
ભારતના પ્રવાસે આવનારી ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ પોતાની સાથે શેફ લઈને આવશે. ઈંગ્લેન્ડની બહાર પોતાની યોજનાઓને મજબુત કરતા મશહુર ફુટબોલ ક્લબ મૈનચેસ્ટર યુનાઈટેડના શેફની સાથે કરાર કર્યા છે. ECB ઈચ્છે કે, મસાલેદાર વસ્તુઓ પસંદ કરનાર ખેલાડીઓ માટે પૌષ્ટિક ભોજન આપવામાં આવે. ઈંગ્લન્ડે આ મહિનાથી શરુ થનારી 5 મેચની ટેસ્ટ સિરીઝ માટે ભારતનો પ્રવાસ કરશે. જેમાં વર્લ્ડ ક્રિકેટના 2 દિગ્ગજો વચ્ચે જોરદાર ટક્કર થવાની શક્યતા છે.
આ સમગ્ર મામલે હવે પૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સહેવાગે ઈંગ્લેન્ડ ક્રિકેટ પર ટિપ્પણી કરી છે.
Yeh zaroorat Cook ke jaane ke baad padhi
IPL mein nahi padegi. https://t.co/6DMWrN2not
— Virender Sehwag (@virendersehwag) January 6, 2024
ક્રિકેટરમાંથી કોમેન્ટેટર બનેલા વીરેન્દ્ર સહેવાગે ટ્વિટ કર્યું કે, આની આવશ્યક્તા ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન એળિસ્ટેયર કુકના સંન્યાસ લીધા બાદ પડી છે. 45 વર્ષીય ઓપનરે કહ્યું કે, ઈન્ડિય પ્રીમિયર લીગ દરમિયાન ખેલાડીઓને શેફની આવશ્યકતા નહિ હોઈ. સહવાગની આ પ્રતિક્રિયા ત્યારે આવી જ્યારે ઈંગ્લેન્ડના ક્રિકેટ ફૈનબેસ બાર્મી આર્મીએએ એક્સ પર આ સમાચાર રજુ કર્યા.
ઈંગ્લેન્ડ આ સિરીઝની શરુઆત હૈદારબાદમાં કરશે. ત્યારબાદ વિશાખાપટ્ટનમ, રાજકોટ, રાંચી અને ઘર્મશાળામાં મેચ રમશે. ઈંગ્લેન્ડે ભારતમાં છેલ્લી વખત 2012માં ટેસ્ટ સિરીઝ જીતી હતી. ટીમે 2021માં પોતાના છેલ્લા પ્રવાસમાં ચેન્નાઈમાં પહલી ટેસ્ટમાં જીતની સાથે શરુઆત કરી હતી પરંતુ ત્યારબાદ 3 ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
ઈંગ્લેન્ડની ટીમ હાલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ત્રીજી આવૃત્તિમાં 8મા ક્રમે છે અને તેણે અત્યાર સુધી 5 મેચ રમી છે, જેમાં 2 જીતી છે અને 2માં હાર થઈ છે, જ્યારે એક મેચ ડ્રોમાં સમાપ્ત થઈ છે. ઈંગ્લેન્ડ પાસે હાલમાં 15 પોઈન્ટ ટકાવારી છે. આવી સ્થિતિમાં ભારતના પ્રવાસ પર રમાનારી 5 મેચની ટેસ્ટ સિરીઝ ટીમ માટે ઘણી મહત્વની બની રહી છે.
આ પણ વાંચો : એમએસ ધોની હુક્કા બારની પાર્ટીમાં મળ્યો જોવા! વીડિયો થયો વાયરલ