SA vs ENG: અંપાયર પોતાની મસ્તીમાં! LIVE મેચમાં ધ્યાન ભટક્યુ, જુઓ VIDEO

દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ વચ્ચે 3 મેચોની વનડે સિરીઝની શરુઆત થઈ છે. પ્રથમ મેચ દરમિયાન ફિલ્ડ અંપાયરનુ ધ્યાન મેચમા રહેવાને બદલે અન્ય ભટકી રહ્યાનુ નજર આવ્યુ હતુ. જેને લઈ હવે સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ ગયા છે.

SA vs ENG: અંપાયર પોતાની મસ્તીમાં! LIVE મેચમાં ધ્યાન ભટક્યુ, જુઓ VIDEO
Umpire Marais Erasmus facaes trolling
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2023 | 10:13 AM

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ હાલમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. જ્યાં બંને વચ્ચે 3 મેચની વનડે સિરીઝની શરુઆત થઈ છે. બંને વચ્ચે શુક્રવારે સિરીઝની પ્રથમ વનડે મેચ રમાઈ હતી. યજમાન દક્ષિણ આફ્રિકન ટીમના સુકાની ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. દક્ષિણ આફ્રિકાના એનરિક નોરખિયા અને સિસાંદાની બોલિંગ સામે ઈંગ્લીશ ટીમ સમેટાઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ સામે યજમાન ટીમે 21 રનથી જીત મેળવી હતી. જોકે આ મેચ દમરિયાન એક એવુ દૃશ્ય જોવા મળ્યુ કે, જે જોઈને ક્રિકેટ ચાહકોએ અંપાયર મરાઈસ ઇરાસ્મસને ટ્રોલ કરી દીધા.

વાત જાણે કે એમ હતી કે અંપાયર સાહેબનુ ધ્યાન મેચને બદલે ક્યાંક બીજે જ ભટકાઈ ગયુ હતુ. હવે તેઓ મેચના લગતા કોઈ બીજા કામમાં વ્યસ્ત બની ગયા હતા કે, પછી પોતાની અલગ જ મસ્તીમાં ખોવાઈ ગયા હતા એ તો ઈરાસ્મસ સાહેબને જ ખ્યાલ. પરંતુ હાલ તો તેમનો લાઈવ મેચ દરમિયાનનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થવા લાગ્યો છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

Live મેચમાં ધ્યાન ભટક્યુ

રમત શરુ થઈ ગઈ હતી અને બોલરે બોલ ડિલિવર કરી દીધો હતો, જેની પર બેટરે શોટ પણ લગાવી દીધો. આ બધી જ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ પરંતુ ફિલ્ડ પરના અંપાયરનુ ધ્યાન જ ક્યાંક બીજે મંડરાયેલુ હતુ. આ અંપાયર આઈસીસી અને ક્રિકેટ જગતના જાણિતા મરાઈસ ઈરાસ્મસ છે.

આ આખીય ઘટના ઈંગ્લેન્ડ જ્યારે ટાર્ગેટને પિછો કરી રહ્યુ હતુ એ દરમિયાનની ઈનીંગમાં બની હતી. 25મી ઓવરના પ્રથમ બોલ પર જ અંપાયર ઈરાસ્મસ બેધ્યાન જોવા મળ્યા હતા. તેમને જોઈને સૌ કોઈ આશ્ચર્ય અનુભવી રહ્યુ હતુ. બેટ્સમેને શોટ રમી લીધો ત્યા સુધીઓ તેઓની નજર બોલ પર કે ક્રિઝ પર એક્શન મૂવમેન્ટ પર રહી નહોતી. જ્યારે તેઓને ખ્યાલ આવ્યો ત્યાં સુધીમાં મેચનો આ એક બોલ વિતી ચુક્યો હતો.

ફેન્સે ટ્રોલ કરી દીધા

આ વિડીયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થવા લાગ્યો છે અને લોકોએ પણ ખૂબ મજા લઈ લીધી છે. કોઈએ વિરાટ કોહલીને મેસેજ મોકલવામાં વ્યસ્ત હોવાનુ લખ્યુ તો કોઈએ તમાકુ મસળતા હોવાનુ લખી દીધુ.

ઈંગ્લેન્ડ સામે દક્ષિણ આફ્રિકાની જીત

નિર્ધારીત 50 ઓવરમાં પ્રથમ બેટિંગ કરતા 298 રન 7 વિકેટના નુક્શાન પર દક્ષિણ આફ્રિકાએ નોંધાવ્યા હતા. રાસી વૈન ડર ડસૈને સદી નોંધાવતા 111 રન બનાવ્યા હતા. જ્યારે પિછો કરતા ઈંગ્લેન્ડ ના જેસન રોયે 113 રન નોંધાવ્યા હતા. જોકે તેની સદી એળે ગઈ હતી અને ઈગ્લેન્ડ ટીમ 271 રન પર સમેટાઈ ગઈ હતી. નોરખિયાએ 4 વિકેટ ઝડપી હતી.

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">