IPL 2025 : 3 ખેલાડીઓ ટુર્નામેન્ટમાંથી થયા બહાર, નવી ટીમમાં જોડાયા

IPL 2025માં પ્લેઓફ મુકાબલા શરૂ થાય તે પહેલા ત્રણ ઈનફોર્મ ખેલાડીઓ IPL ટીમ છોડી અન્ય ટીમ સાથે જોડાયા છે. આ ખેલાડીઓના જવાથી IPL ટીમોને પ્લેઓફમાં ઝટકો લાગ્યો છે. કોણ છે આ ત્રણ ખેલાડીઓ અને IPL છોડી કઈ ટીમ સાથે તેઓ જોડાયા છે? જાણો આ આર્ટીકલમાં.

IPL 2025 : 3 ખેલાડીઓ ટુર્નામેન્ટમાંથી થયા બહાર, નવી ટીમમાં જોડાયા
players out of IPL 2025
Image Credit source: PTI
| Updated on: May 28, 2025 | 8:13 PM

IPL 2025માં હવે પ્લેઓફ શરૂ થવા જઈ રહ્યા છે. આ મેચો 29 મે થી રમાશે. બીજી તરફ, ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની પહેલી મેચ 29 મે 2025 ના રોજ બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર રમાશે. ઈંગ્લેન્ડે આ શ્રેણીની પહેલી મેચ માટે પોતાની પ્લેઈંગ 11 ની જાહેરાત કરી છે. જેમાં યુવા બેટ્સમેન હેરી બ્રુક પહેલીવાર ODI ટીમનું નેતૃત્વ કરતો જોવા મળ્યો હતો.

3 ખેલાડીઓએ IPL ટીમ છોડી

ખાસ વાત એ છે કે આ પ્લેઈંગ 11 માં 3 એવા ખેલાડીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેઓ IPL 2025માં રમી રહ્યા હતા અને તેમની ટીમ પ્લેઓફ માટે પણ ક્વોલિફાય થઈ ગઈ છે. પરંતુ નેશનલ ડયુટી (દેશ તરફથી રમવા માટે) ના કારણે, આ ખેલાડીઓ ભારત છોડીને તેમના દેશની ટીમોમાં જોડાયા છે.

ઈંગ્લેન્ડની પ્લેઈંગ-11 માં IPLના ત્રણ ખેલાડીઓ

ઈંગ્લેન્ડ દ્વારા જાહેર કરાયેલ પ્લેઈંગ 11 માં, જેમી સ્મિથને બેન ડકેટ સાથે ઓપનિંગની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે અનુભવી જો રૂટ ત્રીજા નંબર પર રમશે. જોસ બટલર, જે તાજેતરમાં IPL 2025માંથી પરત ફર્યો છે, તે બેટિંગની સાથે વિકેટકીપિંગમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જોસ બટલર ગુજરાત ટાઈટન્સનો ભાગ હતો. જે પ્લેઓફમાં પહોંચી ગયું છે. આ ઉપરાંત, RCBના ખેલાડીઓ જેકબ બેથેલ અને વિલ જેક્સ પણ આ પ્લેઈંગ 11 નો ભાગ બનવામાં સફળ રહ્યા છે. CSKના બોલર જેમી ઓવરટનને પણ પ્લેઈંગ 11 માં પસંદ કરવામાં આવ્યો છે. પરંતુ CSK પ્લેઓફમાં પહોંચી શક્યું નથી.

આ શ્રેણી ઈંગ્લેન્ડ માટે મહત્વપૂર્ણ

2023 વર્લ્ડ કપ અને 2025 ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેમના નિરાશાજનક પ્રદર્શન પછી આ શ્રેણી ઈંગ્લેન્ડ માટે 2027 ODI વર્લ્ડ કપની તૈયારીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. બીજી બાજુ, આ શ્રેણી હેરી બ્રુક માટે એક મોટી તક છે. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા સામે જોસ બટલરની ગેરહાજરીમાં તેણે શાનદાર રીતે ટીમનું નેતૃત્વ કર્યું હતું અને હવે તે કાયમી ODI કેપ્ટન તરીકે પોતાની છાપ છોડવા માટે તૈયાર છે. જોકે, તે હવે ફૂલ ટાઈમ કેપ્ટન બની ગયો છે.

પહેલી ODI માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ 11

બેન ડકેટ, જેમી સ્મિથ, જો રૂટ, હેરી બ્રુક (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), જેકબ બેથેલ, વિલ જેક્સ, જેમી ઓવરટન, બ્રાયડન કર્સ, સાકિબ મહમૂદ, આદિલ રશીદ.

આ પણ વાંચો: IPL 2025 : વિરાટ કોહલી 5000 રૂપિયાની આ ખાસ ચોકલેટ ખાય છે, જાણો શું ખાસ છે આ ચોકલેટમાં

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો