ENGW vs INDW: ભારતીય મહિલા ટીમે ઇંગ્લેન્ડ સામેની બીજી વન ડે 5 વિકેટે ગુમાવી, ઇંગ્લીશ બોલરોનો તરખાટ

મિતાલી રાજે (Mithali Raj) કેપ્ટન ઇનીંગ રમતા શાનદાર ફીફટી લગાવી હતી. પરંતુ ઇંગ્લીશ બોલરો સામે મધ્યમક્રમ ટકી નહી શકતા અપેક્ષાજનક સ્કોર ખડકી ના શકાયો

ENGW vs INDW: ભારતીય મહિલા ટીમે ઇંગ્લેન્ડ સામેની બીજી વન ડે 5 વિકેટે ગુમાવી, ઇંગ્લીશ બોલરોનો તરખાટ
England vs India
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2021 | 10:52 AM

ભારતીય મહિલા ક્રિકેટ (Indian women cricket) ટીમે ઇંગ્લેન્ડ સામે બીજી વન ડે માં હારનો સામનો કરવો પડ્યો છે. ઇંગ્લેન્ડ અને ભારત (England vs India)ની મહિલા ટીમો વચ્ચે હાલમાં વન ડે શ્રેણી રમાઇ રહી છે. ભારતીય ટીમ (Team India) બીજી વન ડે માં 5 વિકેટ થી હાર થઇ હતી. ભારતે પ્રથમ બેટીંગ ઇનીંગ દ્રારા ઇંગ્લેન્ડ સામે 222 રનનો પડકાર રાખ્યો હતો. ભારતીય કેપ્ટન મિતાલી રાજે (Mithali Raj) ફીફટી ફટકારી કેપ્ટન ઇનીંગ રમી હતી.

પ્રથમ વન ડે માં હાર મેળવ્યા બાદ ભારતીય ટીમે બીજી વન ડે પણ ગુમાવવા સાથે હવે 3 વન ડે ની શ્રેણી ગુમાવી છે. ઇંગ્લેન્ડની ટીમ એ 47.3 ઓવરમાં જ 5 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક પાર પાડી જીત નોંધાવી લીધી હતી. ઇંગ્લેન્ડની ટીમ વતી શોફિયા ડંકલે (Sophia Dunkley) શાનદર રમત રમીને ટીમની જીત સુધી ક્રિઝ પર ટકી રહી હતી.. તેણે અર્ધશતક લગાવ્યુ હતુ.

ઇંગ્લેંડની કેપ્ટન હેથર નાઇટે ટોસ જીતીને પ્રથમ ભારતને બેટીંગ માટ નિમંત્રણ આપ્યુ હતુ. ભારતીય ઓપનર સ્મૃતી મંડાણા અને શેફાલી વર્માએ 56 રનની ભાગીદારી રમત રમી મકકમ શરુઆત કરી હતી. શેફાલી વર્માએ 55 બોલમાં 44 રન કર્યા હતા. ભારતીય કેપ્ટન મિતાલી રાજે કેપ્ટન ઇનીંગ રમી હતી. સળંગ બીજી મેચમાં ફીફટી ફટકારી હતી. મિતાલીએ 92 બોલમાં 59 રન કર્યા હતા. તે રન આઉટ થઇ પેવેલિયન પરત ફરી હતી. મધ્યમક્રમમાં મિતાલી સિવાય અન્ય તમામ ખેલાડી નિષ્ફળ રહ્યા હતા.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

વળતા જવાબમાં ઇંગ્લેન્ડ ની ઓપનર જોડી પડકાર પાર કરવા ક્રિઝ પર આવી હતી, પરંતુ જોડી લાંબો સમય ટકી સુરક્ષીત રહી નહોતી. ઝૂલન ગોસ્વામીએ ઓપનર ટેમી બ્યૂમોન્ટ ને ક્લીન બોલ્ડ કરી હતી. તે વખતે હરીફ ટીમનો સ્કોર 16 રન હતો. પૂનમ યાદવે હરીફ ટીમની બીજી વિકેટ કેપ્ટન હેથર નાઇટની ઝડપી હતી. નાઇટ પણ માત્ર 10 રન જોડીને પેવેલિયન પરત ફરી હતી.

શોફીયા અને કેથરની રમત ભારે પડી

જોકે એમી એલન અને શોફિયા ડંકલે એ રમત આગળ વધારવા પ્રયાસ કર્યો હતો. એમી 28 રને વિકેટ ગુમાવી બેઠી હતી. પરંતુ શોફિયાએ રમતને જીત સુધી આગળ વધારતા રહી ફીફટી ફટકારી હતી. શોફિયાએ અંત સુધી ક્રિઝ પર રહી અણનમ 73 રન કર્યા હતા. એમી બાદ તેને કેથરન બ્રન્ટે સાથ પૂરાવ્યો હતો. જેણે 33 રનની અણનમ ઇનીંગ રમી હતી.

કેટ અને એકલસ્ટોનનો તરખાટ

ભારતી ટીમ તરફ થી પૂનમ યાદવે 2 વિકેટ ઝડપી હતી. જ્યારે ઝૂલન ગોસ્વામી, શિખા પાંડે અને સ્નેહ રાણાએ એક એક વિકેટ ઝડપી હતી. હરીફ ટીમની કેટ ક્રોસ એ 5 વિકેટ ઝડપી તરખાટ મચાવ્યો હતો. એકલસ્ટોન એ 3 વિકેટ ઝડપી હતી. આ બંને બોલરો ભારતીય ટીમની બેટીંગ લાઇનને ક્રિઝ પર ટકવા દીધી નહોતી. બંને એ ધારદાર બોલીંગ ભારતીય ટીમ સામે કરી હતી.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">