IND vs ENG: Virat Kohli ફરી નિષ્ફળ રહ્યો, માત્ર ચોથી ટેસ્ટ રમી રહેલા બોલરે કર્યો આઉટ, જુઓ વીડિયો

ઈંગ્લેન્ડ માટે ચોથી ટેસ્ટ મેચ રમી રહેલા યુવા ફાસ્ટ બોલર મૈથ્યૂ (Matthew Potts )એ તેના કરિયરની શરુઆતમાં કેન વિલિયમસન અને વિરાટ કોહલીના રુપમાં 2 સૌથી મોટા બેટ્સમેનની વિકેટ લીધી છે.

IND vs ENG: Virat Kohli ફરી નિષ્ફળ રહ્યો, માત્ર ચોથી ટેસ્ટ રમી રહેલા બોલરે કર્યો આઉટ, જુઓ વીડિયો
Virat Kohli ફરી નિષ્ફળ રહ્યો, માત્ર ચોથી ટેસ્ટ રમી રહેલા બોલરે કર્યો આઉટ જુઓ વીડિયોImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2022 | 8:13 PM

IND vs ENG : ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) માટે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ સારી જોવા મળી રહી નથી પહેલા તો વરસાદે મુશ્કેલીમાં મુક્યા ત્યારબાદ વિરાટ કોહલી સસ્તામાં આઉટ થયો. બર્મિગહામ (Birmingham)માં શુક્રવાર 1 જુલાઈથી શરુ થયેલી સીરિઝની છેલ્લી અને અંતિમ ટેસ્ટ પહેલા દિવસે જ ભારતના ટૉપ ઓર્ડરે નિરાશ કર્યા છે, જેના પર સૌ કોઈને આશા હતી તે વિરાટ કોહલી પૂર્વ કેપ્ટન પણ વધુ સમય પીચ પર પસાર કરી શક્યો ન હતો. યુવા ફાસ્ટ બોલર મૈથ્યૂએ વિરાટ કોહલી (Virat Kohli)ને આઉટ કર્યો હતો, મૈથ્યૂ જેમણે એક મહિના પહેલા જ ટેસ્ટ ડેબ્યૂ કર્યું છે તેને વિરાટ કોહલીને આઉટ કર્યો હતો.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

છેલ્લા લાંબા સમયથી રન માટે સંધર્ષ કરી રહેલા વિરાટ કોહલી પાસે આશા હતી કે તે ઈંગ્લેન્ડમાં ટેસ્ટ મેચ દરમિયાન તે રનો મેળવવા માટેનો સંઘર્ષ પુરો કરે, લેસ્ટરશાયર વિરુદ્ધ પ્રેક્ટિસ મેચમાં સારા પ્રદર્શન બાદ આશા હતી કે તે સારું પ્રદર્શન કરશે, બર્મિગહામ મેચમાં ખરાબ શરુઆત પછી તેની પાસે લાંબા સમય સુધી ક્રિઝ પર રહેવાની આશા હતા, પરંતુ હવે તે આશા પર પણ પાણી ફરી વળ્યું છે, તે ક્રિઝ પર આવતા જ 6 ઓવરની અંદર જ કોહલી આઉટ થયો હતો. જેના 23 વર્ષના યુવા બોલરે પોતાનો શિકાર બનાવ્યો હતો. ચોથી ટેસ્ટ મેચ રમી રહેલા પૉટ્સ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ પણ દિગ્ગજ કિવી કેપ્ટન કેન વિલિયમસનને 3 વખત આઉટ કર્યો હતો.

કોહલી પોતાના નિર્ણયમાં ભૂલને કારણે આઉટ થયો

ચેતેશ્વર પૂજારાના આઉટ થયા બાદ પ્રથમ સેશનમાં બેટિંગ કરવા આવેલા કોહલીએ થોડા જ બોલ રમ્યા કે વરસાદના કારણે મેચ રોકવી પડી અને બે કલાક બાદ રમત ફરી શરૂ થઈ. આ વખતે સતત બીજા સત્રની રમત શરૂ થઈ અને થોડી જ ઓવરોમાં ભારતે પહેલા હનુમા વિહારી અને પછી કોહલીની વિકેટ ગુમાવી દીધી. બંને વિકેટ મેથ્યુ પોટ્સે 2 ઓવરમાં જ લીધી હતી. ત્યારબાદ કોહલી પોતાના નિર્ણયમાં ભૂલને કારણે આઉટ થયો હતો. જેમ્સ એન્ડરસને 24મી ઓવરમાં બે રન આપ્યા હતા. તેની આગામી ઓવરમાં ભારતે વિરાટ કોહલીની મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. કોહલી 25મી ઓવરના બીજા બોલ પર બોલ્ડ થયો હતો. કોહલીએ ડિફેન્ડ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. બોલ સ્ટમ્પ સાથે અથડાઈ ગયો. તે 19 બોલમાં 11 રન બનાવીને પરત ફર્યો હતો.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">