep Sen), તિલક વર્મા (Tilak Verma), રિંકુ સિંહ (Rinku Singh), ઉમરાન મલિક (Umran Malik) અને મોહમ્મદ સિરાજ (Mohammad Siraj) નો સમાવેશ થાય છે.

કુલદીપ સેન

રાજસ્થાન રોયલ્સ માટે છેલ્લી ઓવરમાં 15 રન બચાવનાર કુલદીપ સેન (Kuldeep Sen) એ IPL 2022 માં બધાનું ધ્યાન ખેંચ્યું હતું. મધ્યપ્રદેશ રણજી ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યા બાદ હવે કુલદીપે આઈપીએલમાં પોતાની છાપ છોડી છે. રીવાના રહેવાસી કુલદીપની આઈપીએલ સુધીની સફર ઘણી મુશ્કેલીવાળી રહી છે. કુલદીપના પિતા વાળંદ છે. ઘરના મોટા પુત્ર કુલદીપે 8 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. તે એક મહાન બેટ્સમેન બનવા માંગતો હતો. પરંતુ કોચના કહેવા પર તેણે ઝડપી બોલિંગ શરૂ કરી. એકેડેમીએ કુલદીપની ફી પણ માફ કરી દીધી હતી. જેથી તેની રમતમાં કોઈ અડચણ ન આવે.

તિલક વર્મા

ભલે IPL 2022માં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હોય. પરંતુ ફ્રેન્ચાઈઝીના યુવા ખેલાડી તિલક વર્મા (Tilak Verma) એ પોતાના પ્રદર્શનથી છાપ છોડી. મેગા ઓક્શનમાં 1.7 કરોડમાં વેચાયેલા તિલક માટે IPLની સફર ઘણી મુશ્કેલ હતી. તેણે માત્ર 9 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. પિતા ઇલેક્ટ્રિશિયન હતા અને તેઓ તેમના પુત્રની જરૂરિયાતોનું શક્ય તેટલું ધ્યાન રાખતા હતા. આ સિવાય તિલકના કોચ સલામ બાયશે પણ તેને ઘણો સપોર્ટ કર્યો હતો. લોકડાઉન દરમિયાન તિલકના પિતાનું કામ બંધ થઈ ગયું હતું. પરિસ્થિતિ એવી હદે આવી ગઈ હતી કે તિલકને ક્રિકેટ છોડવા માટે મજબૂર થવું પડ્યું હતું. પરંતુ આ સંકટની ઘડીમાં કોચે તેમને સાથ આપ્યો અને તિલક IPLમાં પહોંચી ગયો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

રિંકુ સિંહ

KKR ની છેલ્લી મેચમાં યાદગાર તોફાની ઇનિંગ્સ રમનાર રિંકુ સિંહ (Rinku Singh) લાંબા સમયથી IPLનો ભાગ છે. જોકે, તેને આઈપીએલ 2022માં ઓળખ મળી હતી. લખનૌ સામેની મેચમાં ભલે તે પોતાની ટીમને જીત અપાવી શક્યો ન હતો. પરંતુ તેણે પોતાની ઝડપી ઇનિંગ્સથી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. રિંકુએ IPL સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. અલીગઢ નિવાસી રિંકુના પિતા ગેસ વેન્ડર છે. પાંચ ભાઈઓમાં રિંકુને ક્રિકેટનો શોખ હતો. તેણે પહેલા ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું. પછી કોલકાતાની ટીમમાં જગ્યા બનાવી અને હવે તે IPLમાં પોતાની ઓળખ બનાવવામાં સફળ રહ્યો છે.

ઉમરાન મલિક

જમ્મુ એક્સપ્રેસ ઉમરાન મલિક (Umran Malik) એ IPL 2022 માં પોતાની સ્પીડથી બધાને પ્રભાવિત કર્યા હતા. તેણે આ સિઝનમાં 150 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે બોલિંગ કરી હતી. જમ્મુ-કાશ્મીરના એક નાનકડા ગામથી આઈપીએલ સુધીનો પ્રવાસ પોતાનામાં જ પ્રશંસનીય છે. ઉમરાનને આ સ્થાન સુધી લઈ જવામાં તેના પિતા અબ્દુલ રશીદે ઘણું યોગદાન આપ્યું છે. ઉમરાન મલિકના પિતા અબ્દુલ રશીદ શહીદી ચોકમાં ફળ વેચવાનું કામ કરે છે.

મોહમ્મદ સિરાજ

મોહમ્મદ સિરાજ (Mohammad Siraj) ના પિતા એક ઓટો ડ્રાઈવર હતા. જે તેમને હૈદરાબાદના ઉપ્પલ સ્ટેડિયમ જવા માટે દરરોજ માત્ર 60 રૂપિયા ચૂકવતા હતા. સિરાજ ત્યાં મેચ શીખવા જતો હતો. આરસીબી પોડકાસ્ટમાં તેણે કહ્યું કે, જ્યારે હું સ્ટેડિયમમાં પ્રેક્ટિસ માટે જતો હતો ત્યારે મારા પરિવારે તે દરમિયાન ઘણો સંઘર્ષ કર્યો હતો. મારી પાસે એક મોટરસાઇકલ હતી. પપ્પા મને પેટ્રોલના 60 રૂપિયા આપતા હતા. હું એ પૈસાથી ઉપ્પલ સ્ટેડિયમ પહોંચતો હતો. જે મારા ઘરથી દૂર હતું. આઈપીએલ સાથે મારા પરિવારની સમસ્યાઓનો અંત આવ્યો છે. પિતાએ ઓટો ચલાવવાનું બંધ કરી દીધું છે તો માતાએ ઘરકામ કરવાનું છોડી દીધું છે. હવે અમે ભાડાના મકાનમાં નથી રહેતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">