
ICC મહિલા વર્લ્ડ કપ 2025માં બેટ્સમેન દ્વારા રેકોર્ડ બનાવવાનો સિલસિલો ચાલુ જ છે. ક્યારેક એશ્લે ગાર્ડનરની સદી, ક્યારેક ટેડમિન બ્રિટ્સની સદી અને ક્યારેક રિચા ઘોષની સૌથી મોટી ઈનિંગ, મહિલા વર્લ્ડ કપના લીગ તબક્કામાં કેટલાક શાનદાર પ્રદર્શનની સાથે મોટા રેકોર્ડ પણ બન્યા છે. પરંતુ હવે બેટિંગમાં સૌથી મોટો રેકોર્ડ એક એવી ખેલાડીએ બનાવ્યો છે જેનો જન્મ એવા દેશમાં થયો હતો જ્યાં થોડા વર્ષો પહેલા સુધી ક્રિકેટનો કોઈ પ્રશ્ન જ નહોતો. આ ખેલાડી નેટ સાયવર-બ્રન્ટ છે, જે આ વખતે ઈંગ્લેન્ડની કેપ્ટનશીપ કરી રહી છે અને તેણે શ્રીલંકા સામે વર્લ્ડ રેકોર્ડ સદી ફટકારી છે.
11 ઓક્ટોબર, શનિવારે કોલંબોમાં ICC મહિલા વર્લ્ડ કપ 2025ની 12મી મેચમાં યજમાન શ્રીલંકા અને ઈંગ્લેન્ડ આમને-સામને હતા. ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરીને 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 253 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડની ટીમનો આ સ્કોર કેપ્ટન અને સ્ટાર ઓલરાઉન્ડર નેટ સાયવર-બ્રન્ટના કારને થયો, જેણે ફરી એકવાર વર્લ્ડ કપમાં પોતાની બેટિંગ કુશળતા દર્શાવીને શાનદાર સદી ફટકારી હતી.
10 મી ઓવરમાં 49 રન પર બીજી વિકેટ પડ્યા બાદ સાયવર-બ્રન્ટ ક્રીઝ પર આવી અને હીથર નાઈટ સાથે 60 રનની ભાગીદારી કરી. નાઈટના આઉટ થયા પછી, ઈંગ્લિશ ઈનિંગ્સ ધીમે ધીમે ડગમગવા લાગી, પરંતુ કેપ્ટન બ્રન્ટ એક છેડે ટકી રહી. તેણીએ 57 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને પછી ડેથ ઓવરમાં રન રેટ વધારવા માટે આક્રમણ બેટિંગ શરૂ કરી. બ્રન્ટે 49મી ઓવરમાં સિક્સર ફટકારીને પોતાની 10મી વનડે સદી પૂરી કરી અને ઈતિહાસ રચ્યો.
Nat Sciver-Brunt’s fantastic ton guided England to a win in Colombo and wins her the @aramco POTM award #CWC25 #ENGvSL pic.twitter.com/tzVw0RliMl
— ICC (@ICC) October 11, 2025
વર્લ્ડ કપના ઈતિહાસમાં બ્રન્ટની આ પાંચમી સદી હતી. આ સાથે, ઈંગ્લેન્ડની કેપ્ટન હવે મહિલા વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ ધરાવે છે. તેણીએ સુઝી બેટ્સ (ન્યુઝીલેન્ડ), જેનેટ બ્રિટન (ઈંગ્લેન્ડ) અને ચાર્લોટ એડવર્ડ્સ (ઈંગ્લેન્ડ) ને પાછળ છોડી દીધા, જે ત્રણેયે વર્લ્ડ કપમાં ચાર-ચાર સદી ફટકારી હતી.
જોકે નેટ સાયવર-બ્રન્ટ ઈંગ્લેન્ડની કેપ્ટન છે અને તેના દેશની સૌથી સફળ ખેલાડીઓમાંના એક છે, તેની કહાની બ્રિટનમાં નહીં પરંતુ જાપાનમાં શરૂ થઈ હતી. બ્રન્ટનો જન્મ 20 ઓગસ્ટ, 1992ના રોજ જાપાનની રાજધાની ટોક્યોમાં થયો હતો. તે સમયે, તેની માતા ટોક્યોમાં બ્રિટિશ દૂતાવાસમાં રાજદ્વારી તરીકે પોસ્ટેડ હતી. ત્યારબાદ, જ્યારે તેની માતાને હોલેન્ડમાં બ્રિટિશ દૂતાવાસમાં ટ્રાન્સફર કરવામાં આવી, ત્યારે નેટ સાયવરએ સૌપ્રથમ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. બ્રિટન પરત ફર્યા પછી, નેટ સાયવરની ક્રિકેટ કારકિર્દી ખરા અર્થમાં શરૂ થઈ, અને 2013માં, તેણીએ ઈંગ્લેન્ડ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો.
આ પણ વાંચો: VIDEO : સ્ટ્રેચર પર બહાર ગઈ કેપ્ટન, ચાલુ મેચમાં અચાનક જમીન પર પડી, વર્લ્ડ કપમાં દર્દનાક નજરો
Published On - 10:57 pm, Sat, 11 October 25