England Tour: બુમરાહે ખૂબસૂરત પત્નિ સંજના સાથે મસ્ત સેલ્ફી શેર કરી, ફેન્સે કોમેન્ટની લાઇન લગાવી દીધી

કોરોના કાળ દરમ્યાન જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) અને સંજના ગણેશ (Sanjana Ganesan) ને લગ્ન કર્યા હતા. બંનેના લગ્નમાં ખૂબ જ મર્યાદીત મહેમાનોને ઉપસ્થિતી રાખ્યા હતા.

England Tour: બુમરાહે ખૂબસૂરત પત્નિ સંજના સાથે મસ્ત સેલ્ફી શેર કરી, ફેન્સે કોમેન્ટની લાઇન લગાવી દીધી
Jasprit-Bumrah-Sanjana-Ganesan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2021 | 10:05 AM

ભારતીય ટીમ (Team India) હાલમાં ઇંગ્લેન્ડમાં રજાઓના માહોલને માણી રહી છે. કેટલાક ક્રિકેટર્સ પરીવાર સાથે ઇંગ્લેન્ડનો પ્રવાસ (England Tour) માણી રહ્યા છે. ભારતીય ટીમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ (WTC Final) માં હાર્યા બાદ હવે ગમ ભુલાવી રહી છે. ટીમના ખેલાડીઓ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી પહેલા બાયોબબલ વિનાના મુક્ત માહોલના આનંદ માં છે. આ દરમ્યાન ઝડપી બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) અને સંજના ગણેશન (Sanjana Ganesan) પણ મસ્ત મુડમાં છે. બુમરાહે સેલ્ફી તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જેની પર ફેન્સે ખૂબ કોમેન્ટ કરી લીધી હતી.

સ્પોર્ટસ એકંર પત્નિ સંજના ગણેશન સાથેની તસ્વીર જસપ્રીત બુમરાહે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જે સેલ્ફી તસ્વીર મુજબ આ કપલ એક પાર્કની બેંન્ચ પર બેસેલ નજપ આવે છે. જે તસ્વીરમાં બંને ખૂબ મસ્ત મૂડમાં છે. બુમરાહે તસ્વીરની કેપ્શનમાં લખ્યુ હતુ, ‘તમે હસતા રહો’.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
View this post on Instagram

A post shared by jasprit bumrah (@jaspritb1)

ઝડપી બોલરની આ કેપ્શન ને લઇને ફેન્સ પણ મજા લેવા લાગ્યા હતા. જોત જોતામાં જ કોમેન્ટની વણજાર તેની તસ્વીર નીચે થવા લાગી હતી. તો સુંદર જોડીની તસ્વીરને થોડાક જ સમયમાં હજારો લોકોએ પસંદ કરી હતી. બુમરાહે ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલમાં એકપણ વિકેટ ઝડપવાની સફળતા મેળવી નહોતી. જેને લઇને ફેન્સ તેની તસ્વીર પર કોમેન્ટ કરી રહ્યા હતા.

જસપ્રીત બુમરાહ ટીમ સાથે ઇંગ્લેન્ડના પ્રવાસે છે, જ્યારે તેની ખૂબસૂરત પત્નિ સંજના ગણેશન તેના વ્યવસાયીક પ્રવાસથી ઇંગ્લેન્ડ છે. જોકે બંને એક સાથે પ્રવાસમાં સામેલ થઇ શક્યા છે. કારણ કે સંજના એક સ્પોર્ટસ એંકર છે અને તે WTC Final માં પ્રસારકર્તા ટીમની મહત્વની સભ્ય હતી. આમ કપલ પોત પોતાના કાર્યો માટે એક સાથે પ્રવાસનો આનંદ લઇ રહ્યા છે.

3 સપ્તાહ હળવાશનો આનંદ

ભારત અને ઇંગ્લેંન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ શ્રેણી રમાનાર છે. જેની શરુઆત આગામી મહિને થનાર છે. આ પહેલા ભારતીય ટીમ ને હળવા વાતાવરણ માં રાખવા માટે BCCI એ પ્લાનમાં ખાસ મીની વેકેશનની સ્પેશ રાખી છે. જે મુજબ બાયોબબલ ફ્રી વાતાવરણ માટે ના ત્રણ સપ્તાહ ક્રિકેટરોને આપવામાં આવ્યા છે. જે મુજબ ખેલાડીઓ માનસીક રીતે હળવા રહી શકે. જેનો ક્રિકેટરો એ પૂરો આનંદ ઉઠાવી રહ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">